________________
પ્રાકથન
૧૯
ચોર્યાસી શિબોને એકી સાથે આચાર્યપદ આપ્યું અને તેમને શિષ્ય પરિવાર વગચ્છનાં નામથી પ્રસિદ્ધ થયો.
૭૭. હકીકતમાં સં. ૨૩ માં નહીં પરંતુ ૯૯૪ માં જ ઉકત ઘટના બની છે. આમ એક જ પ્રસંગ માટે ૨૭૧ વર્ષનો તફાવત એ પદાવલીમાં છે. “ શતપદી ભાષાંતર ” માં છેલ એ સંવત ૯૨૧ જણાવેલ છે, પરંતુ ઉકત ધટના સંવત ૯૯૪ માં જ બની હોવાનું નિદાન સ્વીકારે છે. મેરૂતુંગમૂરિને નામે પ્રસિદ્ધ થયેલી અંચલગચ્છની પદાવલીમાં એ સં. ૭૨ ૩ દર્શાવેલ હાઈને ઘણી જ ગેરસમજ તિઓ ફેલાવા પામેલ છે. આ સંવત ઉપર આધાર રાખીને ત્રિપુટી મહારાજ નીચેના નિર્ણય ઉપર આવ્યા.
૮. “ ઉદ્યોતનસુરિ સંખેશ્વર ગચ્છના આચાર્ય હતા. તેઓ વિ. સં. ર૩ માં વિદ્યમાન હતા. અચલગરની પદાવલીમાં તેમને સં. ૭૦ ૦ માં થયેલ આ. રવિપ્રભની પરંપરાના ચોથા પટ્ટધર બતાવ્યા છે, તેમને વડગચ્છના સ્થાપક દર્શાવ્યા છે અને સંવત ૨૩ ને બતાવ્યો છે, એ વાત બરાબર નથી. આ આચાર્ય શંખેશ્વરગચ્છના ચિત્યવાસી હતા. જ્યારે વડગચ્છના આચાર્ય વિહસક શાખાના સંવેગી આચાર્ય હતા, જેઓ સં. ૯૯૫ માં થયા હતા. એટલે એ બન્ને આચાર્યો જુદા જુદા હતા. આ આચાર્યની પરંપરામાં થયેલા શંખેશ્વર, લોહિયાણ, નાણા, નાડોલ, વલભી વગેરે ગરછના આચાર્યોના મઠો સંભવતઃ ચંદ્રાવતીમાં હતા...વડગછના મુખ્ય આચાર્ય સર્વ દેવ ઉપર્યુકત સર્વદેવથી જૂદા આચાર્ય હતા.”—જેન પરંપરાને ઈતિહાસ, ભા. ૨, પૃ. ૫૦૫-૬.
૯. આગળ પાછળના પ્રસંગે પ્રત્યે ઉપેક્ષા દાખવી કે તેમાં સમાયેલાં ઐતિહાસિક તત્વ પ્રત્યે દુર્લક્ષ સેવી, માત્ર એક પટ્ટાવલીના સંવતના આંકડાને જ ચુસ્ત રીતે વળગી રહીને ત્રણસો ચારસો વર્ષ પાછળની વ્યક્તિઓને આગળ ઘસડી, સંવેગી આચાર્યોને ચિત્યવાસી ઠરાવી, એટલું જ નહીં પરંતુ એમનાં ગચ્છ અને ગુરુપરંપરાને સુદ્ધા અસ્ત-વ્યસ્ત કરી, અસંબદ્ધ પૂર્વાપરતા સાથે સંજોગોને મારી મચડીને એક બીજાને સાથે પરાણે જોડી દઈને તેમને જાદી જ વ્યક્તિ તરીકે ઈતિહાસને પાને ચીતરવાને ત્રિપુટીમહારાજે અનીષ્ટ પ્રયત્ન કર્યો છે અને તેનું સમર્થન કરતાં ઘણું અસંગતતા ઊભી કરી છે. પદાવલીઓમાં જણાતા કાલભેદનું તેમણે સૂક્ષ્મ રીતે નિરીક્ષણ કર્યું હોત તો તેઓ આવી ભયંકર ભૂલ કરવાની પ્રેરાત.
૮૦. પ્રાચીન પ્રસંગો માટે પદાવલીઓમાં ગુપ્ત, વલ્લભી, વહીવંચા-ભાટ કે ચિત્રવાસી સંવતને ઉપગ થતું. અહીં, મુનિ યંતવિજયજીએ ઉક્ત પટ્ટાવલીમાં વપરાયેલા આવા સંવતનો કે સંભાળપૂર્વક ઉપયોગ કર્યો છે તેને નિર્દેશ પ્રસ્તુત બને છે. સર્વદેવસૂરિએ સં. ૭૨૩ માં શંખેશ્વરતીર્થમાં લહિયાણના રાજા વિયવંતને ઉપદેશ આપી જેન બનાવ્યાની હકીકત અંચલગચ્છની ઉકત પદાવલીમાં નોંધવામાં આવી છે. આ સંવતને વિક્રમ સંવતમાં રૂપાંતર કરવા તેમણે “ શંખેશ્વર મહાતીર્થ ' નામના પુસ્તકમાં ૩૦૦ વર્ષનો તફાવત નકકી કરી એ પ્રસંગને સં. ૧૦૨૩ માં ઠરાવ્યો.
૮૧. અંચલગરછની અન્ય પદાવલીમાં વડગછની સ્થાપના સં. ૯૨૧ માં થઈ હોવાનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે એ આપણે જોયું. મહેન્દ્રસિંહસૂરિ રચિત શતપદી-જે અંચલગચ્છની સમાચારી તથા તેના ઇતિહાસ માટે અત્યંત પ્રમાણભૂત અને સૌથી પ્રાચીન ગ્રંથ છે, તેમાં પણ અંચલગચ્છની ઉત્પત્તિ વડગચ્છમાંથી થઈ તે વિષયક વિસ્તૃત અતિહાસિક વર્ણન છે જ. તે પછી ત્રિપુટી મહારાજે અંચલગચ્છની ઉત્પત્તિ વગરછમાંથી ન થઈ હોવાનું કેમ સ્વીકાર્યું હશે, એ એક આશ્ચર્યપ્રદ હકીકત છે !! અંચલગચ્છની પદાવલીમાં યશોદેવસૂરિના સમયમાં વનરાજ ચાવડાએ અણહિલપુર પાટણ વસાવ્યું એવો ઉલ્લેખ છે. પાટણ વસ્થાને સંવત ૮૦૨ મનાય છે. તે પછી યશોદેવસૂરિ પછીના ચોથા પટ્ટધરનો સમય સં. ૭૨૩ માં
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com