SearchBrowseAboutContactDonate
Page Preview
Page 458
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કલ્યાણસાગરસૂરિ ૪૫ સ્ત્રી રાજના દેશમાં, પંચ ભર્તા–નારીવાળા દેશમાં રાજાશાહને યશ સુવિદિત છે. શિર પર સગડી, પગમાં પાવડી તથા હાથમાં અગ્નિ ઘડી પણ નથી છોડતા એવા દેશમાં, ચીન, મહાચીન, તિલંગ, કલિંગ, વિરેશ, અંગ, બંગ, ચિત્તોડ, જેસલમેર, માલવા, શિવકોટ, જાલેર, અમરકોટ, હરજમ હીંગલાજ, સિંધ, ઠઠ્ઠા, નસરપુર, બદીના, આદન, બખુસ, રેડબાહી, કનડી, બીજાપુર, ખંભાત, અમદાવાદ, દીવ, સોરઠ, પાટણ, કચ્છ, પંચાલ, વાગડ, હાલાર, હડમતિ ઈત્યાદિ દેશોમાં વિસ્તૃત કીર્તિવાળા રાજાશાહ સપરિવાર આનંદિત રહે.' ૧૮૫૨. અમરસાગરસૂરિને નામે પ્રસિદ્ધ થયેલ પટ્ટાવલી તથા “વધમાન-પાસિંહ શ્રેષ્ઠી ચરિત્રમાં રાયશીશાહ વિશે બ્રાન્ત ઉલેખો થયા છે. ઉક્ત બને રાસે ચરિત્રનાયકની વિદ્યમાનતામાં રચાયા હોઇને તેની હકીક્તો વિશ્વસનીય છે. ઉક્ત પટ્ટાવલી અને શ્રેષ્ઠીચરિત્રમાં તથા કલ્યાણસાગરસૂરિ રાસમાં રાયશી શાહને અપુત્ર કહ્યા છે. એ વાત કેટલી હાસ્યાસ્પદ છે તે તેમના રાસો દ્વારા જણાશે. અલબત્ત, એ ત્રણેય ગ્રંથોની પ્રમાણભૂતતા શંકિત છે. એની મૂળ પ્રતો તપાસવી ઘટે છે. અહીં એ વિશે લંબાણ કરવું અપ્રસ્તુત છે. ૧૮૫૩. બનને રાસકારોએ રાજસી શાહ વિશે ઝીણવટથી લખ્યું છે એટલું જ નહીં તેમની પત્નીઓ સીરિયાદે અને રાણાદે વિશે પણ રાસો લખ્યા છે. કવિ હર્ષસાગર કૃત રાસ પછી પ્રતમાં આવતા એ બનેના રાસોને સાર ભંવરલાલજી નાહટાએ નોંધ્યો છે, જે નિક્ત છે. ૧૮૫૪. “શાહ રાજાના સંપ પછી કોઈએ સંઘ કાઢક્યો નહીં. હવે સીરિયાદેએ શાહ રાજાના પુણ્યથી ગિરનાર તીર્થને સંધ કાઢો અને પાંચ હજાર દ્રવ્ય-વ્યય કરી સં. ૧૬૯૨ ના અક્ષયતૃતીયાના દિને યાત્રા કરી, પંચધાર ભોજનથી સંઘની ભક્તિ કરી. રાઉત મહણસિંહથી નાગડા ચતુર્વિધની ઉત્પત્તિ વખતે જ પૂર્વ શ્રાપ અનુસાર પુત્રી અસુખી તથા જ્યાં રહેશે ત્યાં ખૂબ દ્રવ્ય ખરચીને પૂર્ણ કાર્યો કરશે અને ત્રણેય પક્ષોને તારશે.” ૧૮૫૫. “સીરિયાએ સં. ૧૬૯૨ માં યાત્રા કરીને માતૃ-પિતૃ અને શ્વસુર પક્ષને ઉજજવળ કર્યા. એણે માસક્ષમણ પૂર્ણ કરીને છરી પાળતાં આબૂ અને શંત્રુજયની પણ યાત્રા કરી. ૩૦૦ સિજવાલા તથા ૩૦૦૦ નર-નારીઓની સાથે તે જૂનાગઢમાં ગિરનાર ચડી. ભાટ, ભોજક, ચારણદિનું પિષણ કર્યું અને પછી નવાનગર પાછી ફરી. ૧૮૫૬. “એમના પૂર્વજ પરમાર વંશી રાઉત મોહણસિંહ અમરકોટના રાજા હતા, જેમને સદગુરુ જયસિંહસૂરિએ પ્રતિબોધ આપીને જૈન બનાવ્યા હતા. કર્મવેગથી એમને પુત્ર-પુત્રી ન હતા. આચાર્યું તેમને મધ, માંસ અને હિંસા ત્યાગ કરાવી જૈન બનાવ્યા. ગુરુએ એમને આશીષ આપ્યા, જેથી એમને ચાર પુત્ર અને પાંચમો નાગપુત્ર થયો. બાલ્યાવસ્થામાં વ્યંતરોપદ્રવથી બાળક ડરવા લાગે. ઘણું ઉપચારો કયાં. પછી એક પુરુ પ્રકટ થઈ નાગથી નાગડાગેત્ર સ્થાપિત કરવાનું કહ્યું અને સર્વ કર્મોની સિદ્ધિ થઈ. ૧૮૫૭. “રાજાશાહે સ્વર્ગથી આવીને માનવ ભવમાં સર્વ સામગ્રી સંપન્ન કરી મોટાં મોટાં પુણવ કાર્યો કર્યા. તેમની અર્ધાગિની રાણદેની સાથે જે સુકૃત કર્યો તે અપાર છે. એણે સ્વધમી વાત્સલ્ય કરીને ૮૪ જ્ઞાતિને જમાડી. તેમાં સત્તર પ્રકારની મીઠાઈઓ-જલેબી, પેંડા, બરફી, પતાસા, ઘેવર, દૂધપાક, સાકરિયા ચણ, ઈલાયચી પાક, મસ્કી, અમૃતિ, મોતીચૂર, સાણી ઈત્યાદિ તૈયાર કરવામાં આવ્યાં હતી. એશવાળ, શ્રીમાળી આદિ મહાજનની સ્ત્રીઓ પણ જમણમાં બોલાવવામાં આવી હતી. એ સૌને ભોજન ઉપરાંત પાન, લવિંગ, સેપારી, એલાયચીથી તથા કેશર, ચંદન, ગુલાબનાં છાટણ છાંટીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy