________________
૩૧૨
અંચલગચ્છ દિગ્દર્શન ૧૨૫૯. આ પ્રમાણને આધારે સિદ્ધાંતસાગરસૂરિ વિહાર પ્રદેશ પષ્ટ રીતે નક્કી કરી શકાય છે. વિક્રમ સંવતાનુસાર તે આ પ્રમાણે છે :
ગંધારબંદર-અમદાવાદ (૧૫૪૨), વારાહી ગામ (૧૫૪૪), અમદાવાદ (૧૫૪૫), ડિસા-સુરતઅમદાવાદ (૧૫૪૭), માંડવગઢ–મોરબી–ગોધરા (૧૫૪૮), કર્ણાવતી (૧૫૪૯), પાટણ-ખંભાત-ધંધૂકા (૧૫૫૧), અમદાવાદ-નગરપારકર (૧૫૫૩), વરઉડ (૧૫૫૪), માંડવગઢ-વડનગર (૧૫૫૫), પારકરનગરગોમડલ નગર–વટાદર (૧૫૫૬), ખંભાત (૧૫૫૭), ખંભાત (૧૫૬૦).
૧૨. આ પ્રમાણે લગભગ પશ્ચિમ ભારતના બધા જ મુખ્ય નગરમાં સિદ્ધાંતસાગરસુરિ અપ્રતિત વિચર્યા અને એમના ઉપદેશથી પ્રતિષ્ઠાદિ અનેક ધર્મકાર્યો થયાં. અલબત્ત, ગુજરાતમાં એમને વિહાર વિશેષ જણાય છે; રાજસ્થાન અને મધ્ય ભારતમાં એમને વિહાર અલ્પ હશે એ ઉપરથી માની શકાય છે કે આચાર્ય ગુજરાતમાં જ બહુધા રહ્યા હશે. અમદાવાદ, પાટણ, સુરત અને ખંભાત એમના વિહારના મુખ્ય કેન્દ્રો જણાય છે. આ સ્થળોમાં દીક્ષાદિ પ્રસંગો પણ થયા હશે. સિદ્ધાંતસાગરસૂરિની દીક્ષા, આચાર્ય પદ કે ગઝેશપદ આદિ પ્રસંગે પણ આ મુખ્ય કેન્દ્રોમાં જ થયા છે, જે વિશે આપણે આગળ ઉલ્લેખ કરી ગયા છીએ. એમનું મૃત્યુ પણ પાટણમાં જ થયું જે વિશે આપણે પાછળથી વિચારીશું. શિષ્ય સમુદાય
૧૨૬૧. સિદ્ધાંતસાગરસૂરિના શિષ્ય સમુદાય વિષે ત્રુટક ઉલેખ જ માત્ર પ્રાપ્ત થાય છે. એ ઉલ્લેખને આધારે કહી શકાય છે કે એમને સમુદાય ઘણો મોટો હોવો જોઈએ. સમુદાય માટે હેઈ ને કેટલીક શાખાઓ પણ એ વખતે ઉભવી. ધર્મમૂતિયુરિને નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાવલીને આધારે જાણી શકાય છે કે તેમના સમુદાયના ઉપાધ્યાય ભાવવદ્ધનથી વર્લૅનશાખા, કમલરૂપથી રૂપ શાખા તથા ધનલાભથી લાભશાખા અંચલગચ્છમાં નીકળી.
૧૨૬૨. રંગવદ્ધનગણિના શિષ્ય દયાવર્ધન સં. ૧૫૫૬ માં વિદ્યમાન હતા. દયાવદ્ધને સિદ્ધાંતસાગરસુરિ વિશે ગીત રચ્યાં છે, તે આપણે જોઈ ગયા. એ ઉપરાંત “ઉપદેશ ચિતામણિ વૃત્તિઃ” ની પ્રતપુપિકા આ પ્રમાણે પ્રાપ્ત થાય છે –
__ सम्बत् १५५६ वर्षे भाद्रवा वदी १४ सोमवासरे श्री पत्तननगरे श्री अञ्चलगच्छे लिखिता ॥ छ । श्रीः ॥ ग्रन्थाग्रंथ २९३६ श्री रंगवर्धनगणींद्र शिष्याणां दयावर्धनगणिप्रवरामेषा प्रतिः श्री भवतु ॥
૧૨ ૬૩. સૂત્ર કૃતાંગની પ્રત કોઈ અનાત શિષ્ય સં. ૧૫૫૬ માં લખી હવાનું પ્રતપુપિકા પરથી નકકી થાય છે. જુઓ –
संवत् १५५६ वर्षे माघसुदि १४ बुधे श्रीमदंचलगच्छे श्री पं० जयकेसरसूरिविजयराज्ये तत्पट्टे श्री सिद्धांतसागरसूरि गुरुभ्यो ।
૧૨૬૪. પં. આણંદથી મુનિના શિષ્ય પં. સભ્યશ્રી સં. ૧૫૬૦ માં વિદ્યમાન હોવાનું પ્રમાણુ લાવણ્યસભ્ય કૃત બે સ્થૂલિભદ્ર એકવિ 'ની પ્રતપુપિકા આ પ્રમાણે પૂરું પાડે છે :
संवत् १५६० वै० सु०४ बृहस्पती अञ्चलगच्छे पं० आणदश्रीगणि शि० पं० सत्यश्री मुनिना सुश्राविकाणां पठनार्थ ।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com