________________
પ્રાથને
૪૧. તપાગચ્છની પટ્ટાવલીમાં એમ દર્શાવવાનું કારણ આ પ્રમાણે હોઈ શકે : (૧) આયં મહાગિરિએ તેમની વિદ્યમાનતામાં જ પિતાનો શિષ્યસમુદાય આર્ય સુહસ્તિને સોંપી દીધો હતો અને પોતે ગચ્છની નિશ્રામાં રહેતા હોવા છતાં જિનકલ્પનું અનુસરણ કરતા રહ્યા. ગણું સમર્પણની સાથે જ તેઓએ યુગપ્રધાનપદ પણ આર્ય સુહસ્તિને સમપર્ણ કરી દીધું હતું. (૩) પરંપરા નામાનુજમ બે રીતે દર્શાવી શકાય છે : (૧) યુગપ્રધાન નામાનુક્રમ (૨) ગુર્જરિત્ર નામાનુક્રમ. બીજી રીતે આયં મહાગરિ અને આર્ય સુહસ્તિ બન્ને સ્થૂલિભદના જ શિષ્ય હતા. એટલે ગુરુ-શિષ્ય સંબંધથી બન્નેને પક્રમ તે ભિના જ ગણાય. ઉક્ત સામાન્ય ફેરફાર જતો કરતાં, ત્રણેય મુખ્ય ગાની પદપરંપરા ૩૬ મા પટ્ટધર સુધી સરખી જ છે. એ પછીની પરંપરા તદ્દન જૂદી છે. અંચલગચ્છીય પટ્ટાવલીઓ અને અતિહાસિક સાધન
૪૨. અંચલગચ્છનાં ઐતિહાસિક સાધનો અનેક છે. પદાવલીઓ, ગુર્નાવલીઓ, રાસ, તમાળાઓ, વંશાવલીઓ, હસ્તલિખિત ગ્રંથ, ગ્રંથ પ્રશસ્તિઓ, પ્રતપુપિકાઓ, શિલાલેખો અને મૂર્તિલેખોમાં આ ગછનો ઈતિહાસ નિબધ્ધ છે. ઈતિહાસને ઉપયોગી સામગ્રી એ બધામાં ભરેલી હોવા છતાં ગચ્છના ઈતિહાસમાં પટ્ટાવલી સાહિત્યનું સ્થાન અનોખું હોય છે. પટ્ટાવલી એ જૈન ઇતિહાસનું વિશિષ્ટ પ્રકારનું અંગ હોઈને જૈન સાહિત્યમાં એનું ખેડાણ ખૂબ જ થયું છે. જ્યારે અન્ય ઐતિહાસિક સામગ્રીમાં ગ૭ સંબંધક કે અન્ય બાબતોને ઇતિહાસ ગુટક ત્રુટક હોય છે, ત્યારે ગચ્છ ખલાબધ્ધ ઈતિહાસ મેળવવાનું એકમાત્ર સાધન પટ્ટાવલીઓ જ બને છે.
૪૩. અંચલગચ્છમાં પદાવલીઓ અને એને મળતાં સાહિત્યની ખામી નથી. આવી અનેક કૃતિઓ આજે વિદ્યમાન છે, જો કે મોટાભાગની કૃતિઓ તે અપ્રકાશિત જ રહી છે. તે પણ ઐતિહાસિક સાર રૂપે કે ભાષાંતર રૂપે પટ્ટાવલી સાહિત્ય પ્રકાશમાં તે આવતું જ રહ્યું છે. ગ્રંથની પ્રશસ્તિઓમાં કે વિસ્તૃત શિલાલેખોમાં પણ પદાવલીઓ આવે છે. પરંતુ અહીં એ બધાને નિર્દેશ ન કરતાં માત્ર અગત્યની પદાવલીઓ વિષે જ લખવું યુકત છે.
૪૪. અંચલગચ્છના આદ્યપદાવલીભાર સંભવિત રીતે ધર્મસૂરિ જ હશે. એમણે સં. ૧૨૬૩માં પાકતમાં રચેલ શતપદીની ગ્રંથ પ્રશસ્તિમાં એમને પૂરોગામી પધરે અંચલગ પ્રવર્તક આર્યરક્ષિતસૂરિને તથા જયસિંહમુરિને જીવનવૃત્તાંત હશે જ. એ ગ્રંથ આજે કયાંયે ઉપલબ્ધ હોય એમ જણાતું નથી, પરંતુ આ પ્રાકતગ્રંથ અત્યંત કઠિન હોવાથી સં. ૧૨૯૪ માં એમના શિષ્ય અને પટ્ટધર મહેન્દ્રસિંહ સૂરિએ ઉકત શતપદી-પ્રશ્નોત્તર પદ્ધતિને સં. ૧૨૯૪માં સમુધ્ધાર કર્યો. આ ગ્રંથમાં ૧૧૭ વિચારે છે, જે અંચલગચ્છની સમાચારી વિષયક મંતવ્ય રજૂ કરે છે. ગ્રંથને અંતે પહેલા ત્રણે પટ્ટધરોના જીવનવૃત્તને ઉપયોગી મહત્વપૂર્ણ અને ખૂબ જ પ્રમાણભૂત માહિતીઓ સમાવિષ્ટ છે. અંચલગચ્છના ઇતિહાસ નિરૂપણ માટે એ સૌથી પ્રાચીન આધાર ગ્રંથ છે.
y૫. ડુંગરિને નામે પ્રચલિત થયેલી અંચલગચ્છની સંસ્કૃત પદાવલી આ પ્રકારનાં સાહિત્યમાં અજોડ છે, કેમકે એમાં આદ્યપટ્ટધર સુધર્માસ્વામીથી લઈને અંચલગચ્છના ૫૭મા પટ્ટધર મહેન્દ્રપ્રભસૂરિ સુધીના આચાર્યોનું વિસ્તૃત જીવનવૃત્ત નિબદ્ધ છે. આ પટ્ટાવલીની પચાસેક વર્ષ પહેલાં મુનિ ગૌતમસાગરજીના ઉપદેશથી લિપિ કરાયેલી એક પ્રતને આધારે મૂળગ્રંથ સં. ૧૪૩૮ માં રચાયેલ જણાય છે. એક હજાર વર્ષના સુદીર્ધ સમ્યને વિસ્તૃત ઇતિહાસ આ પટ્ટાવલીમાં નિબદ્ધ હોઈને પ્રાચીન ઇતિહાસ માટે આ ગ્રંથ ખૂબ જ ઉપયોગી બની રહે છે. આટલા વિસ્તૃત સમયને આવરી લેતો આવો કોઈ પ્રાચીન ઈતિહાસ
'
' IBકIGN
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com