________________
૧૪
અચલગચ્છ દિગ્દર્શન વહીઓ પ્રાપ્ત થતી હોઈને અંચલગચ્છના ઈતિહાસ ઉપર વિશેષ પ્રકાશ પાડી શકાય છે. પંડિત હીરાલાલ હંસરાજ લાલને પ્રકાશિત કરેલ “જૈન ગાત્ર સંગ્રહ” આવી વહીઓને જ સંગ્રહ છે, જેમાંથી અંચલગછના ઇતિહાસ સંબંધી અનેક માહિતી ઉપલબ્ધ બને છે. વહીઓ પટ્ટાવલી સાહિત્યને મળતે જ પ્રકાર હોઈ તે બન્ને એકબીજાને પૂરક છે. ફરક એટલે જ કે વહીઓમાં અમુક વંશના મુખ્ય પક્ષને મધ્યવતિ રાખીને નાં હોય છે જ્યારે પદાવલીઓમાં ગચ્છના મુખ્ય આચાર્યને મધ્યવતિ રાખીને હકીકત સેંધાયેલી હોય છે. એકમાં કૌટુંબિક કે સામાજિક બાબતોની વિશેષતા હોય છે, બીજામાં ધાર્મિક બાબતની.
૫૬. જિનવિજયજીએ “જૈન સાહિત્ય સંશોધકમાં તેમજ જયંતવિજયજીએ “આત્માનંદ શતાબ્દી ગ્રંથમાં શ્રીમાળી વાણિયાની એક વંશાવલી પ્રકટ કરી છે, જે ભગ્રંથો અને તેની અતિહાસિક ઉપયોગિતા. અંગે સુંદર ખ્યાલ આપે છે. અચલગચ્છના ઇતિહાસને ઉપયોગી આ વહીમાં અનેક માહિતીઓ છે.
પ૭. ઉપરોકત પટ્ટાવલીઓ અને ઐતિહાસિક સાધન બહુધા એકબીજાની પૂર્તિ કરનારાં જ છે. પદાવલીઓની હકીક્તમાં જ્યાં જ્યાં વિસંવાદિતા, અથવા તે ઐતિહાસિક કડીઓ ખૂટતી જણાઈ છે, ત્યાં ત્યાં ઉકીણિત લેખો કે અન્ય પ્રમાણભૂત સાધનો દ્વારા એનું સંશોધન કે પૂર્તિ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. શંખલાબધ્ધ ઈતિહાસની રચનામાં આ કાર્ય અત્યંત આવશ્યક છે, કેમકે એના વિના બની ગયેલી સત્યઘટનાઓનું ઐતિહાસિક મૂલ્ય ઓછું અંકાવવાને જ વધુ સંભવ છે. પરસ્પર વિરોધાભાસી કે ખલનાયુકત પ્રસંગોથી ઐતિહાસિક બાબતેની પ્રમાણભૂતતા વિષે પણ શંકા-આશંકાઓ સેવાયા કરે. ખરી હકીકત બ્રામક ઠરી જાય એવો અવકાશ પણ રહે; અથવા તે વિપરિત અર્થ ધટાવવામાં પણ આવું તત્વ સાહાયક બને. ઇતિહાસ નિરુપણમાં આવી નબળાઈ એ ચલાવી શકાય નહીં. પટ્ટભેદ
૫૮. આપણે અન્ય ગચ્છોની પદાવલીઓ સાથે અંચલગચ્છના પટ્ટાવલીના ક્રમાંક વિષે સંક્ષેપમાં તુલના કરી ગયા. એવી જ રીતે અંચલગચ્છની પદાવલીઓમાં પણ પક્રમ અંગે કઈ કઈ જગ્યાએ મતભેદ છે. આ વિષયક સંક્ષેપમાં વિચારણા કરવી વિવક્ષિત છે. સદ્ભાગ્યે આપણી પાસે આ વિષયને ઉપયોગી સારી એવી ઐતિહાસિક સામગ્રી ઉપલબ્ધ હોઈને આવી વિસંગતિ વિષે આપણે નિશ્ચયપૂર્વક નિર્ણય કરી શકીએ છીએ.
૫૯. ડે. ભાંડારકરે પ્રકાશિત કરેલી ઉકત પટ્ટાવલીમાં ૧૦ મા પટ્ટધર આર્ય સુહસ્તિ અને ૧૧ મા પટ્ટધરને એકજ ક્રમાંક દર્શાવ્યો હોઈને તેમાં એક ક્રમ ખૂટે છે. પરંતુ તેમાં ૨૮મા ક્રમમાં હરિભદ્રસૂરિને સ્થાન મળતાં પાછળને ૫ક્રમ સમાંતર રહે છે. સુપ્રસિદ્ધ જૈનાચાર્ય હરિભદ્રસૂરિને આ પટ્ટાવલી સિવાય ક્યાંયે પટ્ટધર તરીકે ઓળખાવવામાં ન આવ્યા હેઈને તેમને પટ્ટધર તરીકેનો નિર્દેશ સ્વાભાવિક રીતે ધ્યાન ખેંચે છે.
૬૦. પટ્ટધરોની નામાવલીમાં સામાન્ય વિષમતાઓ અવગણતાં, અંચલગચ્છપ્રવર્તક આર્ય રક્ષિત. મૂરિના પટ્ટક્રમ અંગે વિચારણા કરવી ખાસ જરૂરી છે. જુદી જુદી પદાવલીઓમાં આયરક્ષિતસૂરિને ૪૬, ૪૭ કે ૪૮ મા પટ્ટધર તરીકે ગણાવવામાં આવ્યા હોઈ આ બાબત અંગે નિર્ણય કરવો ઘટે છે.
૬૧. આર્ય રક્ષિતસૂરિને ૪૬ મા પટ્ટધર માનનારાઓમાં ૬૮ મા પટ્ટધર ઉદયસાગરસૂરિ તથા એમના શિષ્ય દર્શનસાગરજી ઉપાધ્યાય મુખ્ય છે. ઉદયસાગરસૂરિએ ગુણવમ રાસની તેમજ દર્શનસાગરજીએ આદિનાથ રાસની ગ્રંથ પ્રશસ્તિમાં સેંધ્યું છે કે “ આરજરક્ષિતસૂરિવર બેંતાલીસમે પાટ: બહુશ્રુતધારી ઉગ્રતા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com