SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કલ્યાણસાગરસૂરિ ખેમસાગર ૧૭૩૮. સં. ૧૬૯૭ માં બીકાનેરના ગાંધી ખેનદાસે કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી દીક્ષા અંગીકાર કરી, એમનું નામ ખેમસાગર રાખવામાં આવ્યું. દીક્ષા ગ્રહણ કરતી વખતે એમણે ૯૦૦૦૦ પીરેજી ધર્મકાર્યોમાં ખરચી. વાચક દેવસાગરજી ૧૭૩૯. ધર્મમૂર્તિસૂરિના સાત મહોપાધ્યાયોમાં દેવસાગરજી એક હોઈને તેઓ ૧૭ મા સૈકાના પૂર્વાર્ધમાં જન્મ્યા હતા એમ નિર્ણિત થાય છે. એમની સાહિત્ય પ્રવૃત્તિ સિવાય એમના અંગત જીવન વિશે જાણી શકાતું નથી. એમની ગુરુ-શિષ્ય પરંપરા આ પ્રમાણે છે : ગુણનિધાનમૂરિ–વા. પુણ્યચંદ્રવા.માણિક્યચંદ્ર-વાવિનયચંદ્ર-વા.રવિચંદ્ર-વા.દેવસાગર–વા.જયસાગર–વા.લક્ષ્મીચંદ્ર-વા.કુસલચંદ્ર અને વા. લાવણ્યચંદ્ર. ૧૭૪૦. શત્રુંજયગિરિ ઉપર પદ્મસિંહશાહે બંધાવેલા જિનાલયની સં. ૧૬૫ ની શિલા-પ્રશસ્તિ તથા ત્યાંના અન્ય જિનાલયની સં. ૧૬૮૩ ની શિલા-પ્રશસ્તિ એમણે રચી. આ બન્ને પ્રશસ્તિઓને આર્કિઓલોજીકલ સર્વેના ડૉ. હેત્રી કાઉસેન્સે સેંધી અને ડૉ. બુલરે એપીગ્રાફીઆ ઇન્ડિકાના દ્વિતીય પુસ્તકમાં પ્રકાશિત કરી. ૧૭૪૧. ખંભાતમાં ચાતુર્માસ રહીને એમણે ભૂજમાં ચાતુર્માસ બિરાજતા કલ્યાણસાગરસૂરિને સંસ્કૃત પદ્યમાં , અતિહાસિક પત્ર લખ્યો, જેમાં તત્કાલીન અનેક બાબતો પર પ્રકાશ પાડી શકાય છે. પત્ર લેખનનું વર્ષ દર્શાવવામાં નથી આવ્યું પરંતુ તે સં. ૧૬૭૭ માં લખાયો હોય એમ અનેક પ્રમાણથી સિદ્ધ કરી શકાય છે. ૧૭૪૨. દેવસાગરજીની સૌથી યાદગાર કૃતિ “વ્યુત્પત્તિરત્નાકર” છે. હેમચંદ્રાચાર્ય કૃત હૈમીનામમાલા-અપરનામ “અભિધાન ચિન્તામણિ'ની વ્યાખ્યારૂપે હાલારનાં નવાનગરમાં સં. ૧૬૮૬ માં જામલાખાના રાજ્યત્વકાલમાં ૧૮૦૦૦ રિમાણુની એ વૃતિ રચી. જુઓઃ પ્ર. પીટર્સને રીપોર્ટ ૧, નં. ૧૩૦; વેબર નં. ૧૭૦૦. એની એક પ્રત જેસલમેરના ભંડારમાં છે. ૧૭૪૩. તેમણે કસૂરિ શિષ્ય કૃત “લીલાવતી પઈ' (સં. ૧૫૯૬) ની પ્રત શ્રાવિકા પિરેજના પઠનાર્થે લખી. દેવસાગરજીએ “કપિલ કેવલી રાસસં. ૧૬૭૪ ના શ્રાવણ સુદી ૧૩ ના દિને ર. ઉત્તમચંદ્ર અને જયસાગર ૧૭૪. વ. દેવસાગરના શિષ્ય ઉત્તમચંદ્ર સં. ૧૬૯૫ ના આષાઢ સુદીમાં સુનંદરાસ” ૩૫૯ ગુજરાતી કંડિકામાં રચ્યો. જુઓઃ જે. ગૂ. ક. ભા. ૩, પૃ. ૧૦૫૮. એમના શિષ્ય લાલચ કે એ ગ્રંથની પ્રત લખી. ૧૬૭૭ માં તેઓ ગુરુ દેવસાગર તથા જયસાગર, લક્ષ્મીચંદ્ર સાથે ખંભાતમાં ચાતુર્માસ રહેલા એ વખતે જયસાગરે ત્યાંના અકબરપુરમાં કલ્પવાચના કરેલી એમ ઐતિહાસિક પત્ર દ્વારા જાણી શકાય છે. “વીરવંશાનુક્રમ', વ્યુત્પત્તિ રત્નાકર ' વિગેરે ગ્રંથોમાં પણ એમને વિશે ઉલ્લેખ મળે છે. મનમોહનસાગર ૧૭૪૫. સં. ૧૬૫૩ માં કચ્છના ખાખરના ગાભ્યાગોત્રીય વીર ધોળે કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી દીક્ષા અંગીકાર કરી અને એમનું નામ મનમોહનસાગર રાખી મહે. રત્નસાગરજીના શિષ્ય તરીકે સ્થાપ્યા. જામનગરમાં વિદ્ધમાન અમરસિંહે બંધાવેલા જિનાલયની સં. ૧૬૯૭ની શિલાપ્રશસ્તિ એમના પ્રસાદથી રચાઈ એમ તેમાં જણાવ્યું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy