SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધર્મમૂર્તિસૂરિ ૩પ૭ સંધની આજ્ઞા તીર્થકરેને પણ શિરે માન્ય છે. પરંતુ આજ દિવસ સુધી ચાતુર્માસ વિના હું ક્યાં પણ સ્થિરવાસ કરીને રહેલ નથી. તો પણ વર્તમાન યોગે હું આપની વિનંતિ ધ્યાનમાં લઈશ.” સંઘના આગ્રહથી આચાર્ય પરિવાર સહિત સં. ૧૬૬૮ માં પાલણપુરમાં ચાતુર્માસ રહ્યા. પાલણપુરના નવાબની કરિમાબેગમ તાવથી પીડાતી હતી. આચાર્યના મંત્રપ્રભાવથી તેને તાવ દૂર થવો, ઈત્યાદિ વાતો વિશે પાછળથી સવિસ્તર વિચારીશું. ૧૪૪૫. શરીર અત્યંત જર્જરિત થયું હોવા છતાં ધર્મમૂર્તિ રિએ કયાંયે સ્થિરવાસ કર્યો નહીં એટલું જ નહીં પ્રામાનુગ્રામ વિચરી જૈન ધર્મના રિચ આદર્શો અને વિચારોને પ્રચાર એમણે અદમ્ય ઉત્સાહથી કર્યો. અંતિમ અવસ્થામાં તેઓ જૂનાગઢ પધાર્યા. ગિરનારજીની યાત્રા કરી તેઓ પિતાના આત્માને સફળ માનવા લાગ્યા. ગાંધી ગાત્રીય લક્ષ્મીચંદ્ર પ્રભૂતિ સ થે તેમની ઘણી ભક્તિ કરી, અને વૃદ્ધાવસ્થામાં જૂનાગઢમાં જ નિવાસ કરવા માટે આગ્રહપૂર્વક વિનતિ કરી. ઉગ્ર વિહારી આચાર્ય ત્યાં ભાસક્ષમણ કર્યું, અને ત્યાર પછી પુનઃ ધીમે ધીમે વિહાર ચાલુ રાખ્યો. અમરસાગરિને નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાવલીમાં સં. ૧૬૭૦ ના ચૈત્ર સુદી પૂનમને દિવસે ધર્મમતિરિએ પ્રભાસપાટણમાં નશ્વરદેહને ત્યાગ કર્યો એવું વિધાન છે, જે સંધનીય છે. આચાર્યે પ્રભાસપાટણમાં નહીં પરંતુ અણહિલપુર પાટણમાં દેહત્યાગ કર્યો હતો, એ વિશે પાછળથી વિચારણા કરીશું. પદાવલીના ઉલ્લેખાનુસાર આચાર્યું અંતિમ ઘડીએ પોતાના સમગ્ર પરિવારને પ્રભાસપાટણમાં એકત્રિત કરેલ એ વિશે વિરતીણું વર્ણન છે. ૧૪૪૬. ધર્મમૂર્તિસૂરિના સ્વર્ગગમનના સ્થાનો મતભેદ અહીં જતો કરીએ તો પણ એટલું તો સ્પષ્ટ છે કે ૮૫ વર્ષની જૈફ ઉમરે અંચલગચ્છના કર્મઠ સુત્રધાર ધર્મમૂર્તિસૂરિ અંતિમ શ્વાસ સુધી જૈન ધર્મના ઉદાત્ત સિદ્ધાંતોને પ્રચાર અદમ્ય ઉત્સાહથી કરતા જ રહ્યા. એમણે પિતાના પ્રશસ્ત કાર્યથી ગચ્છનું જ નહીં, શાસનનું નામ ખરેખર, ઉજળું કર્યું છે. આચાર્ય અપેક્ષિત નેતૃત્વ આપવામાં જેટલા પાછળ રહ્યા હતા તેટલે અંશે સંપ્રદાયની છિન્નભિન્નતા વૃદ્ધિગત જ થાત. નાદિત સંપ્રદાયના અનિયંત્રિત વિકાસમાં ધર્મમૂર્તિસૂરિ તેમજ અન્ય પ્રાચીન ગચ્છોના આચાર્યોએ યચિત રૂકાવટ આણી છે. એ એક એતિહાસિક સત્ય છે. જો એમ ન થયું હોત તે જૈન મૂર્તિપૂજક શ્વેતાંબર પણ અત્યંત લઘુમતિમાં જ આજે જોવા મળત ! ! પાલણપુરના નવાબ સાથે સમાગમ ૧૪૪૭. ધર્મમૂર્તિ સૂરિન પાલણપુરના નવાબ સાધે સમાગમ ઈતિહાસપ્રસિદ્ધ છે. પદાવલીમાં એ સમાગમના નિમિત્તરૂપ એક ઘટના વિરતીર્ણ રીતે વર્ણવવામાં આવી છે. એ ઘટનાને પરિણામે સર્જાયેલા સુભગ સમાગમ અને એ પછી આચાર્યના સદુપદેશથી જૈનધર્માભિમુખ થયેલા નવાબે જૈનધર્મના કેટલાક ઉદાત્ત સિદ્ધાંતનું કરેલું ચુસ્તપાલન એ સંબંધક રસપ્રદ બાબતો અહીં વિવક્ષિત છે. ૧૪૪૮. સં. ૧૬૬૮ માં ધર્મમૂર્તિસૂરિ પાલણપુરમાં ચાતુર્માસ રહેલા. તે વખતે ત્યાંના નવાબની કરિમા નામની પ્રાણપ્રિય બેગમ છ માસથી એકાંતરીઆ તાવથી પીડાતી હતી. નવાબે વેદ અને હકીમોને બોલાવ્યા અને અનેક ઉપાયો જ્યા પણ તાવ ગયો નહીં. રાજ્યના કોઈ મંત્રીએ નવાબને જણાવ્યું કે-“ અહીં એક વૃદ્ધ જૈન વતિ આવ્યા છે અને તેઓ મહા ઈલમવાળા સંભળાય છે. તેમને બેલાવીને બેગમસાહેબાને નજરે કરો !” આ સાંભળીને નવાબ ઉત્સુકતાપૂર્વક ઉપાશ્રયે આવ્યો. એ વખતે ધર્મમૂર્તિસૂરિ વ્યાખ્યાન વાંચતા હતા. સંઘના અગ્રણીઓએ નવાબને સત્કાર્યો અને આચાર્યની પાટ પાસે બેસાડ્યો. નમસ્કાર કરતા નવાબને ગુરુએ ધર્મલાભ આપે. નવાબના આકસ્મિક આગમને અનેક તક વિતર્કો સર્યા. અવસરના જાણનારા આચાર્યે પણ પિતાનું વ્યાખ્યાન સંપૂર્ણ કર્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy