________________
૩૦
અંચલગચ્છ દિગ્દર્શન ૧૨૫૫. માંડવગઢવાસી શ્રીમાલી અને માલવાધિપતિના મિત્ર તથા “માફમલિક” એ નામ ધારણ કરતા મેવ મંત્રીએ પોતાના નાના ભાઈ જીવણ સહિત રહીને સત્રાગારથી સંધને સંતોષ કરવામાં લાખો ટંક ખરચ્યા. સંઘ કાર્યો પછી તેમણે સં. ૧પર ૮-૪૧ વચ્ચે સર્વ ગચ્છના સાધુઓને પુષ્કળ વસ્ત્રનું દાન કર્યું. અંચલગચ્છના સાધુઓને પણ તેણે વસ્ત્રદાન કર્યું હતું એવો “ ગુગુણ રત્નાકર” (સં. ૧૫૪૧)માં સ્પષ્ટ ઉલ્લેખ હોઈને એ અરસામાં અચલગચ્છના સાધુઓનો માંડવગઢ તરફ એ અરસામાં સતત વિહાર હતો, એ વાત નિર્ણિત થાય છે. જુઓ જે. સા. સં. ઈ. પેરા ૭૨૯, પૃ. ૫૦૨.
૧૨૫૬. માંડવગઢમાં અંચલગચ્છના આચાર્યોએ કરેલે ઉગ્ર વિહાર, ત્યાં એમના ઉપદેશથી થયેલી પ્રતિકાઓ અને અંચલગચ્છીય સેની શ્રાવકોનાં સુકૃત્યો અને એમને પ્રભાવ, આ ગચ્છના ઇતિહાસમાં સુસ્મરણીય રહેશે. પ્રાચીન વૈભવ ધરાવતા આ નગરના ઇતિહાસમાં એ બધા ઉલ્લેખો પણ મહત્વપૂર્ણ બની રહેશે એ નિઃશંક છે. પ્રતિષ્ઠા લેખે
૧૨૫૭. સિદ્ધાંતસાગરસૂરિના ઉપદેશથી અનેક પ્રતિષ્ઠાઓ થઈ છે. એમના પ્રતિષ્ઠા લેખો પણ સારી સંખ્યામાં ઉપલબ્ધ છે, જેની ટૂંક નોંધ આ પ્રમાણે છે : ૧૫૪૨ (૧) વૈશાખ સુદી ૧૦ ગુરુવારે બીમાલ જ્ઞાવિ. મણ ભા. માણિકદે પુત્ર જગા ભાવ રૂડી
રૂડી સુજઈતા ભાવ પરબૂ સુઇ ધના ભાવ રૂપાઈએ પિતાના શ્રેયાર્થે શ્રી શિતલનાથ બિંબ ભરાવ્યું, ગંધારબંદિરે સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૨) વૈશાખ સુદિ ૧૩ રવિવારે ઉસવંશે સાવ છેવા ભાગ કર્યાઈ પુસા. જેઠા સુત્રાવકે ભાવ રૂપાઈ પુત્ર હરિચંદ, વડિલભાઈ સાવ આસરાજ સહિત વૃદ્ધ ભાર્યા વીરૂના પુણ્યાર્થે શ્રી કુંથુનાથ બિંબ ભરાવ્યું, અમદાવાદમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૩) વૈશાખ વદિ ૭, બુધવારે શ્રેટ છવા ભા. પુરાઈ પુત્ર . વઈજા સુશ્રાવકે, નાના ભાઈ
સહજ સહિત પિતાના શ્રેયાર્થે શ્રી શ્રેયાંસનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. ૧૫૪૪ (૧) વૈશાખ સુદી ૩ સોમે શ્રીવંશે વ્ય. પત્રામલ ભાવ છૂટી અપર ભાર્યા હટૂ પુત્ર વ્ય૦ હરિયા
સુશ્રાવકે ભાવ રૂપિીણિ પુત્ર નાથા ભા૦ સભાગિણી સહિત પિતાના શ્રેયાર્થે શ્રી અભિનંદન બિંબ ભરાવ્યું, વારાહી ગામે સંઘે તેની પ્રતિષ્ઠા કરી. (૨) વૈશાખ વદિ ૧, શુક્રવારે શ્રીમાલ જ્ઞાતીય ઠ૦ માણિક, ભારંગી, પુત્ર ઠ૦ મુન્દ્રા સુશ્રાવક, ભા. હકૂ, પુરુ હંસરાજ, હાપા, અપર ભાર્યા ધર્માદે મુખ્ય કુટુંબ સહિત પિતાના પુણ્યાર્થે
શ્રી આદિનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. ૧૫૪૫ (૧) માઘ સુદી ૧૩ બુધે લઘુ શાખા શ્રીમાલી વંશે મ૦ ધંધલ ભા. અકાઈ સુરા મં૦ છવા
ભાવ રમાઈ ૫૦ સહસકિરણે ભા૦ લલતાદે વૃદ્ધ ભા. ઈસર કાકા સૂરદાસ સહિત, માતાના શ્રેયાર્થે શ્રી આદિનાથ બિંબ ભરાવ્યું, ખંભાતના સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૨) જેઠ સુદી ૧૦ને દિવસે શ્રીવંશે છે. નરપતિ ભાગ છવીણિ પુઍ લખરાજે પોતાનાં કુટુંબ
સહિત પોતાના શ્રેયાર્થે શ્રી શાંતિનાથ બિંબ ભરાવ્યું, અમદાવાદમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. ૧૫૪૭ (૧) માઘ સુદી ૧૩ રવિવારે શ્રીમાલ ના છે. ચાંપા ભાવે પાંચુ સુટ શ્રેટ હેમા ભા.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com