________________
૨૦
અંચલગચ૭ દિગદર્શન કેમ સંભવી શકે? આ ચારેય પટ્ટધરોને સમય જે ગણવામાં આવે તો વડગને સ્થાપના સંવત ૭૨૩ને બદલે ૯૯૪ જ આવીને ઉભો રહે. છે. નેસ કલાટ પણ તેમણે લખેલી અંચલગની પટ્ટાવલીમાં એ સંવત માન્ય રાખતાં જણાવે છે કે–The names of suris agree up to the 35th (or 38th) Uddyotanasuri with those given in the Tapa and Kharatara Pattavalis. Also in Anchala Pattavali Uddyotana's date is 1464 after Mahavir, or Vikram-Samvat 994 ( See ante, XI 2539, n. 35), in which year Sarvadt vsuri one of Uddyotana's 84 pupils, was installed as the 36th Suri of the Anchalagachcha. The latter's successor was the 37th Padmadeva Suri, likewise one of Uddyotana's 84 pupils and the first peculiar to the Anchalagachcha.
૮૨. આમ પૂર્વાપર સંબંધ ધરાવતા પ્રસંગો, પટ્ટાવલીમાં દર્શાવેલી ગુરુપરંપરા તથા અંચલગચ્છની અન્ય પદાવલીઓમાંથી પ્રાપ્ત થતાં અતિહાસિક પ્રમાણેને આધારે સિદ્ધ કરી શકાય છે કે અંચલગચ્છની પટ્ટાવલીમાં જણાવેલા ઉદ્યોતનસૂરિ એ જ વડગછના સંસ્થાપક હતા તથા અંચલગચ્છની પૂર્વપરંપરા વડ ગચ્છમાંથી જ છે. અલબત્ત, દેવાનંદગ, કાસદગચ્છ વગેરેમાં પણ સમાન નામ ધારણ કરનાર લગભગ સમકાલીન બીજા પણ ઉદ્યોતનસૂરિ નામના આચાર્યો થયેલા જણાય છે. સમાન નામની બ્રાંતિથી તે સર્વને એક માની લેવા ન ઘટે–એ પ્રાસંગિક સૂચન છે. ચમત્કારિક પ્રસંગે અને લોકકથાઓ.
૮૩. પદાવલીમાં જનભૂતિ, લોકકથાઓ કે કિવદન્તિને પણ સ્થાન હોય છે. તેમાં ચમત્કારિક પ્રસંગો પણ વણાયેલા હોય છે. ડૉ. બુઠ્ઠલર આવા સાહિત્ય માટે લખે છે કે–આ ચરિત્રો અને પ્રબંધ લખવાનો હેતુ એ હોય છે કે જે કેમ કે જે મતના તે હેય તેને ઉચ્ચ સ્થાન આપવું, જૈનધર્મની મહત્તા અને સત્તા સંબંધમાં તેમને પ્રતીતિ કરાવવી, સાધુઓને પ્રવચન કરવા માટે સુંદર વ્યાખ્યાન પ્રથા પૂરા પાડવા અને જ્યારે તેને વિષય તદ્દન વ્યવહારિક હેાય ત્યારે જાહેર પ્રજાને સુંદર ગમ્મત પૂરી પાડવી. આવા પ્રકારની પદ્યકૃતિઓ હમેશ બ્રાહ્મણોનાં સાહિત્યના નિયમ પ્રમાણે તૈયાર કરવામાં આવતી હતી અને તેમાં લેખકની કાવ્ય ચમત્કૃતિ અને વિદ્વત્તા બતાવવા પ્રયત્ન થતો. ગ્રંથના લેખકે આ દષ્ટિબિન્દુ ધ્યાનમાં રાખીને ગ્રંથ લખવાનું શરૂ કરે ત્યારે સ્વાભાવિક રીતે છૂટા રસમય બનાવોના સંગ્રહરૂપે જ પિતાને ગ્રંથ બનાવે અને તે દ્વારા પિતાને ઉદ્દેશ પાર પાડે અને તેથી તેઓ પૂર્વકાળના બનાવોના મુદાસર હેવાલ કે જીવનચરિત્ર આપવા કરતાં. ઉક્ત પ્રકારના સંગ્રહગ્રંથો બનાવવા તૈયાર થાય. આવા લેખકે પોતાની કૃતિઓમાં ઝપાટાબંધ કૂદકા મારીને આગળ વધતા જાય છે અને ઘણી વખત ખાસ અગત્યના પ્રસંગો ' તદન અંધારામાં રાખે છે. એની સાથે જ તેઓ જે હકીકત પૂરી પાડે છે તેમાં જે કેમ અથવા મતના તેઓ હોય છે તેની ઈરાદાપૂર્વક આલેખાયેલી ભાતની અસર તેમની કૃતિ ઉપર જણાઈ આવે છે અને બીજી કેટલીક જગ્યાએ કવિની અતિશયોક્તિના ઉપયોગથી કૃતિને વધારે લહેજતદાર કરવાની રીતિ પણ ઘણી જગ્યાએ અભિવ્યક્ત થાય છે. ચરિત્રો અને પ્રબંધની અતિહાસિક કિંમત આંકવામાં આપણને એક બીજી પણ મુશ્કેલી નડે છે અને તે એ કે એ લેખકે એ પિતાની હકીકત ક્યા મૂળથી લખી છે તેની પ્રાપ્તિ થઈ શકતી નથી. ઘણું ખરું એનું મૂળ પરંપરાથી ચાલી આવતી કર્ણોપકર્ણ સાંભળેલી કથાઓ અથવા તે ભાટની કિંવદન્તિઓમાં હોય છે અથવા આશ્ચર્યકારક ઘટના યા આશ્ચર્યકારી વહેમની શ્રદ્ધામાં
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com