SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૮ અંચલગચ્છ દિદશન सम्वत् १५६३ वर्षे वैशाख सुदि ११ शुक्रे श्री श्रीवन्शे म० महिराज सु० म० बाला भार्या रमाई पुत्री कपू सुश्राविकया स्वश्रेयोर्थ श्री अंचलगच्छेश भावसागरसूरीणामुपदेशेन श्री नमिनाथबिंब कारितं प्रतिष्ठित श्री संघेन । श्री जांबूग्रामे । આ લેખમાં કહેલા મંત્રીઓ જાંબૂગ્રામમાં જ મંત્રીપદે હશે અથવા તે તેઓ રાજ્યમાં મોટો હોદ્દો શોભાવતા હશે એ ચોક્કસ છે. ૧૩૩૩. જાંબૂનગરમાં તે અરસામાં અંચલગચ્છીય શ્રાવકો સારા પ્રમાણમાં હોવા જોઈએ કેમકે સં. ૧૫૬૩ ની આ પ્રતિષ્ઠા પછી . ૧૫૬૫ માં ભાવસાગરસૂરિએ પિતાના પટ્ટશિષ્ય ગુણનિધાનસૂરિને આચાર્યપદ-સ્થિત કર્યા હતા. આ પ્રસંગે અનેક અંચલગચ્છીય શ્રમણે ત્યાં પધાર્યા હશે અને પદમહોસવ ધામધૂમથી ઉજવાયો હશે. જાંબૂનગરના ઉક્ત મંત્રીઓ પ્રભૂતિ સંધના આગ્રહવશાત આચાર્યપદ મહોત્સવ ઉજવાયો હોય એ સ્પષ્ટ છે. જાંબૂનગરના નરેશ રાઉ ગજમલ ગલૂઆને મેરૂતુંગસૂરિએ પ્રતિબંધ આપી જૈનધર્માનુરાગી બનાવેલું. સાળી મહિમશ્રીને મેરૂતુંગરિના ગચ્છનાયકપદ સમયમાં આ જ નગરમાં મહત્તરાપદે અલંકૃત કરવામાં આવ્યાં હતાં તેમજ ત્યાંના મંત્રી કવિ પેથા સંબંધક ઉલ્લેખ પણ આપણે જોઈ ગયા. અંચલગચ્છીય આચાર્યોને ત્યાં ઘણે વિહાર હતો અને તેમના ઉપદેશથી ત્યાં ઘણાં ધર્મકાર્યો પણ થયાં હતાં એ વિશે પણ આપણે પ્રસંગોપાત વિચારી ગયા છીએ. ૧૩૩૪. એવી જ રીતે મંત્રી કમણના સુપુત્રએ સં. ૧૫૬૪ માં ભાવસાગરસૂરિના ઉપદેશથી અમદાવાદમાં કરાવેલી પ્રતિષ્ઠાઓના પણ ઘણા પ્રતિકા-લેખો પ્રાપ્ત થાય છે. અંચલગચ્છીય શ્રાવકનાં સુકૃત્યોના આ ઉલ્લેખે પણ ગૌરવપ્રદ છે, કેમકે તેમણે ગચ્છની તેમજ શાસનની શોભા ઘણી વધારી છે. મંત્રી કર્મણ અમદાવાદમાં રાજ્યમાં ઉચ્ચ હોદ્દો શોભાવતા હશે. ૧૩૩૫. સવંશીય, દેવાનંદ શાખીય મંત્રી સોગાના પુત્ર મહં. ભાખરે સં. ૧૫૬૭ ના પિષ વદિ ૬ ગુરુવારે ભાવસાગરસૂરિના ઉપદેશથી કોટડાદુર્ગમાં શ્રી પાર્શ્વનાથબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. ૧૩૩૬. મંત્રીઓ ઉપરાંત સંઘવીઓ દ્વારા થયેલી પ્રતિષ્ઠાઓના પણ ઘણું લેખો ઉપલબ્ધ થાય છે. ભાવસાગરસૂરિના શ્રાવક–શિષ્યોનાં સુકૃત્યો વિશે પ્રતિષ્ઠા લેખમાંથી ઘણું જાણી શકાય છે. મેરૂતુંગસરિથી લઈને ભાવસાગરસૂરિ સુધીના પટધરના ઉપદેશથી ૧૫ મી અને ૧૬ મી શતાબ્દીમાં અનેક પ્રતિષ્ઠાઓ થઈ છે. એ વખતના વિવિધ પ્રતિષ્ઠા-લેખો જેટલા લેખો એ પછી આ ગચ્છના ઇતિહાસમાં કયારેય નેંધાયા નથી. એ પછી કલ્યાણસાગરસૂરિના ઉપદેશથી થયેલી પ્રતિષ્ઠાઓના લેખો સારી સંખ્યામાં પ્રાપ્ત થાય છે, પરંતુ ઉક્ત બે શતાબ્દીમાં થયેલી પ્રતિષ્ઠાઓની સરખામણીમાં એનું સંખ્યાબળ અલ્પ જ ગણાય. આ બધા પ્રતિષ્ઠા–લેખો આ ગચ્છના ઈતિહાસની કડીઓ સુદઢ કરે છે અને અનેક જ્ઞાતવ્યો પર પ્રકાશ પાથરે છે. સામાજિક, રાજકીય, ભૌગોલિક દૃષ્ટિએ પણ આ લેખની અગત્યતા ઘણું છે. આ અંગેની વિસ્તૃત ચર્ચા માટે જુઓ “અંચલગચ્છીય–લેખસંગ્રહ 'ની પ્રસ્તાવના. ભાવસાગરસૂરિનાં પ્રતિષ્ઠા-લેખે ૧૩૩૦. ભાવસાગરસૂરિના ઉપદેશથી પણ અનેક પ્રતિકાઓ થઈ છે, જે અંગેના પ્રમાણે પ્રતિષ્ઠા લેખો દ્વારા મળી રહે છે. ઉપલબ્ધ પ્રતિકાલેખોનો સાર આ પ્રમાણે છે :૧૫૬૦ (૧) વૈશાખ સુદી ૩ બુધે શ્રી શ્રીવંશે મંહરપતિ ભા રતન પુરુ મંત્ર વાઘા સુશ્રાવકે ભાવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy