________________
૨૪
અંચલગચ્છ દિને આવે તેથી વારંવાર લખવાને બદલે જેમ બીજા અમુક સૂત્રમાં છે તેમ, એ રીતે મૂકવામાં આવ્યું. જેમકે વિમાનનો અધિકાર આવે ને તે બીજા સત્રમાં હોય તે કat tingણેu–જેમ રાયપાસેણીમાં છે તેમ, આધાર ટાંકવાનું રાખ્યું. આથી અંગની ભલામણ ઉપાંગમાં અને ઉપાંગની ભલામણ અંગમાં આપી છે. આ ઉદ્ધાર વલભીવાચનાને નામે ઓળખાય છે. કલ્યાણવિજય વલભીવાચના એટલે દેવદ્ધિગણિની નહીં, પણ વાચક નાગાર્જુનની વાચના એમ માને છે. આ સુત્ર ગ્રંથનું છેલ્લું સંસ્કરણ છે.
૯૪. આપણે જોઈ ગયા કે બાર વષી બીપણુ દુષ્કાલોએ જેનતને છિન્નભિન્ન કરી દીધું. નૂતન ગ૭સૃષ્ટિ તો પછી રચાઈ પરંતુ એ જ અરસામાં જૈનશાસન દિગંબરે અને વેતાંબર એમ બે છાવણીમાં વિભક્ત થયું. શ્વેતાંબર મત પ્રમાણે વીરાત ૬૦૯ માં આ બે પક્ષો પડવા. પછી તો પક્ષાપક્ષીમાં વધારો થતે ગયે. વિતંડાવાદમાં બન્ને પક્ષોએ શાસનનું વીર્ય ખાયું. તાત્વિક વાત વિસારીને બન્ને પક્ષોએ એક બીજાનું બળ તોડવા પિતાની શકિત વ્યય કરી. આઠમા સૈકામાં થયેલા શંકરાચાર્યને વૈદિક ધમ પ્રબળ કરવા માટે આ નબળાઈ અનુકૂળ બની. અધૂરામાં પૂરું, એ પછી ત્યવાસીઓનાં પગરણ પણ શરુ થવા લાગ્યાં, જેના અનિયંત્રિત વર્ચસ્વને પ્રભાવે સુવિહિત ભાગ લપાતે ચાલે.
ચેત્યવાસ
૯૫. મૂલ માગ–શ્રી મહાવીર પ્રભુત આચાર માર્ગના તીવ્ર વિચારભેદને લીધે દિગંબર અને વેતામ્બર એ બે પક્ષો પડ્યા એ આપણે જોયું. ત્યાર પછી કંઈક શિથિલતા પ્રવેશ પામતાં ચિત્યવાસી સાધુઓના શિથિલતા પ્રદર્શક આચાર વિધિઓના નિયમો થયા અને પ્રકટ રીતે તેનું ચિત્યવાસી નામ વીરાત ૮૮૨ કે ૮૮૪ માં પડવું. તેવા નિયમોનું દિગ્દર્શન, ચિત્યવાસ સામે પ્રબલ રીતે ઝુઝનારા સમર્થ સુધારક અને પ્રખર વિદ્વાન જૈનાચાર્ય હરિભદ્રસુરિ “સંબધ પ્રકરણ” નામના પોતાના ગ્રંથમાં સારી રીતે આપે છે-ચિત્ય અને મઠમાં તેઓ વાસ કરે, પૂજા માટે આરતી કર, જિનમંદિર અને પૌષધશાળા -વ્યાખ્યાનમંદિર ચણાવે, મંદિરનાં દ્રવ્યને વજાત માટે ઉગ કરે, શ્રાવકે પાસે શાસ્ત્રની સૂમ વાત કહેવા–બતાવવાનો નિષેધ કરે, મુર્ત કાઢી આપે, નિમિત્ત બતાવે, રંગેલા સુગંધિત યા ધૂપિત વસ્ત્રો પહેરે, સ્ત્રીઓ સામે ગાય, સાધ્વીઓનું લાવેલું વાપરે, ધનને સંચય કરે, કેશલોચ ન કરે, મિષ્ટાહાર મેળવે -તાંબૂલ, ઘી, દૂધ વગેરે તથા ફળફૂલ અને સચિત્ત પાણી વાપરે, અનેક પાત્રાદિ, જોડા, વાહન, વસ્ત્રો, શમ્યા રાખે, કેડ પર કારણ વગર કટિવસ્ત્ર રાખે, તેલ ચળાવે, સ્ત્રીઓને પ્રસંગ રાખે, મૃતગુરુઓનાં દાહ સ્થળ પર પીઠે ચણ, બલિ કરે, જિનપ્રતિમાં વેચે, ગૃહસ્થનું બહુમાન રાખે, સ્ત્રીઓ સમક્ષ વ્યાખ્યાન આપે, પૈસાથી નાનાં બાળકને ચેલા કરે, વૈદુ મંત્રાદિ કરે, અનેક ઉજમણાં કરે, સાધુઓની પ્રતિમા– વ્રતવિશેષ ન પાળે ઈત્યાદિ.
૮૬. ગુજરાત, મેવાડ, મારવાડ, વઢીઆર, સૌરાષ્ટ્ર ઈત્યાદિ પ્રદેશોમાં ચિત્યવાસી સાધુઓને રાજ્યાશ્રય મળતાં તેઓ અમર્યાદ બની વધતા ગયા. પાટણમાં જૈનાચાર્ય શીલગુણસરિ અને દેવચંદ્રસૂરિના વાસક્ષેપથી સં. ૮૨૧ માં વનરાજ ચાવડાને રાજ્યાભિષેક થયો હોઈને વનરાજ ચાવડાએ એ બન્ને આચાર્યોને શિષ્ય પરંપરાના હકકમાં તામ્રપત્ર પર ફરમાન લખી આપ્યું કે – આ આચાર્યોને માનનારા ચિયવાસી યતિઓને સમ્મત મુનિરાજે જ પાટણમાં રહી શકે, બીજાઓ રહી શકશે નહીં.” ચાવડાઓના રાજય પ્રદેશમાં પણ આ ફરમાનની અસર પડી. પરિણામે સંવેગી સાધુઓ માટે તે પાટણનાં દ્વાર બંધ જ રહ્યાં, પરંતુ એમના રાજ્યપ્રદેશમાં પણ ચેત્યવાસીઓની ઈચ્છાઓને આધીન એમને રહેવું પડતું. એટલે હદ સુધી વાત પહોંચી કે ઉદ્યોતનસૂરિના શિષ્યોને કઈ ગામ કે નગરમાં સૂરિપદે સ્થાપવા માટે પણ
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com