SearchBrowseAboutContactDonate
Page Preview
Page 459
Loading...
Download File
Download File
Page Text
________________ ચલગચ્છ દિદશને શ્રીફળથી સસ્કૃત કરવામાં આવ્યાં. ભાટ, ભેજક, ચારણદિ યાચકોને પણ જમાડ્યા તથા દીન-હીન વ્યક્તિઓને પ્રચૂર દાન આપ્યું રાણદેએ લક્ષ્મીને શુભ કાર્યોમાં વ્યય કરી ત્રણે પક્ષો ઉજજવળ કર્યા.” લાલણ વર્ધમાન અને પદ્મસિંહ શાહ ૧૮૫૮. જયસિંહરિએ પ્રતિબંધેલા લાલણજીના વંશમાં ૧૫મી પેઢીએ રાજા, મૂલા અને અમરશી નામના ત્રણે ભાઈઓ અનુક્રમે માંડવી, ભદ્રેશ્વર અને આરીખાણામાં થયા. અમરશીને સં. ૧૬૦૬ શ્રા. સુ. પના દિને વર્ધમાન, સં. ૧૬ ૧૭માં પદ્મસિંહ અને ચાંપશી નામે ત્રણ પુત્રો થયા. જન્મ વખતે માતા હૈયતીએ શુભ સ્વને નીરખ્યાં હતાં. માત-પિતાના સ્વર્ગગમન બાદ વર્ધમાન અને પાસિંહ સ્નેહપૂર્વક સાથે રહ્યા. - ૧૮૫૯. બન્ને બાંહેવોને યોગી દ્વારા સિદ્ધરસ પ્રાપ્ત થયેલ, જેના લેપથી તાબામાંથી સોનું કરી તેમણે ઘણું ધન પ્રાપ્ત કર્યું એવી ચમત્કારિક આખ્યાયિકાઓ પ્રસિદ્ધ છે. એ પછી તેઓ ભદ્રાવતીમાં વ્યાપારાર્થે વસ્યા અને અખૂટ સંપત્તિ પ્રાપ્ત કરી. ૧૮૬૦. તે વખતે ભદ્રાવતી મોટું બંદર હતું. ચીન, મલબાર વિગેરે દૂર દૂરના પ્રદેશો સાથે તે વ્યાપાર દ્વારા સંકળાયેલું હતું. રેશમ, સાકર, સોપારી, ઈલાયચી અને તેજાના વિગેરેને ત્યાં ધીકતો વ્યાપાર ચાલતો. પદ્મસિંહશાહ વ્યાપારાર્થે ચીનના કંતાન બંદરે જઈ ત્યાંના વ્યાપારી ભૂલનચંગ સાથે ભારત આવ્યો એ વિશે “વર્ધમાન–પદ્મસિંહ શ્રેષ્ઠી ચરિત્ર'માં વિસ્તૃત વર્ણન છે. ૧૮૬૧. એ અરસામાં કલ્યાણસાગરસૂરિ ભદ્રાવતીમાં પધાર્યા. તેમના ઉપદેશથી બને ભાઈઓએ શત્રજયનો મોટો સંઘ કાઢયો. સં. ૧૬૫૦માં ભદ્રાવતીથી દરિયા વાટે સંધ જામનગરના નાગના બંદરે પહોંચ્યા. ત્યાં આચાર્ય પોતાના શિષ્ય-પરિવાર સાથે રણ ઓળંગી ત્યાં આવ્યા. સંઘપતિઓએ જામ જશાજીને ભેટશું ધયું. જામે તેમને માગવાનું કહેતાં સંધપતિઓએ રક્ષણાર્થે સુભટો ભાગ્યા. રાજાએ એકસો સશસ્ત્ર સુભટો આપી સંઘપતિઓ પાસે વચન લીધું કે તેમને નવાનગરમાં રહી વ્યાપાર કર. રાજ્ય તરફથી તેમને સગવડ કરી આપવામાં આવશે અને તેમની પાસેથી અડધું દાણ લેવાશે એવી ખાત્રી અપાઈ, જેનો સંઘપતિએ સ્વીકાર કર્યો. આથી જામે હર્ષિત થઈ સંઘપતિઓને વસ્ત્રાભૂષણોને શિરપાવ આપે. ૧૮૬૨. સંઘે નવાનગરથી પ્રયાણ કર્યું ત્યારે તેમાં પ૦૦ રથ, ૭૦૦ ગાડાં, ૯૦૦ ઘોડા, ૯ હાથી, ૫૦૦ ઊંટ, ૧૦૦૦ ખચ્ચર, ૧૦૦ વાણંદ, ૫૦ નર્તકે, ૨૦ વાદ્યકાર, ૧૫૦ તંબુ તાણનાર, ૨૦૦ રસોઈઆ, ૧૦૦ કંદોઈ ૧૦૦ ચારણ, ૨૦૦ સાધુઓ, ૩૦૦ સાધ્વીઓ મળીને ૧૫૦૦૦ માણસો હતા. સંઘનું ઝીણવટભર્યું વન શ્રેષ્ઠી-ચરિત્રમાં છે. પટ્ટાવલીમાં એક ચમત્કારિક પ્રસંગ પણ અપાયો છે. તેનો સાર એમ છે કે સંધપતિ ૫ર વિન આવવાનું છે એમ ભૈરવયુગલના અવાજ પરથી આચાર્યો જાણી ગયા. સંઘપતિ બાંધીને તેમણે પૌષધ લેવાનું કહ્યું. બીજે દિવસે હાથી પર ન બિરાજતાં તેઓ પૌવધ વ્રત લઈ આચાર્ય સાથે પગે ચાલ્યા. ભાદર નદીને કાંઠે માંજલ નામના કાઠી રાજકુમારની હાથણીને જોઈ સંઘપતિનો હાથી કામાતુર થઈ તેની પાછળ દોડ્યો. હાથણી ઝાડીમાં ભરાઈતેની પાછળ ગાંડા થયેલા હાથીની અંબાડી પરને ઝરૂખ ભાંગીને નીચે પડ્યો. સભાગે બને સંધપતિઓ આચાર્ય સાથે ચાલતા હાઈને બચી જવા પામ્યા. - ૧૮૬૩. એક માસ બાદ સંઘ શત્રુંજય પહેછે અને શ્રી આદીશ્વર પ્રભુનાં દર્શન કરી કૃતાર્થ થશે. પંદર દિવસ સુધી સંઘે ત્યાં સ્થિરતા કરી. સંઘપતિઓએ છૂટે હાથે ત્યાં ધન વાપરી પિતાને યશ સ્થાપિત Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy