________________
પ્રાકથન
૧૫
જાણે મોક્ષની વાટ.” એમણે ૪૬મા પટધર તે ગણાવ્યા પરંતુ આર્ય રક્ષિતરિ પહેલાના ૪પ પધરોનાં નામ તો ગણવ્યા નહીં, જેને આધારે આપણે જાણી શકીએ કે તેઓ કયાં જુદા પડે છે. સદભાગ્યે
રિનો પદકમ ; દ મો આપી દીધો છે– છત્રીસમે પાટે થયા. સર્વ દેવ સરિંદ, તેને વડતલે સૂરિપદ, ગુએ દીધ આનંદ.” આ ક્રમાંક અંગે બધી જ પટ્ટાવલીઓ સહમત હેઈને ૩૬ મા પટ્ટધર સુધી ક્રમ તે બરાબર રહે છે. પરંતુ પછીના પટ્ટધરની નામાવલી એમણે આપી નથી એટલે તેઓ ક્યાં જુદા પડે છે તે ચેસ રીતે કહેવું અશક્ય છે પરંતુ એ અંગે અનુમાન તે કરી જ શકાય છે.
૬૨. મુનિ જિનવિજયજી સંપાદિત ઉક્ત “વીર વંશાવલી” આ મુદ્દા ઉપર કાંઈક પ્રકાશ પાથરે છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે “વડગ૭ બિસ્ટધારક શ્રી ઉદ્યોતનસૂરિ, તેની પાટી શ્રી સર્વદેવમુરિ, તેના લઘુગુ ભાઈ આ પદ્ધદેવસૂરિ ૧. તેના શિષ્ય ઉદયપ્રભસૂરિ ૨. ધર્મચંદ્રસુરિ ૩. વિનયચંદ્રસૂરિ ૪. ગુણસાગરસૂરિ ૫. વિજયપ્રભસૂરિ ૬. તેના નરચંદ્રસુરિ છે. તેના શ્રી વીરચંદ્રસૂરિ ૮. તેના શિષ્ય આ. શ્રી જયસિંહમુરિ” તથા તેમના શિષ્ય, આયરક્ષિત મૂરિ.
૬૩. “વીર વંશાવલી” ના કર્તા અજ્ઞાત છે, તેમજ તેમની કૃતિને રચના સંવત પણ પ્રાપ્ય નથી. પરંતુ તેમાં આલેખાયેલી ઘટનાઓને આધારે મુનિ જિનવિજયજીએ તેને રચના સંવત ૧૮૦૬ પછી કરાવ્યો છે. તે ઉપરથી સ્પષ્ટ છે કે તેના કર્તા ઉદયસાગરસૂરિ તથા દર્શનસાગરજીના સમકાલીન હતા. ૩૬ મા પટ્ટધરને ક્રમાંક એમને સ્વીકાર્ય હોઈને જો ઉપરોક્ત પટ્ટધરોનાં નામ ઉમેરવામાં આવે તે આરક્ષિતસૂરિન કમ ૪૬ મો આવે છે. આ પાવલીની નામાવલી એમણે સ્વીકારી હોય અને એ રીતે એમણે આર્યરક્ષિતસૂરિને પટ્ટકમ ૪૬ મે આપ્યો હોય એ શક્ય છે; પરંતુ તેમાં પ્રભાનંદસૂરિ અને મુનિતિલક સૂરિનાં નામનો સમાવેશ ન હોઈ તે તે ક્રમ અસ્વીકાર્ય કરે છે, કેમકે મુનિતિલકસૂરિનાં નામને બાજુએ રાખીએ તે પણ પ્રભાનંદસૂરિને પટ્ટધર તરીકે સ્વીકારવામાં બધી જ પટ્ટાવલીઓ સંમત છે.
૬૪. મેરૂતુંગમુરિને નામે પ્રસિદ્ધ થયેલી અંચલગચ્છની સંસ્કૃત પટ્ટાવલીમાં આયરષિમુરિને પરમ ૪૭મો દર્શાવવામાં આવ્યો છે. આ પટ્ટાવલીમાં મુનિતિલકસૂરિન પદધર તરીકે સમાવેશ ન હોઈને આરક્ષિતસુરિને પટ્ટક્રમ ૪૭મો આવે છે. આ રીતે મુનિતિલકસૂરિ પટ્ટધર હતા કે નહીં એ નિર્ણય ઉપર જ આ પ્રશ્ન અવલંબે છે. પ્રાચીન પ્રમાણે મુનિતિલકસૂરિને પટ્ટધર તરીકે સિદ્ધ કરતા હોઈને આર્યરક્ષિતસૂરિને ૪૮ * મો પટ્ટકમ ચેસ થાય છે. આ વિષયમાં ચેડાંક આનુષંગિક પ્રમાણોની વિચારણા જરૂરી છે.
૬૫. અંચલગચ્છના ૬૪ મા પટ્ટધર ભાવસાગરસૂરિ રચિત ગુર્નીવલીમાં મુનિતિલકસૂરિનાં નામને પટ્ટધર તરીકે નિર્દેશ છે –
સિરિ વિજયપહસૂરી નરચંદે વીરચંદ મુનિતિઓ,
તો સિરિ જયસિંહો વડગણ પદ્ધેય મૂરિ ધરે. ૩૬ અહીં બીજી નોંધવા જેવી વાત એ છે કે મેરૂતુંગરિને નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાવલીમાં આરક્ષિતસૂરિના ગુનું નામ જયસંધસૂરિ છે, જ્યારે આ પ્રાકૃત ગુર્નાવલીમાં તેમજ ઉપરોકત “વીર વંશાવલી” માં જયસિંહસૂરિ છે. મહેન્દ્રસિંહસૂરિ કૃત શતપદીમાં પણ એમના ગુરુનું નામ જયસિંહસૂરિ છે. આપણે જોઈ ગયા કે અંચલગચ્છના પ્રાચીન ગ્રંથોમાં શતપદી સૌ પ્રથમ હોઈને ખૂબ જ પ્રમાણભૂત છે. “ શત
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com