________________
શ્રી સિદ્ધાંતસાગરસૂરિ
૩૭ संवत १५-(१५५) वर्षे । श्रे० श्री नागमल भ्रातृ श्रे० महा भा० श्री ललतादे पुत्र थे श्री कमलसी सु० श्री विहणसीकेन लाडी सहितेन स्वश्रेयोर्थ श्री अञ्चलगच्छे श्री सिद्धांतसागरसूरीणामुपदेशेन श्री संभवनाथ बिंचं प्रतिष्टितं च सधेन श्री मंडपदुर्गे ।
૧૨ ૫૧. રાજાના ઘરદેરાસરની ધાતુવીશી ઉપર આ પ્રમાણે લેખ છે :
संवत् १५४८ वर्षे माघ सुदी ४ अनंतमे श्री मंडपदुर्गे श्री श्री वंशे सोनी श्री मांडण भायो तोली पुत्र सोनी श्री सिंधराज भार्या संसारदे सुश्राविकया समस्तकुटुम्बसहितया स्वश्रेयोर्थ श्री अञ्चलगच्छेश श्री सिद्धांतसागरसूरीणामुपदेशेन मूलनायक श्री चन्द्रप्रभस्वामि मुख्यचतुर्विशति पट्टः कारापितः। प्रतिष्ठितः श्री संघेन ॥
૧૨૫૨. માંડવગઢના જિનાલયના વિદ્યમાન મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનની ધાતુમૂર્તિની પાટલીના પૃષ્ણ ભાગમાં ત્રણ પંક્તિઓને આ પ્રમાણે લેખ છે – ___संवत् १५५७ महा सुदी १३ रवौ श्री मंडणसोनी शातिय श्रेष्ठ अर्जुन सुत श्रे० गोवल भार्या हर्ष । सुत परिष माडण भार्या श्राविका तोली सो०......महाराज भार्या दखा विव्हादे द्वि० भा० ललीतादे पुत्र २ सो० टोडरमल सोनी कृष्णदास पुत्री बाई હૃપ પ્રમુણ પરિવાર સા.........
આ લેખમાં અંચલગચ્છને ઉલેખ ન હોવા છતાં તેમાં કહેલાં કુટુંબનાં ત્રુટક નામો પરથી અનુમાન કરી શકાય છે કે સિદ્ધાંતસાગરસૂરિના ઉપદેશથી જ આ પ્રતિમાની પ્રતિષ્ઠા થઈ હશે.
૧૨ ૫૩. સિદ્ધાંતસાગરના ગુરુ કેસરીરિ પણ સં. ૧૫૨૨ ના ફાગણ સુદી ૩ ને સોમવારે માંડવગઢમાં બિરાજતા હતા. એમના ઉપદેશથી ત્યાં થયેલી પ્રતિષ્ઠા અંગે આપણે આગળ ઉલ્લેખ કરી ગયા છીએ. સં. ૧૫ર૭ના વર્ષની બીજી એક મૂતિ પણ અંચલગચ્છીય આચાર્યના ઉપદેશથી પ્રતિષ્ઠિત થયેલી છે. આ પરથી અંચલગચ્છીય શ્રાવકની માંડવગઢમાં સારી સંખ્યા હોવી જોઈએ. ખાસ કરીને ત્યાંના સેની વંશજોએ અંચલગચ્છના આચાર્યોના ઉપદેશથી અનેક પ્રતિષ્ઠા કરાવી છે. સિદ્ધાંતસાગરસૂરિ પણ એ જ વંશના હતા એ પણ સૂચક છે. આ સોની ગેત્રના વંશજોએ માંડવગઢમાં સોનાગઢ નામને સુપ્રસિદ્ધ કિલ્લે બનાવ્યો હતો. આ પરથી એમ પણ અનુમાન કરી શકાય છે કે તેઓએ ત્યાંના રાજકારણમાં મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો હશે. સંગ્રામ સોની, ગોપાલ આદિ શરીરે તો રાજયમાં મોટા અધિકાર ભોગવતા હતા.
૧૨૫૪. મૂળનાયક શ્રી શાંતિનાથજીની પ્રતિમા બહુ જ ચમત્કારિક મનાય છે. આ મૂર્તિ સં. ૧૮૯૮ માં ખોદકામ કરતાં ભીલોને મળી હતી. તેને સેનાની સમજીને ગાળવા માટે તેમણે કોશીશ કરીપણ માંડવગઢના મહંતના ચપરાસીને આ વાતની ખબર પડતાં તેણે મહંતને જાણ કરી. મહતું એ મૂતિ મેળવી યતિ ખુશાલચંદજીને સોંપી. એ પછી મૂર્તિને ધાર લઈ જવાનો નિર્ણય કરવામાં આવ્યો. તે મુજબ ધારના શ્રાવક હાથી, ઘોડા, રથ વિગેરે લઈને સંઘ સાથે મૂર્તિ લઈ જવા માટે આવ્યા. પ્રતિમાજીને હાથી ઉપર સ્થાપિત કરવામાં આવ્યાં. દિલ્હી દરવાજો કે ત્યાંથી માંડવગઢમાંથી બહાર નીકળવાનું હતું ત્યાં આવતાં જ હાથી અટકી ગયે. ઘણી મહેનત કરી પણ તે આગળ ચાલ્યો જ નહીં. એટલે થાકીને સંઘ નિરાશ થઈને મૂર્તિ પાછી મૂકીને ધાર ગયો. અને ધારના રાજાને હકીકત જણાવી. રાજાએ એ મૂતિને માંડવગઢમાં જ રાખવાની સલાહ આપી. પછી સંઘે ત્યાંનાં મંદિરને જીર્ણોદ્ધાર કરાવી તેમાં એ મૂર્તિ સં. ૧૮૯૯ માં સ્થાપન કરી, જે આજ દિવસ સુધી ત્યાં જ છે.
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com