SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ થી ધમમૂર્તિસૂરિ ઇતિહાસ તપાસતાં જણાય છે. તેઓ મૂળ ઝાલેરના રાજ્યકર્તાઓ હતા. પાલણપુર પણ તેમના તાબા નીચે હતું. કમનશીબે એના સમયના પ્રારંભમાં જ એણે સાર્વભૌમત્વ ગુમાવી દીધું. સં. ૧૬૨૮ થી લગભગ ૧૭૯૪ સુધી આ રાજ્ય મોગલેને આધીન રહ્યું. તે અરસામાં નવાબ મલેક ગઝનીખાને “મહાખાન” અને “દિવાન 'ના માનવંતા ખિતાબે શહેનશાહ અકબરની સેવા બજાવી મેળવ્યા હતા. જાલેરને મોગલ સામ્રાજ્યમાં ભેળવી દેવાનું માન મારવાડના રાજ્યકર્તા ગજસિંહને મળ્યું હતું. કર્નલ ટોડ રાજસ્થાનના ઇતિહાસમાં નેવે છે કે–ગજસિંહને પોતાની વીરતા પ્રદર્શિત કરવાને સૌથી પહેલે અવસર જારમાં જ મળ્યો હતો. તે જ સાધનભૂમિમાં તેની ભાવિ ઉન્નતિને માર્ગ ખુલ્લે થયો. તેણે જાલેર ( ત્યાં વિહારી પઠાણનું રાજ્ય હતું, જેના વંશજો હાલમાં પાલણપુરમાં રાજ્ય કરે છે) ગુજરાતના બાદશાહ પાસેથી ખુંચવી લઈને મોગલ સમ્રાટના રાજ્યમાં જોડી દીધું. વીરરસના પ્રેમી ભદ લોકેએ તેની વીરતાનું ઉત્તમ પ્રકારે વર્ણન કર્યું છે. દુષ્ટ પઠાણની સામે જવાને ગજસિંહને આજ્ઞા થઈ કે તરત જ તેઓ એ કાર્ય કરવા સજ્જ થઈ ગયા. રણવાદ્યો વાગવા લાગ્યાં અને તેને ધ્વનિ અબ્દગિરિ પર ગુંજવા લાગ્યો. આ વનિ સાંભળી તે પર નિવાસ કરતા સર્વ લેક કંપી ઉઠ્યા, જે કામ અલ્લાઉદ્દીને અનેક વર્ષો સુધી પરિશ્રમ કરીને પાર પાડયું. આ યુદ્ધમાં અનેક રાઠોડ વીરે માર્યા ગયા. કિન્તુ ગજસિંહે સાત હજાર પઠાણોને મારીને જાલેર હસ્તગત કર્યું અને ત્યાંને સર્વ માલ લૂંટી લીધો. ત્યાંથી તેને જે જે માલ પ્રાપ્ત થયો તે સર્વે તેણે પાદશાહની સેવામાં મોકલી આપો.' ૧૪૫૫. ગઝનીખાન એ પછી સમ્રાટ અકબરની સેવામાં દિલ્હી ગયો. ત્યાં સમ્રાટ તેના પ્રભાવશાળી વ્યકિતત્વથી પ્રભાવિત થયો. બનને વચ્ચે ઘનિષ્ટ પરિચય થતાં અકબરની ધાબેન સાથે વિવાહ કરી બાદશાહી ખાનદાન સાથે ગઝનીખાને સંબંધો હતા. મુનબુત તવારીખમાં આ લગ્નની બાબતમાં આ પ્રમાણે ઉલ્લેખ મળે છે-“ છેવટે ગઝની ખાનને વિવાહ ખાનચી મીયાં મહમદ વફાની દીકરી સાથે કરવામાં આવ્યો હતો. વળી બાદશાહે પિતાની સેવાના બદલામાં ગઝનીખાનને તેમના વડવાઓની જાલેર રાજ્યની સનદ નવી કરી આપી અને ભિન્નમાલ, સાર વગેરે જhત કરેલાં પરગણાં ઉપરથી જપ્તી ઉઠાવી દઈ પાલણપુર, ડીસા તથા દાંતીવાડા વગેરે ચાર પરગણું બાનુ બેગમને પહેરામણીમાં તેમજ બક્ષિસ તરીકે આપ્યાં. આ ઉપરાંત ગઝનીખાનને અકબરે ગુજરાતના બાદશાહ તરફથી મળેલ “મલેકના ખિતાબ સાથે તેમના વડવાઓના “ખાન” અને “દિવાન 'ના હોદ્દાઓ લખી લાહોરની સુબાગીરી આપી; જુઓ ઈપીરીઅલ ગેઝેટિયર, વોલ્યુમ ૧૯, પૃ. ૩૫૩. આ બધા વર્ણને પરથી અનુમાન કરી શકાય છે કે ધર્મમતિમરિના સમાગમમાં આવેલો નવાબ તે ગઝની ખાન અને તેની બેગમ તે બાનુબેગમ જેને પદાવલીમાં કરિમા બેગમ તરીકે નિર્દેશ છે. ખંડન મંડન ૧૪૫. ધર્મમૂર્તિરિના સમયમાં ખંડન૫ટુ ઉપાધ્યાય ધસાગર તપાગચ્છમાં થઈ ગયા. તેમણે કદાગ્રહ અને ઉગ્ર સ્વભાવથી સમગ્ર જૈનશાસનની એકતા છિન્નભિન્ન કરી દીધી. એમના પિતાના ગચ્છમાં પણ ભાગ પાડ્યા ! એમની ખંડન પ્રવૃત્તિ જૈન સમાજને નીચું જોવડાવે એવી હીન હતી. એટલે જ તપાગચ્છ નાયકોએ એમને સંઘ સમકા એમના દુકૃત્ય માટે માફી મંગાવી અને એમને ગ૭ બહાર કરી એમના ગ્રંને અમાન્ય ઠરાવ્યા. ૧૪પ૭. એ અરસામાં વેતાંબર મૂર્તિપૂજક સંઘમાંથી જુદા પડી લુંકા મત તથા અન્ય મતો ફૂટી નીકળ્યા. એ નવોદિત સંપ્રદાયો વચ્ચે સંઘર્ષ તો હતો જ, ત્યાં ધર્મસાગરે ખુદ વેતાંબર મૂતિ. પૂજક સંધમાં જ-ખરતર, અંચલ અને તપાગચ્છ વચ્ચે ભારે મતભેદ ઉભા કર્યા અને શાસનની એકતા Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy