________________
શ્રી આર્યરક્ષિતસૂરિ
આ નામના બે યુગપ્રવર્તક પુરુષે
૮૭. જૈન ઇતિહાસમાં આરક્ષિતસૂરિ નામના બે યુગપ્રવર્તક આચાર્યો થઈ ગયા છે. પહેલા આર્ય રક્ષિતરિ તે વજસ્વામીના શિષ્ય અને ૧૯માં યુગપ્રધાન; બીજા અંચલગચ્છપ્રર્વતક. આ બને આચાર્યો ઈતિહાસ સર્જી ગયા છે. શિથિલાચારને દૂર કરવા માટે બન્નેએ કરેલાં કાર્યોમાં કંઈક અંશે સામ્ય પણ છે. એમના વખતની પરિસ્થિતિ પણ એ દૃષ્ટિએ સમજવા જેવી છે.
૮૮. પહેલા આરક્ષિતસૂરિના સમય સુધી સંયમપ્રવૃત્તિ નિરપવાદ હતી. સાધુઓમાં વસ્ત્ર-પાત્રને પરિગ્રહ પરિમિત હતે, એલપટ્ટાદિ જરૂરી ઉપકરણ યોગ્ય સમયમાં જ ઉપયોગમાં લેવાતાં હતાં. કલ્યાણવિજ્યજી પ્રભાવક ચરિત્રની પ્રસ્તાવનામાં આ મુદ્દા ઉપર વિસ્તારથી જણાવે છે કે... આમ છતાં પણ એટલું તે કહેવું પડશે કે સાધુઓમાં કંઈક શિથિલતા પ્રવેશવા લાગી હતી, અને તેથી આર્ય રક્ષિતજીને સમયને વિચાર કરી કઠોર નિયમો કંઈકે મંદ કરવા પડ્યા હતા; એનું એક ઉદાહરણ
માત્રક”—નાનું પાત્ર સાધુઓને રાખવાનો આદેશ સંબંધી છે. પૂર્વે એક સાધુને કેવલ એક જ પાત્ર રાખવાનું વિધાન હતું, પણ તેથી સાધુઓને કંઈક અડચણ પડતી હશે તેથી આ સૂરિએ સાધુઓને વર્ષાઋતુના ચાર માસ માટે તે પાત્ર ઉપરાંત એક “માત્રક” પણ રાખવાની આજ્ઞા આપી હતી. જુઓ વ્યવહાર સૂત્ર ૮ માં ઉદ્દેશકની ચૂર્ણિમાં તેનું વિસ્તૃત વર્ણન. આથી જણાય છે કે આર્ય રક્ષિતને સમય સંયમપ્રધાન હતું, છતાં કઈક સગવડતાને વિચાર પણ તે વખતે થતું હતું. આર્ય રક્ષિતને સમય અવનત્યભિમુખ હતું તેનું બીજું ઉદાહરણ સાધ્વીઓને આલોચના દેવાને અધિકાર રદ થવો તે છે, એટલે કે પૂર્વે સાધુઓ સાધુઓ પાસે અને સાધ્વીઓ સાળીઓ પાસે આવેચના-પ્રાયશ્ચિત લેવાની રીતિ હતી; પણ તેમના સમયથી સાધ્વીઓને એ અધિકાર રદ થયો અને તેમને પણ સાધુઓની પાસે આલેચના લેવાનું કર્યું. ત્રીજો અને સૌથી મોટો ફેરફાર આર્ય રક્ષિતના સમયમાં અનુયોગ પૃથકતને થયે. વજસ્વામી પર્વત ધર્મકથાનુગ, ચરણકરણાગ, દ્રવ્યાનુયોગ અને ગણિતાનુયોગ—એ ચારે અનુયોગો સાથે જ ચાલતા હતા; પણ અધ્યાપક વિધ્યની પ્રાર્થનાથી આર્ય રક્ષિતે આ ચારે અનુયેગે જૂદા કર્યા કે જે આજ સુધી તેવી જ રીતે જુદા છે”
૯. “આ બધાં પરિવર્તને જેવાં તેવાં નથી. આ પરિવર્તને જબરદસ્ત સંજોગોમાં કરવાં પડ્યાં હશે અને એ ઉપરથી તત્કાલીન પરિસ્થિતિ કેવી હશે તે જાણવું મુશ્કેલ નથી. ખરું જોતાં આર્યરક્ષિત એક યુગપ્રવર્તક પુરુ હતા. પ્રાચીન બમણુ સંસ્કૃતિને હાસ અને નવીન આચાર પદ્ધતિને પ્રારંભ આરક્ષિતના શાસનકાલમાં જ થવા માંડ્યો હતે એમ કહેવામાં ભાગ્યે જ વાંધા જેવું હેય.”
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com