SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧: અંચલગચ્છ દિગ્દર્શને ૧૪૪૯. તે પછી નવાબે ઉભા થઈ હાથ જોડી આચાર્યને પિતાની બેગમનો વૃત્તાંત કહી વિનતિ કરી—પૂજ્ય! મારા પર કૃપા કરીને આપ તેને વ્યાધિ દૂર કરે!” જિનશાસનની પ્રભાવનાથે આચાર્યો ઉપાધ્યાય રત્નસાગરજીને ત્યાં જવા ફરમાવ્યું. નવાબે રત્નસાગરજી માટે પાલખી મોકલાવી પરંતુ શ્રમણનો એ આયાર ન હોવાથી તેનો અસ્વીકાર કર્યો. આથી નવાબ પણ પગે ચાલીને એમની સાથે અંતઃપુરમાં પધાર્યો. ઉપાધ્યાયજી ઇવહી પડિકમીને એક બાલ સાધુ સહિત નવાબની સાથે જનાનખાનામાં બેગમ પાસે આવ્યા. શીતયુક્ત તાવથી પીડાતી, જર્જરિત હાલતમાં બેગમ રૂદન કરતી હતી. તથા મૃત્યુની ઈચ્છા કરતી હતી. ૧૪૫૦. અમરસાગરસૂરિને નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાવલીમાં જણાવવામાં આવ્યું છે કે ઉપાધ્યાય નવાબની અનુજ્ઞા લઈને બેગમના પલંગ પાસે સ્થાપન કરેલી એક પાટને પોતાના ધાથી પ્રમાજન કરી તે પર બેઠા. નવાબ પણ ત્યાં ખુરશી પર બેઠે. પછી ઉપાધ્યાયજીના કહેવાથી એક દાસીએ ધાયેલી સફેદ સાડી લાવીને તેમને આપી, જે તેમણે મહાકાલીદેવીનું ધ્યાન ધરીને જવરાપહારમંત્રથી મંત્રીને પરત કરી. એ સાડી વડે બેગમનું શરીર ઢાંકી દીધું. પછી ગુરુએ પોતાને એવો પલંગ પર અદ્ધર આકાશમાં ફેરવ્યો તથા જવરાપહારમંત્રને પાઠ કર્યો. એ પછી એમની સૂચનાનુસાર એ સાડીને બેગમના શરીર પરથી ઉતારીને એક પાટલા પર રાખી. નવાબ મૌન રહી આ બધી ક્રિયા જોઈ રહ્યા હતા. તે ક્ષણે તાવ ઉતરી જવાથી બેગમ બીછાના પરથી ઊભી થઈ. હાથ જોડી તેણે ગુરુને નમસ્કાર કર્યા. નવાબ અત્યંત હર્ષિત થશે. તેણે ગુને ચરણે એક હજાર અસરફીઓ ધરીને નમસ્કાર કર્યા. નિઃસ્પૃહિ ગુરુએ તેનો અસ્વીકાર કર્યો. ગુરુના ત્યાગમય જીવનથી નવાબ અત્યંત પ્રસન્ન થયો. ૧૪૫૧. પટ્ટાવલીમાં એવું પણ વર્ણન છે કે નવાબે પાટલા પર સાડીને કંપતી જેઈને ભયયુક્ત સ્વરે તેનું કારણ પૂછ્યું. ગુરુએ જણાવ્યું કે બેગમના શરીરમાં છ માસ થયાં જે શીતજવર રહેલો હો, તે આ સાડીની અંદર દાખલ થયેલ છે તેથી તે કંપે છે. વળી તે આવી જ રીતે છ માસ સુધી કયા કરશે. હવે આ સાડી કેાઈ એ પણ પોતાના શરીર પર ધારણ કરવી નહીં. જમીનની અંદર પંચ હાથ ઊંડે ખાડો ખૂંદીને તેમાં આ સાડીને દાટી દેવી, તથા તે પર ધૂળ નાખીને તે ખાડો પૂરીને સરખી જમીન કરી લેવી તથા તે પર કટક આદિ પાથરી દેવા. એવી રીતે ત્યાં નાખેલા કંટક આદિ પણ વાયુ વિના છ માસ સુધી કંયા કરશે, ઈત્યાદિ. ૧૪૫૨. નવાબે આગ્રહપૂર્વક મોકલાવેલી બે હજાર અસરફીઓને ગુરુના કહેવાથી સંઘના અગ્રણઓએ સ્વીકારી, જે દ્વારા પાલણપુરમાં મનહર ઉપાશ્રય બંધાવવામાં આવ્યું. વળી ધર્મમૂર્તિ સરિના ઉપદેશથી નવાબે તથા તેની બેગમે માંસ મદિરાના પ્રત્યાખ્યાન કર્યા, આચાર્ય પ્રત્યે અનન્ય ભક્તિ પ્રદર્શિત કરી તેમજ ધર્મવૃદ્ધિના નિમિત્તો પૂરા પાડી તેમણે મહાપુણ્ય ઉપાર્જન કર્યું. પાલણપુરને એ નવાબ કેણ? ૧૪૫૩. ધર્મમૂર્તિ સરિને પાલણપુરતા નવાબ સાથેને સમાગમ અને તેને પરિણામે નવાબે પ્રદર્શિત કરેલા જૈન ધર્મ પ્રત્યે અપૂર્વ અનુરાગ વિશે આપણે સપ્રમાણ ઉલ્લેખ કરી ગયા. પદાવલીમાં નવાબના નામના નિર્દેશ નથી. બેગમનું નામ તેમાં કરિમા છે. આ નવાબ કોણ? એ અંગેની વિચારણા પણ અહીં પ્રસ્તુત બને છે. આ વિચારણું રાજકીય ક્ષેત્રે પણ અનાયાસે થોડું ડોકિયું કરાવી દે એવી છે. ૧૪૫૪. ધર્મમૂર્તિ સૂરિના સમાગમમાં આવેલ પાલણપુરને નવાબ દિવાન ગઝનીખાન ૨ જ સંભવે છે. તેને રાજ્યકાલ સં. ૧૯૩૨ થી ૧૬૭ર વચ્ચે ૪૦ વર્ષ સુધીની છે એમ તે વખતને રાજકીય Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy