SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભાવસાગરસૂરિ ૩૭ સહિજાને ઉલેખ પ્રાપ્ત થાય છે, જે અંગે આપણે ઉલ્લેખ કરી ગયા. મંત્રી સહિજાએ પરિવાર સહિત ઉક્ત સત્રની પ્રત નિર્દેશિત દિવસે લખાવી. ૧૩ર૭. ઉકેશવંશમાં લાલણશાખીય સાઇ વેલાને મહા દાનેશ્વરી પુત્ર સાજી પણ ભાવસાગરસૂરિના વખતમાં થઈ ગયા. જેસાજીની માતાનું નામ વિગુ અને પત્નીનું નામ જસમારે હતું. તેને સુદા, વિજય, જગમાલ વિગેરે પુત્રો થયા. ભાવસાગરસૂરિના ઉપદેશથી જેસાજીએ સં. ૧પ૬૧ માં વૈશાખ સુદી ૩ ને સોમવારે પોતાના પુણ્યાર્થે શ્રી સુમતિનાથ બિંબ ભરાવ્યું, જેની અમરકેટના સંઘે પ્રતિષ્ઠા કરાવી. ૧૩૨૮. જેસાજીને “જેસો જગદાતાર 'નું બિરુદ હતું, તથા તેણે બંધાવેલાં જિનાલયો, તેણે કાઢેલા સંઘે ઈત્યાદિ બાબતો વિશે આપણે “તું ગમ્યુરિ વિષયક પ્રકરણમાં વિસ્તારથી જોઈ ગયા હોઈને તેનું પુનર્લેખન અહીં અપ્રસ્તુત છે. ૧૩૨૯. મંત્રી હરપતિના પુત્ર મંત્રી વાઘાના પુત્ર મંત્રી શ્રીરાજ, શ્રીવંત પણ ભાવસાગરસૂરિના શ્રાવકે હતા. તેમનો સં. ૧૫૬૦ ને પ્રતિકા–લેખ ઉપલબ્ધ છે. તેમણે માંડલમાં ભાવસાગરસૂરિના પદમહોત્સવમાં ૫૦ હજાર રૂપિયા ખર્યા હતા, જે વિશે આપણે ઉલ્લેખ કરી ગયા. તેઓ અમદાવાદમાં રાજ્યમાં મોટો હોદો ધરાવતા હોવાની સંભાવના છે. અથવા તે માંડલમાં જ તેઓ અધિકારપદે પણ હોય. ગમે તેમ, તેઓ રાજ્યમાં ઉચ્ચ સ્થાન ધરાવતા હતા એ વાત તો નકકી જ છે. ૧૩૩૦. પાવાગઢ અને ચાંપાનેરના રાજવીઓ અને મંત્રીઓ સાથે અંચલગચ્છીય આચાર્યોને સંબંધ ઇતિહાસ-પ્રસિદ્ધ છે. આ વિષયમાં આપણે સપ્રમાણે વિચારણા કરી ગયા. અંચલાગ—પ્રવર્તક આર્ય રક્ષિતસૂરિથી માંડીને તત્કાલીન પટધર સુધી આ સંબંધો એવાજ ધનિષ્ટ રહ્યા. ભાવસાગરિના શાસનકાળમાં પણ આ સંબંધો પૂર્વવત્ જળવાયા હોય એમ પ્રતિષ્ઠા લેખો દ્વારા મૂચિત થાય છે. સં. ૧૫૭૦ ના માધ વદિ ૯ ને શનિવારે શ્રીમાળી જ્ઞાતીય મંત્રી સહદ, ભાર્યા સહજલદે, તેમના પુત્ર મંત્રીવર હાથીએ, તેની ભાર્યા નાધી તથા સાઠ હાંસા, કીકા પ્રમુખ કુટુંબ સહિત અંચલગ છેશ ભાવસાગરસૂરિના ઉપદેશથી શ્રી આદિનાથબિંબ ભરાયું, અને તેની ચંપકપુરમાં પ્રતિષ્ઠા કરાવી. ૧૩૩૧. મહમદ બેગડાએ પાવાગઢ સર કર્યો હોવા છતાં ત્યાં શ્વેતાંબર જૈનોનું પ્રાધાન્ય એવું જ રહ્ય'. એ અરસામાં પાવાગઢની જાહેરજલાલી અપૂર્વ હતી. મુઝફરના રાજ્યત્વકાલમાં મંત્રી સહદ અને તેને પુત્ર મંત્રીવર હાથી થઈ ગયા. એ વખતે ચાંપાનેર ગુજરાતનું રાજકીય રાજધામ હતું, તે પછી પાછી અમદાવાદ રાજધાની થઈ. ગુજરાતનું માળવા પરથી પ્રભુત્વ જતાં ચાંપાનેરનો વેપાર તૂટ્યો. એ પછી ચાંપાનેર કદિયે પહેલાંની સમૃદ્ધિ પ્રાપ્ત ન કરી શકયું. ચાંપાનેરની સમૃદ્ધિ કાળમાં ત્યાંના જૈનમંત્રીઓના અતિહાસિક ઉલ્લેખો ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. અંચલગચ્છીય આચાર્યોના ઉપદેશથી ત્યાંના મંત્રીઓ અને રાજવીઓએ અનેક ધર્મકાર્યો કર્યા એ હકીકત આ ગચ્છના ઇતિહાસમાં વિશેષ ઉલ્લેખનીય છે. ૧૩૩૨. જાંબૂધામ-જંબુસરમાં મંત્રી મહિરાજીના પુત્ર મંત્રી બાલા થઈ ગયા, જેમને વિશે પ્રતિષ્ઠા લેખમાંથી આ પ્રમાણે માહિતી મળે છેસં. ૧૫૬૩ ના વૈશાખ સુદી ૧૧ શુક્ર શ્રી શ્રીવંશે મં૦ મહિરાજ સુત મંત્રી બાલા ભાવ રમાઈ પુત્રી ક૫ સુશ્રાવિકાએ પોતાના શ્રેયાર્થે અચલગચ્છશ ભાવસાગરસૂરિના ઉપદેશથી શ્રી નમિનાથબિંબ ભરાવ્યું, જાંબૂ ગ્રામે સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. . - Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy