________________
અંચલગચ્છ દિ દર્શન
૭૨. પદાવલીઓમાં કાલભેદ અનેક જગ્યાએ નીરખાય છે. કલ્યાણવિજયજીના મતાનુસાર આય સુહસ્તી તથા વજીસ્વામીની વચ્ચે કાલગણનામાં ૧૩ વર્ષ ઓછાં થવાં જોઈએ; એટલે કે સ્વામીને ૫૮૪ ને બદલે ૫૭૧ ને તથા વજસેનને ૬૨૦ ને બદલે ૬ ૦૭ ને નિર્વાણુસંવત એમના મતાનુસાર થાય. આ વિષયમાં એમણે “વીર નિર્વાણ ઔર જેન કાલગણના” નામના નિબંધમાં વિદત્તાયુક્ત પ્રકાશ પાડેલ છે.
૭૩. મોહનલાલ દેસાઈ “જૈન ગૂર્જર કવિઓ” ભા. ૨. પૃ. ૬૭ર માં નોંધે છે કે ખરતરગચ્છની પદાવલીમાં સુસ્થિતના મરણ અને વિક્રમાદિત્ય વચ્ચેના ૧૫૭ વર્ષના આંતરામાં ૧૩ થી ૧૫ નંબરના ઉપરોકત ત્રણ આચાર્યો થયા. વજના સ્વર્ગવાસથી અને દેવદ્ધિના વચ્ચે ૪૦૦ વષને સમય ૧૭ થી ૨૪ નંબરના ઉપરોક્ત આઠ આચાર્યોએ લીધે, અને દેવદ્ધિ અને ઉદ્યોતન વચ્ચેના ૫૫૦ વર્ષોને કાલ ઉપરોક્ત ૨૫ થી ૩૮ નંબરના ચૌદ આચાર્યોએ લીધે. આ ગણત્રીમાં સ્પષ્ટ રીતે મેટા ગાબડાં (Gaps ) 8.”
૭૪. વિક્રમ સંવત અને શકસંવત અંગે પણ વિદ્વાનોમાં મતભેદ છે. ભગવાન મહાવીર અને વિક્રમાદિત્ય વચ્ચે ૪૭૦ વર્ષનું અંતર છે એ નિશ્ચય કરવામાં આવ્યો છે, પરંતુ અન્ય મતાનુસાર એ અંતર ૪૧૦ વર્ષ હોવાનું મનાય છે. પ્રાચીન ગ્રંથોમાં આ અંગેના ઘણાં પ્રમાણ પ્રાપ્ત થાય છે. કર્ણ રાજાના શાસનમાં અણહિલવાડ નગરમાં સ. ૧૧૪૧ માં નેમિચંદ્રસૂરિએ રચેલ પ્રાકૃત વીરચરિત્રમાં મહાવીર સ્વામીના મુખથી ભવિષ્યવાણી તરીકે સૂચન કર્યું છે કે –“મારું નિર્વાણ થયા પછી ૬૦૫ વર્ષ અને પાંચ માસ જતાં શક રાજા થશે. ” મહાવીર નિર્વાણ પછી ૪૭૦ વષે વિક્રમ અને તે પછી ૧૩૫ વર્ષે શક સંવતનું સૂચન એમાંથી મળે છે. માલધારી હેમચંદ્રસૂરિના પટ્ટધર વિજય હેમસૂરિએ સં. ૧૧૯૧માં સિદ્ધરાજના રાજ્ય સમયમાં ૧૪૪૭૧ શ્લેક પરિમાણનું એક બીજું ધર્મોપદેશ ભાલ વિવરણ રચેલું છે, તેમાં કાલકાચાર્યની પ્રાકૃત કથામાં શકકાલ જાણવા માટે પ્રાસંગિક સૂચન છે, તેમાં પણ એવા આશય સૂચવાયેલ છે –“તે (માલવરાજ વિક્રમાદિત્ય)ના વંશને ઉપાડીને ફરી પણ શક રાજા ઉજેણી નામની શ્રેષ્ઠ નગરીમાં થયો, જેના પદપંકજને સામતે પ્રણામ કરતા હતા, જેણે વિક્રમ સંવત ૧૩પ વ્યતીત થયા પછી વિક્રમ સંવતનું પરિવર્તન કરી પિતાને સંવત્સર સ્થાપ્યો હતો.” સકકાલ જાણવા માટે એ પ્રાસંગિક કહેવામાં આવ્યું છે.
૭૫. અંચલગચ્છની પદાવલીમાં પણ આવા કાલભેદ અનેક જગ્યાએ જણાય છે. ગુજરાતી કાર્તિકાદિ, મારવાડી ત્રાદિ અને કચ્છી આધાઢિ સંવતને તેમાં અનેક જગ્યાએ ઉપયોગ થયો હોઈને તે સંવતનું અંતર અનેક ગુંચવાડાઓ ઊભા કરે છે. આ અંગે પ્રસંગોપાત વિચાર કરીશું, પરંતુ પદાવલીમાં વડગ૭ને સ્થાપના સંવત ૭૨૩ દર્શાવાયો છે, એ કાલભેદને મોટામાં મોટે દાખલ છે. સામાન્ય તફાવત વિષે અહીં ચર્ચા ન કરતાં આ અગત્યના કાલભેદ ઉપર જ વિચારણું કરવી અહીં ખાસ જરૂરી બને છે.
૭૬. મેરૂતુંગમુરિને નામે પ્રચલિત થયેલી અંચલગચ્છની સંસ્કૃત પટ્ટાવલીમાં આવતા પટ્ટભેદ સંબંધમાં આપણે ચર્ચા કરી ગયા છીએ. એ પદાવલીમાં મુનિતિલકસૂરિનું નામ પટ્ટધર તરીકે ન હોઈને આર્ય રક્ષિતરિને પટ્ટકમ ૪૭ મો દર્શાવવામાં આવ્યો છે. તેમજ તેમના ગુરુનું નામ જયસંઘસૂરિ છે, પરંતુ આપણે સિદ્ધ કરી ગયા કે મુનિતિલકસૂરિ પટ્ટધર હતા, આયરક્ષિતસૂરિ ૪૮ માં પટ્ટધર થયા અને એમના ગુરુનું નામ જયસિંહરિ હતું. એજ પદાવલીમાં ઉકત કાલભેદ આવે છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે ઉદ્યોતનસૂરિએ આબુ પર્વત પર રેલી નામનાં ગામની નજીકમાં વિશાળ વટવૃક્ષ નીચે સં. ૭૨૩માં પિતાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com