SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કલ્યાણસાગરસૂરિ જેમણે સં. ૧૬૯૯ ના માગશર વદિ ૪ ને બુધે કુશલાભ કૃત “તેજસાર રાસ' (સં. ૧૯૨૪) ની પ્રત લખી. હર્ષાસાગર ૧૭૨૬. મેરૂતુંગરિ સંતતીય, બુધ, કમલમેરુ, પં. ભીમ અથવા ભાગ્યમૂર્તિ કે ભીમરન શિ. ઉદયસાગરના શિષ્ય હર્ષસાગરજી થયા. ઉદયસાગરજીના અન્ય શિવ્યો દયાસાગર અને દેવનિધાન થયા. હર્ષસાગરજી “રાજસીસાહ રાસ'ના કર્તા તરીકે આ ગચ્છના ઈતિહાસમાં ચિરસ્મરણીય રહેશે. આ રાસની એક પ્રત શ્રી અનંતનાથ જ્ઞાનભંડાર, મુંબઈની નં. ૨૬૨૨ ની પિથીમાં છે, જેના પરથી મોહનલાલ દલીચંદ દેશાઈએ તા. ૨–૯-૪૨ ના દિને એ કૃતિ ઉધૂત કરી. અને એ આધારે ભંવરલાલજી નાહટાએ “રાજસીસાહ રાસકા સાર” નામક લેખ જૈ. સપ્ર. વર્ષ ૧૯, અંક ૭ પૃ. ૧૧૮-૧૨ ૮ પૃ. ૧૪૨-૧૪૪ માં પ્રસિદ્ધ કર્યો. ૧૭૨૭. રાજસીરાસની સમાપ્તિ બાદ ઉક્ત પ્રતમાં ચરિત્રનાયકની સીરિઆદે અને રાણુદે નામની બે પત્નીઓનાં સુકૃત્યેનું વર્ણન પણ પાછળથી જોડી દેવામાં આવ્યું છે. એ પછી હરિયાસાહના વંશના ઘુતલંભનિકાદિ વર્ણન કરતો એક રાસ છે, જે અપૂર્ણ રહેલ છે. એ બધા રાસોના કર્તા પણ આ ગ્રંથકાર જ હશે. ૧૭૨૮. ભંવરલાલજી નાહટા આ રાસ વિશે છે કે મેઘમુનિકૃત “સાહ રાજસી રાસ થી પ્રસ્તુત રાસ વિસ્તીર્ણ છે તેમજ પાછળથી રચાય છે, એટલે તેમાં વર્ણન કંઈક વિસ્તૃત અને અધિક હોવું સ્વાભાવિક જ છે. કવિતાની દૃષ્ટિએ પ્રથમ રાસથી આ રાસ નિમ્નકેટિને છે. કઈ જગ્યાએ ભાવ સ્પષ્ટ ન થાય ત્યાં લાંબી નામાવલી આવી પડે છે. સાહ રાજસી કારિત નવાનગરના જિનમંદિરના પાયાના સમય અંગે પણ મતભિન્નતા છે. પ્રથમ રાસમાં સં. ૧૬૬૮ અક્ષય તૃતીયા અને બીજામાં સં. ૧૬૭૨ અષ્ટમી તિથિના દિને ખાત મૂહર્ત થયું હોવાનું લખ્યું છે. પ્રસ્તુત રાસમાં રાજસીના પિતા તેજસી દ્વારા સં. ૧૬૧૪ માં નવાનગરમાં શ્રી શાંતિજિનાલયના નિર્માણને પણ ઉલ્લેખ છે. રાજસી સાહના મંદિરનું પણ વિસ્તૃત વર્ણન આ રાસમાં છે—જેમકે ૯૯ x ૩૫ ગજ તથા ૧૧ સ્તરનાં નામ તેમજ શિલ્પ-સ્થાપત્યને પણ સારો પરિચય આપવામાં આવ્યો છે. શત્રુજ્ય યાત્રા તથા પુત્ર રામને ગોડી પાર્શ્વનાથની યાત્રાને અભિગ્રહ હોવાથી સંઘ યાત્રાનું વર્ણન તથા લાહણની વિસ્તૃત નામાવલિ તેમજ બસો ગાડી મૂઢ જ્ઞાતીય લોકોને જૈન બનાવ્યાનો પ્રસ્તુત રાસમાં મહત્ત્વપૂર્ણ ઉલ્લેખ છે. સં. ૧૬૯૬ માં નવાનગરની દ્વિતીય પ્રતિષ્ઠાનું તથા બ્રાહ્મણને દાન તેમજ સમસ્ત નગરને જમાડવા આદિનું વર્ણન પણ નવીન છે, ઈત્યાદિ. કવિ હસાગરે આ રાસની સં. ૧૬૯૮ ના વૈશાખ સુદી ૭ ને સોમવારે રચના કરી. વાચક દયાસાગરગણિ ૧૭૨૯. પં. ભીમરન શિ. ઉદયસાગર શિ. દયાસાગર–અપરનામ દામોદરે સં. ૧૬૬૫ના દ્વિતીય ભાદ્રવા સુદી ૬ ને સોમે પાવતીપુરમાં “સુરપતિકુમાર ચેપઈ' રચી. જુઓ. જે. ગૂ. ક. ભા. ૧, પૃ. ૪૦૩–૪; ભા. ૭, પૃ. ૯૦૫-૬. ગ્રંથ દ્વારા જાણી શકાય છે કે પદ્માવતીપુર તે પુષ્કર પાસે આવેલું નૈસર્ગિક સમૃદ્ધિ ધરાવતું શહેર. ૧૭૩૦. સં. ૧૬૬૮ ના આસો સુદી ૧૧ ને ગુરુવારે જાલોરમાં રહીને પોતાના લધુ ગુસબંધુ દેવનિધાનના આગ્રહથી તેમણે શીલાવિષયક “મદનકુમાર રાસ’ ર. જુઓઃ જે. ગૂ, ક. ભા. ૧, ૫૨ Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy