________________
१३
ચલગચ્છ દિગ્દર્શન પદી ભાષાંતર” ના અંતમાં આપેલી પટ્ટાવલીમાં પણ મુનિ તિલકસૂરિને પટ્ટધર તરીકે ગણાવ્યા છે. તેમજ આર્યરક્ષિતસૂરિના ગુરુનું નામ જયસિંહસૂરિ આપ્યું છે.
૬૬. ડે. ભાંડારકરે રજૂ કરેલી પટ્ટાવલીમાં મુનિતિલકરિને પટ્ટધર તરીકે ગણાવવામાં આવ્યા છે. આર્ય રક્ષિતસૂરિને એમાં ૪૮ મો પટ્ટક્રમ છે તથા એમના ગુરુનું નામ પણ જયસિંહસૂરિ છે. આર્ય રક્ષિતસૂરિને પ્રચલિત રીતે ૪૭મા પટ્ટધર તરીકે ઓળખાવવામાં આવતા હેદને ડો. નેસ ક્લાટ પણ આ મુદ્દા ઉપર દ્વિધામાં પડી ગયેલા કે ડો. ભાંડારકરની પદાવલીમાં મુનિતિલકસૂરિનું નામ પટ્ટધર તરીકે છે તે પ્રચલિત પટ્ટાવલીમાં એમનું નામ પટ્ટધર તરીકે કેમ નથી ? આ બાબત ડે. ક્લાટે આત્મારામજી મહારાજને પત્ર દ્વારા પૂછાવ્યું, જેને જવાબ તેમને ડે. હોનલે દ્વારા પ્રાપ્ત થયો. તેમાં આત્મારામજી મહારાજે જણાવ્યું કે સર્વદેવસૂરિના સમયમાં આઠ શાખાઓ અસ્તિત્વમાં આવી, જેમાંની એક પરંપરા આ પ્રમાણે છે–સર્વદેવસૂરિ, પદ્મદેવસૂરિ, ઉદયપ્રભસૂરિ, પ્રભાનંદસૂરિ, ધમચંદ્રસૂરિ, વિનયચંદ્રસૂરિ, ગુણસમુદ્રસૂરિ, વિજયપ્રભસૂરિ, જયસિંહસૂરિ, નરચંદ્રસૂરિ, વિજયચંદ્રસૂરિ, આયરક્ષિતસૂરિ. આ ઉપરથી ડે. ક્લાટ એવા નિર્ણય ઉપર આવ્યા કે જેમ આર્ય રક્ષિતસૂરિનું દીક્ષા પર્યાયનું નામ વિજયચંદ્ર હતું તેમ કદાચ છે. ભાંડારકરે રજૂ કરેલી પટ્ટાવલીમાં મુનિતિલક એ નામ જયસિંહસૂરિની દીક્ષા વખતનું હશે. મુનિ શબ્દ ઉપરથી અથવા તે પટ્ટક્રમ મેળવી દેવાની ઉતાવળમાં ડે. ક્લાટ આવા ભૂલભરેલા નિર્ણય ઉપર આવી ગયા! ડે. કલાટ “ઈન્ડિયન એન્ટીકરી ', પુસ્તક ૨૩, “પટ્ટાવલી ઓફ ધી અંચલગચ્છ', એ નામના પ્રકરણમાં નોંધે છેઃ
Bhandarkar, Report, 1883-4, P. 321 has the following succession : Uddyotana, Sarvadev, Padmadev, Udayaprabha, Prabhananda, Dharmachandra, Sumanchandra, Gunachandra, Vinayaprabha, Narachandra, Virchandra, Munitilaka, Jayasinha, Aryarakshit.
Merutunga, preface, P. 10 has: Uddyotana, Sarvadeva (Note: Dhana palh Vi. 1029), Padmadeva, Udayaprabha, Narachandra. Srigunasuri, Vijayaprabha, Narchandra, Virachandra, Aryarakshita.
Atmaramji's list communicated to me in a letter from Dr. Hoernle, makes the following statement: 'In the time of Sarvadevasuri there arose eight Sakhas-Sarvadeva, Padmadev, Udayaprabha, Prabhananda, Dharmachandra, Sri Vinayachandra, Gunasamudra, Vijayaprabha, Jayasinha, Narachandra, Vijayachandra, Aryarakshita.'
વિજયચંદોપાધ્યાય એ નામ ઉપરની પાધિમાં ડે. ક્લાટ જણાવે છે કે :
This explains the last error in Atmaramj's list (Vijayachandra instead of Virchandra), So it might be that also Bhandarkar's 'Munitilaka' is simply a juvenile name of 46. Jayasinha.
૬૭. મંત્રી બંધ કુરપાલ–સોનપાલે આગ્રામાં બંધાવેલા જિનપ્રાસાદના સં. ૧૬૭૧ ના શિલાલેખમાં પણ આર્યરક્ષિતસૂરિને પદક્રમ ૪૮ મો દર્શાવાયું છે–
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com