________________
પ્રાર્થન
પર. વિદ્યાસાગરસૂરિના સમયમાં લક્ષ્મીચંદ્રના શિષ્ય લાવણચંદે સં. ૧૭૬ ૩ માં “વીરવંશાનુક્રમ” નામે સંસ્કૃતમાં પટ્ટાવલી રચેલ છે, જેની એક પ્રત મુનિ પુણ્યવિજયજીના સંગ્રહમાં સુરક્ષિત છે. બીજી એક અપૂર્ણ પદાવલી પણ એજ સંગ્રહમાં છે. આ ઉપયોગી પટ્ટાવલીઓ પણ આજ દિવસ સુધી અપ્રકાશિત જ રહી છે.
૫૩. પદાવલીઓ, ગ્રંથ પ્રશસ્તિઓ, અતિહાસિક રાસે, તીર્થાવલીઓ, શિલાલેખો-મૃતિ ઈત્યાદિને આધારે છેલ્લા પચાસેક વર્ષમાં અનેક પદાવલીઓ કે એવા પ્રકારનું સાહિત્ય લખાતું જ રહ્યું છે. ભીમશી માણેકની પદાવલી એમાં સૌ પ્રથમ છે. અંચલગચ્છની પટ્ટાવલી ગુજરાતી ભાષામાં એમણે જ સૌ પ્રથમ પ્રકાશિત કરી. પછી તે મોહનલાલ દલીચંદ દેસાઈ આદિ અનેક વિદ્વાનેએ એનું અનુસરણ કર્યું. પાશ્ચાત્ય વિદ્વાને પણ આવું સાહિત્ય લખવા પ્રેરાયા. ડે. બુદૂલરે “એગ્રિાફિઆ ઈડીકામાં તેમજ છે. એ. ગેરીનેટે Repertoire Depigraphie Jaina નામના ફ્રેન્ચ ગ્રંથમાં પણ અંચલગચ્છની પદાવલી પ્રકાશિત કરી. સુપ્રસિદ્ધ જર્મન વિદ્વાન ડે. જહોનેસ કલાટે તે અંચલગચ્છની વિસ્તૃત અને ખૂબ જ માહિતીપૂર્ણ પટ્ટાવલી લખી, જે “ઈન્ડિયન એન્ટીકરી”ના ત્રેવીસમાં પુસ્તકમાં પ્રકાશિત થયેલી છે. આમ પાશ્ચાત્ય વિદ્વાનોએ પણ અંચલગચ્છના ઇતિહાસમાં ઉલ્લેખનીય ફાળે સેંધાવ્યો છે.
પ૪, એવી જ રીતે અંચલગચ્છનું અતિહાસિક રાસ–સાહિત્ય પણ વિપુલ પ્રમાણમાં છે, જેમાં મેરૂતુંગસૂરિને રાસ, જેસાજી પ્રબંધ, કલ્યાણસાગરસૂરિને રાસ, સમેતશિખર રાસ, વિદ્ધમાનપદ્ધસિંહ શ્રેણીચરિત્ર, વિદ્યાસાગરસૂરિનો રાસ, શાહ રાજશી રાસ, સરિઆદે રાસ, રાણાદે રાસ, હરિયાશાહ રાસ ઇત્યાદિ નામ વિશેષ ઉલ્લેખનીય છે. આ બધું સાહિત્ય, ઉપરાંત ભાસ, ગીત, ગદ્દેલી વિવાહલા, શક પ્રભૂતિ સાહિત્ય અંચલગચ્છીય પદાવલીઓની માહિતીની પૂતિ કરે છે અને એ રીતે આ ગચ્છના ઇતિહાસને ઉપયોગી સામગ્રી પૂરી પાડે છે. મોટા ભાગનું સાહિત્ય ગ્રંથભંડારોમાં માત્ર પ્રત આકારે જ હોઈને લોકભોગ્ય બની શક્યું નથી. પરંતુ આવું સાહિત્ય જેમ જેમ પ્રકાશમાં આવતું જશે તેમ તેમ પ્રાચીન ઇતિહાસ વિશે આપણને વધુ ને વધુ માહિતી ઉપલબ્ધ થતી જશે.
- ૫૫. જેમ શિલાલેખ, તામ્રપત્રો, સિકકાઓ, પ્રાચીન ગ્રંથ વિગેરે ઈતિહાસના સાધન છે, તેમ વહીવંચાઓની પ્રાચીન વહીઓ પણ એક ઉપયોગી સાધન છે. વંશાવલીઓમાંથી સામાજિક, રાજકીય તેમજ ધાર્મિક ઈતિહાસ પણ પ્રાપ્ત થતું હોઈને તે અનેક રીતે ઉપયોગી હોય છે. તેમાં કયાંક અતિશયોકિત હોવા છતાં તેમાં ગૂંથાયેલી ઈતિહાસ કંડિકાઓ વિશ્વસનીય હોય છે. એનું કારણ એ છે ; વહીવંચાઓ તેમના યજમાનની વંશપરંપરામાં થતી આવતી વ્યક્તિઓનાં નામો અને તેમના ગુણો કે કાર્યો સંબંધી હકીકત વહીરૂપે આલેખતા હોય છે. તે બન્ને લગભગ સમકાલીન જ હોવાથી આવી વહીએમાંથી મળી આવતા ઈતિહાસ બહુધા સત્ય હોય છે, તેમાં લખેલા સંવત, મિતિ, તિથિ ઇત્યાદિ પણ પ્રમાણભૂત હોય છે, કારણ કે તે બધું તે તે કાળમાં થયેલા વહીવંચાઓએ પ્રાયઃ પિતાની હયાતીમાં જ દેખેલું કે થયેલું હોય તે પ્રમાણે લખેલું હોય છે. ગ્રંથકાર કે કવિઓની જેમ ઘણાં વર્ષો પહેલાં થઈ ગયેલી વાતને વહીમાં લખવાનો પ્રસંગ વહીવંચાઓને બહુ જ ઓછો આવે છે. માટે, વહીવંચાઓની પ્રાચીન વહીઓને ઇતિહાસનું અંગ માનવામાં વાંધો નથી. આવી વંશાવલીઓમાં કુટુંબ પરંપરાના નામે ઉપરાંત દેશ, ગામ, રાજા, આચાર્ય, મુનિ વગેરેના નામે પણ હોય છે. અમુક આચાર્યોના ઉપદેશથી સ્વીકારેલા વ્રત વિષે પણ એમાં નોંધ હોય છે. શ્રાવક શ્રાવિકાઓએ કરેલાં શુભ કાર્યો જેવાં કે મંદિરે બંધાવ્યાં, જીર્ણોદ્ધાર કરાવ્યા, તીર્થસંઘ કાઢ્યા, દીક્ષા લીધી વિગેરે બાબતે સંવત તથા ભિતિ સાથે નિબદ્ધ હોય છે. આ દષ્ટિથી તે ગચ્છના ઇતિહાસનું પણ ઉપયોગી અંગ બની રહે છે. સદ્ભાગ્યે આવી અનેક
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com