________________
શ્રી આરાસતસૂરિ
૯૦. અંચલગચ્છપ્રવર્તક આર્ય રક્ષિતસૂરિને સમય અત્યવાસીઓનાં સામ્રાજયને સમય હતો. એ સમયમાં શિથિલાચારી ચિત્યવાસી સાધુઓના હાથમાં જ શાસનને દોર હ. અલબત્ત, વિહિત સાધુઓ તે વખતે નહોતા એવું તો ન હતું, પરંતુ એમનું વર્ચસ્વ નામશેષ જ રહ્યું. પ્રથમ આર્યનિયુરિના સમયમાં, તેમણે કરેલા ફેરફાર બહુધા વ્યવહારમાં નડતી મુશ્કેલીઓને અનુલક્ષીને જ હતા. જ્યારે અંચલગચ્છપ્રવર્તકના વખતમાં તે શિથિલાચારે પરિસ્થિતિને સંપૂર્ણ કબજો જમાવ્યો હોઈને, કોઈ પણ જાતની બાંધછોડ કર્યા વિના, વિલાસાભિમુખ થતા જતા બમણ સમુદાયને મૂળ માર્ગે વાળવા માટે આગમેક્ત સમાચારીની ઉદ્યપણું કરવાનો જ એક માત્ર માગ બાકી હતું, જે તેમણે અનુસર્યો. આર્ય રક્ષિતસૂરિ પહેલાંની ત્રણ વાચનાઓ
૯૧. આરક્ષિતસૂરિનાં જીવન પર આવતા પહેલાં ત્રણ વાચનાઓ સંબંધી જાણવું ઘણું જરૂરી છે. પહેલી પાટલિપુત્રી વાચના થઈ. વીર નિર્વાણ પછી ૧૬૦ વર્ષ આસપાસ નંદરાજના સમયમાં એક સમયે બાર વર્ષને મહાભીષણ દુકાળ પડતાં સધન નિર્વાહ મુશ્કેલ છે. કંડસ્થ રહેલું ધર્મસાહિત્ય લુપ્ત થવાને ભય જણાતાં સુકાળ આવ્યું મગધના પાટલીપુત્રમાં સંધ ભેગો થયો. સંઘને શ્રત વિષયે ચિન્તા થઈ કે જેની પાસે કેવો અને કેટલે અર્થ છે? આ સંઘમાં જેની પાસે કાંઈ ઉદ્દેશ, અધ્યયન આદિ સ્મૃતિમાં હતાં તે સર્વ એકત્રિત કરી અગિયાર અંગ સ્થાપિત કર્યા. આ પ્રસંગ જૈન ઇતિહાસમાં પાટલિપુત્રી વાચનાથી ઓળખાય છે. આચારાંગ આદિ: ૧૧ અંગે સંધાયાં અને બારમું દષ્ટિવાદ નામનું અંગ નાશ થયા જેવું લગભગ હતું, અને માત્ર આર્ય ભદ્રબાહુ જ તે વખતે ચૌદપૂર્વધર હતા. સંધ દષ્ટિવાદ નિમિત્તે કંઈક વિચાર કરવા લાગ્યો. ભદ્રબાહુ આ વખતે નેપાલ દેશમાં મહાપ્રાણ નામનાં ધ્યાનમાં હતા. તેમની પાસે સ્થૂલભદ્ર આદિ સાધુઓને “પૂર્વ' શીખવા સંધે મોકલ્યા. આ સર્વ ભદ્રબાહુના સ્વર્ગગમન વીરાત ૧૭૦ પહેલાં બન્યું. આમ શ્રી વીરના બીજા સૈકાથી જ શ્રતની છિન્નભિન્નતાની શરુઆત થઈ હતી. ઉકત મગધસંધથી ઘણું વ્યવસ્થામાં મૂકાયું, પણ વિશેષ છિન્નભિન્નતા થવાના પ્રસંગો ઉત્તરોત્તર આવતા ગયા. વીરાત ૨૯૧ વર્ષ રાજા સંપ્રતિના શાસનમાં આર્ય સહસ્તીના સમયમાં પણ બારવથી દુકાળ પડયો હતો. આવા મહા કરાલ દુષ્કાળને લીધે સ્મૃતિભ્રંશ—ખલના થાય, પાઠકવાચકે મૃત્યુ પામે ઈત્યાદિ કારણથી શ્રતમાં અનવસ્થા થાય તે સ્વાભાવિક છે.
૮૨. બીજી માથરી કે સ્કાદિલી વાચના થઈ. વીરાત ૮૨૭ થી ૮૪૦ ની વચ્ચે આ ઋન્દિલના સમયમાં વળી પાછો બારવથી ભીષણ દુષ્કાળ આ દેશે પાર કર્યો. આ દુષ્કાળનું વર્ણન નંદીસૂત્રની ચૂર્ણિમાં આપેલું છે કે બાર વર્ષને ભયંકર દુષ્કાળ પડ સાધુઓ અન્ને માટે જુદે જુદે સ્થળે વિહરતા ભૂતનું ગ્રહણ, ગુણન અને ચિન્તન ન કરી શક્યા. એથી તે શ્રત વિપ્રનષ્ટ થયું, અને જ્યારે ફરીવાર સુકાળ થયે ત્યારે મથુરામાં કંદિલાચાર્ય પ્રમુખ સંઘે મોટો શ્રમણ સમુદાય ભેગો કરી છે જેને સાંભર્યું તે બધું કાલિક શ્રત સંઘટિત કર્યું. આ દુષ્કાળે તે માંડમાંડ બચી રહેલ તે શ્રતની ઘણી વિશેષ હાનિ કરી, આ ઉદ્ધારને “માધુરી વાચના” કહેવાય છે.
૯૩. ત્રીજી વલભીવાચના થઈ. વીરાત દશમાં સૈકામાં પણ બારવણી દુષ્કાળે દેશ ઉપર પોતાનો વિકરાળ પંજો ચલાવ્યું. તે વખતે ઘણું બહુશ્નનોનાં અવસાન થવાં સાથે જે જીર્ણશીર્ણ શ્રત રહેલું હતું તે પણ બહુ જ છિન્નભિન્ન થયું. વીરાત ૯૮૦ વર્ષે એટલે કે વિ. સં. ૫૧૦ માં દેવદ્ધિક્ષમા પ્રમાણે વલભીપુરમાં સંધ એકત્રિત કરી જે જે યાદ હતું તે તે ત્રુટિત અત્રુટિત આગમના પાઠોને અનુક્રમે પોતાની બુદ્ધિથી સંકલિત કરી ગ્રંથારૂઢ ક્ય. લખવાનું ઘણું હતું અને મૂત્રમાં વારંવાર એક જ પાઠના આલાપ
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com