________________
૧૨
અંચલગચ્છ દિગ્દર્શન ગ્રંથ બીજો હશે કે કેમ એ શંકાને વિષય છે. આ પદાવલીની મૂળ પ્રત કયાં છે તે જાણી શકાયું નથી, તેમજ પચાસેક વર્ષમાં લિપિકૃત થયેલી એની અનેક પ્રતો પણ પ્રાપ્ત થતી હોવા છતાં, મૂળગ્રંથ અપ્રકટ જ છે. આ પાવલીની ઘણી વાતો સંશોધન માગી લે છે.
૪૬. ઉક્ત મેતુંગરિની પટ્ટાવલીના અનુસંધાનરૂપ ધમમૂર્તિરિએ, અમસાગરસૂરિએ, ઉપાધ્યાય જ્ઞાસાગરે તથા મુનિ ધમસાગરજીએ પાવલીઓ રચીને એની પૂર્તિ કરી છે. છેલ્લી પદાવલી ગુજરાતીમાં છે અને બાકીની સંસ્કૃતમાં છે. ઉક્ત મેતુંગસૂરિની મૂળ પટ્ટાવલીની પ્રત સાથે જ આ બધી પટ્ટાવલીઓ એકી સાથે જ ડાક વર્ષો પહેલાં જ લિપિકૃત થયેલી છે, એટલે પ્રાચીન પદાવલીઓની મૂળ પ્રત શોધવી જરૂરી છે. આ બધી પટ્ટાવલીઓમાં અંચલગચ્છના ઈતિહાસ સંબંધમાં ઉપયોગી માહિતીઓ પથરાયેલી છે. પ્રથમ પદાવલીની પૂર્તિઓની ઘણી વાતો પણ સંશોધન માગી લે છે.
૪૭. મેરૂતુંગસૂરિ કૃત લધુ શતપદીની પ્રશસ્તિમાંથી ખૂબ જ ઉપયોગી અને આધારભૂત ઐતિહાસિક સામગ્રી પ્રાપ્ત થાય છે. પ્રો. પિટર્સનને આ ગ્રંથની સં. ૧૬૧૦ માં લખાયેલી એક ૩૨ પાનાની પ્રત પ્રાપ્ત થયેલી, જે તેમણે સરકારી ગ્રંથભંડારના સંગ્રહ માટે ખરીદેલી. માત્ર ઈતિહાસપોગી પ્રશસ્તિ તેમણે પિતાના સને ૧૮૮૬–૯૨ ના ચતુર્થ સંસ્કૃત હસ્તપ્રતવિષયક અહેવાલ, ક્રમાંક ૧૩૪૦ માં પ્રકટ કરેલ છે. પ્રશસ્તિમાં આવેલી પદાવલીની માહિતી ખૂબ જ વિશ્વસનીય છે.
૪૮. અંચલગચ્છના ૬૨ મા પટ્ટધર ભાવસાગરસૂરિ કૃત “વીરવંશપટ્ટાનુપદ ગુર્નાવલી” નામની ૨૩૧ પ્રાકૃત ગાથાની પઘકૃતિ પણ પદાવલી સાહિત્યના પ્રકારને જ ગ્રંથ છે. આદ્ય પદધરથી લઈને કર્તાના સમય સુધીને આ ગ્રંથમાં ઐતિહાસિક ચિતાર આપવામાં આવ્યો છે. આ ગ્રંથની પ્રતે પણ અનેક જ્ઞાનભંડારોમાં સુરક્ષિત રહી છે. આ મહત્વપૂર્ણ અને વિશ્વસનીય ગ્રંથ પણ આજ દિવસ સુધી અપ્રકટ જ રહ્યો છે. “અંચલગચ્છીય ગુર્નાવલી” પણ ભાવસાગરસૂરિના સમયમાં કોઈ અજ્ઞાત લેખકે સં. ૧૫૯૬ ના આસો સુદિ ૧ને ગુરુવારના રચેલ છે. આ કૃતિમાં માત્ર પટ્ટક્રમ જ દર્શાવવામાં આવ્યો છે.
૪૯. ડે. ભાંડારકરને પણ અંચલગચ્છની લઘુપદાવલી પ્રાપ્ત થયેલી, જે તેમણે પોતાના સંસ્કૃત હસ્તપ્રતવિષયક ચતુર્થ અહેવાલમાં પ્રકટ કરેલ છે. એવી જ એક “વીર વંશાવલી” નામની કોઈ અજ્ઞાત કર્તાએ રચેલ પદાવલી પુરાતત્વાચાર્ય મુનિ જિનવિજયજીને પ્રાપ્ત થયેલી, જે તેમણે “જૈન સાહિત્ય સંશોધક”માં પ્રકટ કરી છે. આ પદાવલી તપાગચ્છની જ છે, કિન્તુ એમાં આયરક્ષિતસૂરિનાં જીવનવિષયક સુંદર માહિતી આપવામાં આવેલી છે.
૫૦. સં. ૧૪૨૦ના દીપાવલીને રવિવારને દિવસે ખંભાતમાં રહીને કવીશ્વર કહે “અંચલગચ્છનાયક ગુરુરાસ”ની રચના કરી છે. ૧૪૦ કંડિકાની આ પદ્યકૃતિમાં અંચલગચ્છપ્રવર્તકથી લઈને ગ્રંથ રચના સુધીના સમયમાં થઈ ગયેલા પટ્ટધરને કવિએ ઐતિહાસિક વૃત્તાંત આલેખે છે. આ ગ્રંથ પણ અપ્રકટ જ છે. ગ્રંથ નિરુપણ ઈતિહાસ નિષ્પાદિત માહિતીને આધારે છે.
૫૧. આંચલગચ્છના ૬૫મા પટ્ટધર કલ્યાણસાગરસૂરિના સમયમાં રાયમલ્લગણિના શિષ્ય મુનિ લાખાએ એક સંક્ષિપ્ત ગુરુપઢાવલી શ્રાવિકા નારિગદેવીને વાંચવા માટે ખંભાતમાં રહીને લખેલી. આ ૫દાવલીમાં અંચલગચ્છની સ્થાપનાથી લઈને તત્કાલીન વિહરમાન ૬૫ મા પટ્ટધર સુધીની સંવત ક્રમાનુસાર તવારીખ આલેખવામાં આવી છે. અતિહાસિક દૃષ્ટિથી આ ગ્રંથની ઉપયોગિતા ઘણી જ છે. આ ગ્રંથ પણુ અપ્રકટ જ રહેલ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com