________________
પ્રાકથન
श्री अंचलगच्छे श्री वीरावष्टचत्वारिंशत्तमेपट्टे श्री पावकगिरौ श्री सीमंधरजिनवचसा श्री चक्रेश्वरी दत्तवराः सिद्धांतोक्तमार्गप्ररूपकाः श्री विधिपक्षगच्छ संस्थापकाः श्री आर्यरक्षितसूरय ॥१॥
અમ ઉકીર્ણિત લેખે પણ આ મુદ્દા ઉપર પ્રકાશ પાથરે છે.
૬૮. પદાવલીઓ. થે, શિલાલેખ ઉપરાંત ગ્રંથપ્રશસ્તિઓમાં પણ આવા પ્રમાણોની કમી નથી. મુનિ લક્ષ્મીચંદ્રના શિ૧ મુનિ લાવણ્યચંદ્ર સં. ૧૭૩૪ માં રોહીમાં રહીને રચેલ “સાધુવંદના” નામની પદ્યકૃતિમાં આ પ્રમાણે પ્રશસ્તિ છે–
સવિહિત તિલક સેહમ ગણધરથી અડતાલીસમિં પાટિજી;
આરિજરક્ષિતસૂરિ પરમ ગુરુ વિધિ પક્ષ ઉપમા ખારિજી. આમ બધાયે પ્રમાણોથી સિદ્ધ થાય છે કે આરક્ષિતરિ અંચલગરછના ૪૮ માં પટ્ટધર હતા અને એમના ગુરૂં નામ જયસિંહસર હતું.
૬૮. કાલગણનાની દૃષ્ટિએ પણ આ મુદ્દો વિચારણીય છે. પં. હીરાલાલ હ. લાલન પણ પ્રાચીન હસ્તપ્રત તપાસીને ઉકત નિર્ણય ઉપર જ આવ્યા. વધુમાં તેમણે મુનિતિલકસૂરિને સૂરિપદ સંવત ૧૧૦૨ નોંધ્યો છે. એમના ગુરુ વીરચંદ્રને સૂરિપદ સંવત ૧૦ 51 તથા મુનિતિલકરિના શિષ્ય જયસિંહસૂરિને સૂરિપદ સંવત ૧૧૧૩ સ્વીકાર્યો છે. હવે જે મુનિતિલકસૂરિને પધર તરીકે ન સ્વીકારવામાં આવે તે એમના પૂરગામી અને અનુગામી પધરાના આચાર્યપદ સંવત ૧૦૭૧ અને ૧૧૩૩ વચ્ચે ન સ્વીકારી શકાય એ સમયના લાંબે ગાળે બને છે, જે કાલગણનાની દૃષ્ટિએ જ અસ્વીકાર્ય કરે છે. આ ઉ૫રથી મુનિતિલકસૂરિ અંચલગચ્છના પદધર હતા જ એ મુદ્દાને વધુ પુષ્ટિ મળે છે.
૭૦. મેરૂતુંગરિની પદાવલીમાં મુનિતિલકસૂરિને પટ્ટધર તરીકે સ્વીકારવામાં ન આવ્યા હોય, પરંતુ એ પટ્ટાવલીમાં સ્પષ્ટ નિર્દેશ છે કે વીરચંદ્રસૂરિએ તેમને ઉપાધ્યાય પદ આપ્યું હતું, પરંતુ તેઓ ત્યાંથી જુદા વિચરીને પાટણ ગયા. ત્યાં તેમના સંસાર પક્ષના એક ધનવાન કાકાએ મહત્સવ પૂર્વક તેમને નગર પ્રવેશ કરાવ્યો. ત્યાં તેમણે પોતાની મેળે જ સૂરિપદ અંગીકાર કર્યું. એમનો શિષ્ય પરિવાર તિલકશાખાથી પ્રસિદ્ધ થયો. આ ઉપરથી એમ પણ માની શકાય છે કે વૈમનસ્યને લીધે કે પછી તેઓ અલ્પાયુ હોઈને તેમને પટ્ટધર તરીકે દર્શાવવામાં ન આવ્યા હોય એ સંભવિત છે. કાલભેદ
૭૧. આપણે જોઈ ગયા કે પદાવલી એ જેને ઈતિહાસનું વિશિષ્ટ પ્રકારનું અંગ છે. એમાં પદધરોનાં જીવનનો ઈતિહાસ તેમ જ ગરછ સંબંધી માહિતીઓ હોય છે. પદાવલી લખવાની શરૂઆત વિક્રમની બીજી સહસ્ત્રાબ્દીમાં થઈ હોવાથી તેમાં કાલભેદ પટ્ટભેદથીયે વિશેષ જણાય છે. પહેલાંના સમયમાં લખવાની અપેક્ષાએ સ્મૃતિના આધાર પર જ અધિક કામ ચાલતું હતું. આથી પટ્ટાવલીઓમાં જેમને જે
સ્મરણ હતું તે લખતા ગયા. આમ અનેક પાઠાંતર અને વૈષમ્ય વધતાં જ રહ્યાં. પાછળની સ્પધીએ પઢાવેલી લેખનમાં કાંઈક અંશે વિકૃતિ આણી. પરિણામે અનેક અસંભવિત અને અસંબંધિત વાતને પદાવલીમાં પ્રવેશ થતો ગયો. કાલભેદ માટે પદાવલીનું ચરિતાનુયોગી લક્ષણ પણ વિશેષ જવાબદાર હોય એમ લાગે છે. પાવલીઓમાં ચરિત્રનાયકનાં પ્રશસ્ત જીવન કાર્યો, યાત્રાનાં વર્ણને, મંદિરોની સ્થાપના તેમજ જીર્ણોદ્ધાર, અમારી ઘોષણાઓનાં જવાક્યો, દીક્ષા ઉત્સવો, શાસનને ઉદ્યોત ઈત્યાદિ ઘટનાત્મક વસ્તુને પ્રાધાન્ય મળ્યું હોઈ તેમાં કાલક્રમ ઘણી જગ્યાએ ખલિત થાય છે.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com