SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ અચલગચ૭ દિદન ૫, ૪૦૪–૫; ભા. 2, પૃ. ૯૦૬-છ. આ ગ્રંથની પ્રશસ્તિ દ્વારા જણાય છે કે કવિએ પ્રથમ ૧૦૧ શ્લેક પરિમાણને “મદનશતક' નામને ગ્રંથ લખેલે. કથા આકર્ષક જણાતાં તેમણે રાસ ર. ૧૭૩૧. વા. દયાસાગર અને દેવનિધાન સં. ૧૬૭૭ માં ભૂમાં ચાતુર્માસ રહ્યા. તે વખતે ત્યાંના ઓશવાળ મીઠડિયા પુણ્યસિંહ નામના શ્રાવકે દિવાળીના દિવસે જ્ઞાનની આરાધના નિમિત્તે નેમિનાથ ચરિત્રની પ્રત એમને ભેટ ધરી. એ વખતે ગચ્છનાયક કલ્યાણસાગરસૂરિ પણ ત્યાં જ ચાતુર્માસ બિરાજતા હતા. જુઓ જે, સ. પ્ર. વર્ષ ૧૨, અંક ૨ માં મુનિ જયંતવિજય સંપાદિત પુપિકા. એ ગ્રંથ પાલીતાણાના સાહિત્યમંદિરના ભંડારમાં ઉપલબ્ધ છે. ૧૭૩૨. વા. દેવસાગરજીએ એ વખતે કલ્યાણસાગરસૂરિને પત્ર લખેલો તેમાં આ ગ્રંથકાર વિષે આ પ્રમાણે નિર્દેશ કરેલો ત્યાં આપની પાસે સર્વના જાણ, સિદ્ધાંત સમુદ્રના પારગામી, વચનકલાથી લોકેના મનને વશ કરનાર, સૂક્ષ્મદર્શી, પરિમિત વચનવાળા, શાંત, પંડિત દયાસાગરગણિ.” મુનિ ધનજી એમને વિષે નોંધે છે – તાસ પક્ષિ વાચક તિલો, વિચરઈ ઉગ્ર વિહારિ; નવરસ ભેદ વખાણુ મઈ દાખઈ સરસ વિચારિ. સકલ જીવનઈ હિતકર, શ્રી દયાસાગર નામ; પ્રસિદ્ધ સકલ પુહરી વિષઈ નામ તિસઉ પરિણામ. ૧૭૩૩. વા. દયાસાગરના શિષ્ય મુનિ ધનજી, પદ્મસાગર, પુણ્યસાગરગણિ વિગેરે થયા, જેમને વિશે પ્રસંગોપાત ઉલ્લેખ કરીશું. વાચક દયાશીલ અને જસકીતિ ૧૭૩૪. વા. હેમશીલ શિ. વા. વિજયશીલના શિષ્યો વાચક દયાશીલ અને વાચક જસકીર્તિ થયા. દયાશીલે સં. ૧૬૬૪ માં નવાનગરમાં રહીને “શીલબત્રીશી' રચી; સં. ૧૬૬૬ ના કાર્તિક વદિ ૫ને સોમે ભૂજમાં “ઈલાચી કેવલી રાસ ” રો; સં. ૧૬૬૭માં ભિન્નમાલમાં “ચંદ્રસેન ચંદ્યોત નાટકિયા પ્રબંધ”ની રચના કરી. જુઓઃ જે. ગુ. ક. ભા. ૩, પૃ. ૯૦૨-૫. ૧૭૩૫. વા. જસકીતિએ “સમેતશિખર રાસ” રઓજેમાં સં. ૧૯૭૦ માં આગરાના સંઘપતિ કુવારપાલ–સોનપાલ લોઢાએ કાઢેલા સંધનું વર્ણન છે. ચાર ખંડ, ૪૮૩ ગાથાની આ કૃતિની પ્રત બીકાનેરના ભંડારમાં છે. જુઓ જે. સ. પ્ર. વર્ષ ૭, અંક ૧૦-૧૧ માં અગરચંદજી તથા ભંવરલાલજી નાહટાને “જસકીતિકત સમ્મતશિખર રાસ કા સાર” નામક લેખ. આ રાસ એતિહાસિક દષ્ટિએ ખૂબ જ મહત્વનું છે. રાસની વિગત વિશે સંધપતિઓના જીવન સંદર્ભમાં ઉલ્લેખ કરીશું. પં. ગુણશીલ શિ. રત્નશીલ ૧૭૩૬. પં. ગુણશીલે સં. ૧૬૯૯ માં આગરામાં સાધ્વી વાલ્હાના પઠનાર્થે સમયસુંદર કૃત “વલચીરી ચેપ (સં. ૧૬૮૧)ની પ્રત લખી. એમના શિષ્ય રત્નશીલને ઉલ્લેખ સં. ૧૭ર૧ માં સાળી વાલ્દાની શિષ્યા સાધ્વી લીલાએ લખેલ “ગજસિંહ રાસ ની પ્રત પુપિકામાં છે. દેવરાજ, ક્ષેમસાગર અને સુવર્ણશેખર ૧૭૩૭. આ ત્રણે શ્રમણો સં. ૧૬૭૭ માં ગચ્છનાયક કહાણસાગરસૂરિ સાથે ભૂજમાં ચાતુર્માસ રહ્યા હતા એમ દેવસાગરજીએ લખેલા પત્ર દ્વારા જાણી શકાય છે. આ પત્રમાં ઉલ્લેખ છે “ગૌર કાંતિવાળા અને ધર્મના ભંડાર, મનહર મુનિ દેવરાજ તથા નિરંતર ધર્મેન્દ્ર મુનિ સેમસાગર... જિનાગમ અભ્યાસી, જ્ઞાનભંડાર યતિ સુવર્ણશખર.' Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy