________________
૪૬૮
અંચલગચ્છ દિગ્દર્શન ૨૦૧૩. મુનિ ધર્મસાગરજી પઢાવલીમાં એ છે કે મેઘસાગરજીના ત્રણ શિષ્યો હતા : (૧) વૃદ્ધિસાગર (૨) કનકસાગર (૩) મનરૂપસાગર. સં. ૧૭૩૩ ના જેઠ સુદી ૩ ના દિને બાડમેરમાં તેઓ કાળધર્મ પામતાં, ત્યાંના સંઘે વૃદ્ધિસાગરજીને એમની પાટપર સ્થાપ્યા.
૨૦૧૪. મારવાડ અંતર્ગત કોટડા ગામમાં પ્રાગ્રાટ જ્ઞાતીય જેમલની ભાર્યા સિરીઆદેની કૂખે સં. ૧૯૬૩ ના ચિત્ર વદિ ૫ ના દિને વૃદ્ધિચંદ નામનો પુત્ર જન્મ્યો. સં. ૧૬૮૦ ના મહા વદિ ૨ ના દિને મેઘસાગરજી પાસે તેણે દીક્ષા લીધી અને તેમનું વૃદ્ધિસાગરજી નામ રાખવામાં આવ્યું. સં. ૧૬૯૩ ના કાર્તિક સુદી પના દિને ગુરુએ તેમને મેડતાનગરમાં ઉપાધ્યાયપદે અલંકૃત કર્યા, એમના ત્રણ શિષ્યો હતાઃ (૧) હીરસાગર (૨) પદ્મસાગર (૩) અમીસાગર. વૃદ્ધિસાગરજી સં. ૧૭૭૩ ના આવાઢ સુદી ૭ ના દિને કચ્છ-નલિયામાં કાળધર્મ પામ્યા.
૨૦૧૫. અંચલગચ્છને વર્તમાન શ્રમણ સમુદાય એમની શિષ્ય-પરંપરાને છે. સુવિહિત આચારને છોડી વચ્ચે તેઓ ગોરજી જેવું જીવન જીવ્યા. પાછળથી મુનિ ગૌતમસાગરજીએ ક્રિાદ્ધાર કરતાં હાલ એ પરંપરાના શ્રમણો સુવિહિત માગી છે. મુનિ ધર્મસાગરજી એ પરંપરાને ઉપાધ્યાયની પાટ પરંપરા દર્શાવે છે તે વિચારણીય છે. વાસ્તવમાં ગસંવિધાનમાં આવી કેઈ પાટ પરંપરાનું કે એમનાં કાર્યક્ષેત્રનું નિપણ નથી. પાટ પરંપરાને અર્થ અહીં શિષ્ય પરંપરા જ અભિપ્રેત છે. ૫. જ્ઞાનમૂર્તિ
૨૦૧૬. ધર્મમૂર્તિસૂરિ શિ. ઉપા. વિમલમૂર્તિ શિ. વા. ગુણમૂતિ શિ. ૫. જ્ઞાનમૂતિએ સં. ૧૭૨૫ માં નવાનગરમાં માસું રહીને “બાવીસ પરિવહ ચોપાઈ' રચી. જુઓઃ જે. ગૂ. ક. ભા. ૭, પૃ. ૧૩૩૪-૬. “સંગ્રહણી બાલાવબોધ” એમણે સં. ૧૭૨૫ની આસપાસ રચ્યું. જુઓઃ જૈ. – ક. ભા. ૩, પૃ. ૧૬૨૮. સં. ૧૬૯૪ ના આસો સુદી પના દિને “રૂપસેન રાજર્ષિ ચરિત્ર ચેપઈ” ૬ ખંડમાં, તથા સં. ૧૭૭૮ પહેલાં “પ્રિયંકર ચેપઈ” ૩ ખંડમાં રચી. ગ્રંથ–પ્રશસ્તિમાં કવિ “પાટઈ પૂનિમચંદ” એ ઉલ્લેખ કરતા હોઈને તેઓ એ પરંપરાના હતા એમ નિર્ણિત થાય છે. જુઓ: જે. ગૂ. ક. ભા. ૩. પૃ. ૧૦૫–. વાચક લાવણ્યચંદ્ર
૨૦૧૭. વા. પુણ્યચંદ્રથી પ્રાદુભૂત થયેલી ચંદ્રશાખામાં વા. લક્ષ્મીચંદ્રના શિષ્ય વા. લાવણ્યચંદ્ર થયા. સં. ૧૭૩૪ ના શ્રાવણ સુદી ૧૩ ના દિને સીરોહીમાં ચાતુર્માસ રહીને તેમણે “સાધુવંદના” નામક ગૂર્જર પદ્યકૃનિ ૧૫ હાલમાં તથા “સાધુ ગુણભાસ” નામક પદ્યકૃતિ ૪ ઢાલમાં રચી. જુઓઃ જે. ગૂ. ક. ભા. ૩, પૃ. ૧૨૯૦–૧.
૨૦૧૮. તેમણે સં. ૧૭૬૩ માં “વીરવંશાનુક્રમ” અપનામ “અંચલગચ્છ પદાવલી ની સંસ્કૃત પદ્યમાં રચના કરી. આ અતિહાસિક ગ્રંથની પ્રત મુનિ પુણ્યવિજયજીના સંગ્રહમાં છે. ગચ્છના ઇતિહાસ નિરુપણુમાં આ ગ્રંથ અત્યંત ઉપયોગી છે. અંતિમ પદ્યમાં કવિએ મહાકાલી દેવીની સ્તવના કરી છે.
૨૦૧૯. સં. ૧૭૬૩ ની આસપાસ કવિએ “ગોડી પાર્શ્વનાથ ઢાળિયું' નામક ગૂર્જર પદ્ય કૃતિ ૪ હાલમાં રચી. આ અતિહાસિક કૃતિમાં એ તીર્થની ઉત્પત્તિ વિશે કવિએ ઘણું હકીકતો સેંધી છે, જે વિશ્વસનીય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com