________________
પ્રાર્થન
હેાય છે. મધ્યકાળમાં આ વહેમો યુરોપીય પ્રજામાં હતા તેના કરતાં વધારે ફાડા હિન્દી પ્રજામાં ઊતરી ગયા હતા એમ કદાચ લાગે છે. આ કારણે ચરિત્રો અને પ્રબંધની ઐતિહાસિક કિંમત કરવામાં મુશીબત પડે છે.
૮૪. ડૉ. બુદ્દલરનું વિધાન સંપૂર્ણ રીતે સ્વીકારી શકાય એમ નથી, તેમજ નકારી શકાય એમ પણ નથી જ. એક વાત સ્પષ્ટ છે કે એવી અસ્વીકાર્ય બાબતે, મેટી સંખ્યામાં ઐતિહાસિક વિપર્યાયા. કેટલીક દેવાયેલી હકીકતો અને ખુલનાએ, જેના સંબંધમાં આધારભૂત અન્ય સ્થળોએથી આપણે અંકુશ આણી શકીએ તે બાબતને લઈને પ્રબંધને ઉપગ કરતી વખતે આપણને ઘણું જ સાવધ રહેવું પડે તે ખાસ આવશ્યક છે. અલબત્ત, એવી બાબતોમાંથી એતિહાસિક ઇવનિ તો તારવવો જ જોઈએ, એના અંતનિહિત સત્ય અને રહસ્યને તો ઓળખવાં જ જોઈએ.
૮૫. માત્ર અંચલગચ્છની પટ્ટાવલીમાં જ નહીં, બધાયે ગાની પદાવલીઓમાં ચમત્કાર ભરેલી બાબતે ઠેક ઠેકાણે જોવા મળે છે. વિશુદ્ધ ઈતિહાસમાં ચમત્કારિક તેમજ અમાનુપિક ધટનાઓની કોઈ પ્રતા નથી. પરંતુ આપણા દેશના ઇતિહાસનું ઉપાદાન પ્રાય: ચમત્કારમય વર્ણનથી જ પરિપૂર્ણ બને છે. આપણું માનસિક અને બૌદ્ધિક સંસ્કાર પરાપૂર્વથી આવાં ચમત્કારમય વાતાવરણથી એટલા બધા ઓતપ્રોત બની ગયા છે કે આપણા કાઈ પૂર્વજ યા મહાપુના જીવનવૃત્તાંતમાં કોઈ ચમત્કારિક ધટના નિર્દેશ જે આપણને ન જોવા મળે, ન પ્રાપ્ત થાય તે આપણને એ વ્યક્તિઓના વૈશિષ્ટ્રમાં કોઈ વિશેષ શ્રદ્ધા જ ઉત્પન્ન થઈ શકતી નથી. એટલા માટે આપણે પૂર્વજોના ઇતિહાસના આલેખનમાં આપણને ડગલે ને પગલે આવા ચમત્કાર અલંકારનાં દર્શન થતાં રહે છે અને બુદ્ધિ અને વિચારશકિતને પ્રાહ ન હોવા છતાં પણ શ્રદ્ધા અને સંસ્કારને કારણે આપણને એમાં ભકિત રાખવાની ભાવના થતી રહે છે. અંચલગચ્છ દિગ્દર્શન–
૮૬. આટલાં પ્રાકકથન પછી આપણે અંચલગચ્છના ઇતિહાસ ઉપર દષ્ટિપાત કરીશું. આ દષ્ટિપાત કરતી વખતે આવી જ એક કપના આપણા દષ્ટિપથ પર રૂઢ થાય છે કે જેન સંધ એક વિરાટ વટ વૃક્ષ છે. તેનાં તોતિંગ થડમાંથી વેતાંબર અને દિગંબર એમ બે મુખ્ય શાખાઓ ઉદ્દભવી છે. એ શાખાઓમાંથી પણ ગચ્છો અને પટાગોની પ્રશાખાઓ ફૂટેલી છે. વટવૃક્ષ ભલે એક અને અખંડ હોય પણ એટલામાં જ એનું સામર્થ્ય સમાઈ જતું નથી. શાખા-પ્રશાખાના વિસ્તારમાં જ એનાં બળ અને રસની સાચી સાર્થકતા છે. જેન સંધ એ રીતે જૂદા જૂદા ગચ્છો–સંપ્રદાયમાં વિસ્તાર પામેલ હોઈ એ બધામાં એક જ પ્રકારનો રસ વહી રહ્યો છે. શાખા-પ્રશાખા પાંગરે અને હરીભરી બને એમાં જ વટવૃક્ષોની શોભા છે. વળી વિરાટ વૃક્ષનાં મૂળ જેટલાં ઊંડો એટલી જ એની શાખાઓ-પ્રશાખાઓ સુદઢ અને સબળ રહે. જન સંપરૂપી આ મહાકાય વટવૃક્ષની ગળો અને સંપ્રદાયની શાખા-પ્રશાખાઓ એક વખત પૂર્ણ કળાએ વિસ્તરેલી હતી. એની ડાળીએ : ળીએ પૂછે અને ફળાની બહાર જામેલી હતી. આજે એવી વસંત એમાંથી ન દેખાય તોયે આ શાસનના વૃક્ષની શાખાઓ શાખાએ, ડાળીએ ડાળીએ મહા પ્રભાવશાળR સપુની કીર્તિસુવાસ બહેકી રહી છે. સાવક સ્પર્ધા કરતી એની શાખાઓ અને ડાળીઓ પહેલાંની જેમ જ આજે ખૂલી રહી છે. આવી જ એક વાળીનું હવે આપણે દિગ્દર્શન કરીશું.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com