________________
૩૦૬
અચલગચ્છ દિગદર્શન ૧૨૪૬. હાલ તો શ્રી સુપાર્શ્વનાથ ભગવાનની એ મૂર્તિ ત્યાં નથી. શ્રી શાંતિનાથ ભગવાનનાં તીર્થ તરીકે અત્યારે તે વિદ્યમાન છે. માંડવગઢે પિતાની પ્રાચીન જાહોજલાલી પણ ગુમાવી દીધી છે. આમ છતાં માંડવરાટની આસપાસ દૂર દૂર સુધી પથરાયેલા મકાન, મહેલ, મંદિર આદિ સ્થાનેનાં ભગ્નાવશેષો, માંડવગઢને ફરતો મહાન કિલ્લે, વિશાળ જલાશો, કૂવાઓ તથા વા માંડવગઢની ભૂતકાલીન જાહોજલાલીની આજે પણ સાક્ષી પૂરી રહ્યાં છે.
૧૨૪૭. આ ઐતિહાસિક નગરની સ્થાપના કોણે કયારે કરી એ વિષે કોઈ ચેકસ પુરાવો મળતો નથી. સેંકડો વર્ષ પહેલાં અહીં ભીલો વસતા હતા. તેઓ લાકડા કાપવાનો ધંધો કરતા હતા. કોઈ એક ભીલની કુહાડી સાથે પારસમણુને સ્પર્શ થતાં તે સોનાની થઈ ગઈ. માંડણ નામના એક લુહારે યુક્તિપૂર્વક એ પારસ મેળવી ઘણું સુવર્ણ પ્રાપ્ત કર્યું. ધનના રક્ષણાર્થે તેણે મજબૂત કિલ્લે બનાવી માંડવગઢ નગર વસાવ્યું એવી દંતકથા ખૂબ જ પ્રચલિત છે. ઐતિહાસિક દષ્ટિએ તો માંડવગઢને શંખલાબદ્ધ રાજકીય ઇતિહાસ અંધકારમાં જ છે. ગુટક ઉલ્લેખોને આધારે જાણી શકાય છે કે ૧૪મી શતાબ્દી સુધી ત્યાં હિન્દુ રાજાઓનું રાજ્ય હતું. પેથડશાહના વખતમાં આ નગરની સમૃદ્ધિ અપૂર્વ હતી. તે વખતે ત્યાં જયસિંહદેવ નામના પરમાર ક્ષત્રિય રાજાનું રાજ્ય હતું એવો ઉલ્લેખ સુકૃતસાગર નામના પેથડકુમારનાં ચરિત્રમય કાવ્યમાં આવે છે. ત્યાર પછી સં. ૧૩૬ ૬ માં અલાઉદ્દીનના સેનાપતિ મલિક કાકુરે હલ્લો કરી ગઢને કબજે લી ત્યારથી અનેક વર્ષો સુધી મંદિર–મૂતિ–વિધ્વંશક મુસલમાનના હાથમાં રાજ્યની લગામ રહી. સં. ૧૭પર માં મરાઠાઓએ નગરને કબજે લીધો ત્યાં સુધીમાં પ્રાચીન અવશેષોને વંશ કરી મુસ્લીમ સ્થાપત્યોનું નિર્માણ થતું રહ્યું.
૧૨૪૮. પેથડશાહે અહીં આવીને નગરને સમૃદ્ધિથી આરિત કર્યું એ વાત જૈન ઇતિહાસમાં ગૌરવપૂર્વક આલેખાશે. તેઓ મંત્રીપદ શોભાવતા હતા. એમના પુત્ર ઝાંઝણશાહ રાજ્યના સેનાપતિ પદે હતા. આ બંને પ્રતાપી પુરાવોએ પોતાનાં સુકોથી આ નગરની જ નહીં, સમગ્ર જૈન શાસનની પતાકા લહેરાવી છે. એમની યશોગાથા આજે પણ સર્વત્ર ગવાય છે. આ ઉપરાંત સંગ્રામ સોની કે જેમણે ૩૬ હજાર સોના મહોરોથી ભગવતી સૂત્રની પૂજા કરી હતી, તે તથા મંત્રી ચાંદાશાહ, મંત્રી મંડન પ્રભુતિ અનેક નરરને ૧૬ મી શતાબ્દીના મધ્યમાં થઈ ગયા છે, જેમના પ્રતિષ્ઠા લેખો પ્રાપ્ત થાય છે. મુસલમાનોના શાસન કાલમાં પણ જેનો ઉચ્ચપદે હતા એના પુરાવા આ લેખો પુરા પાડે છે. ૧૬મી શતાબ્દીના અનેક ઉત્કીર્ણિત લેખે આજે ઉપલબ્ધ છે. સિદ્ધાંતસાગરસૂરિ અહીં સં. ૧૫૪૮ થી ૧૫૫૫ માં વિચર્યા હતા અને તેમના ઉપદેશથી પ્રતિષ્ઠા કાર્યો થયાં હોવાનાં પ્રમાણે નીચેના પ્રતિષ્ઠા લેખો પૂરાં પાડે છે.
૧૨૪૯. શ્રી શાંતિનાથ ભગવાનની ૩૦ ઇંચ ઊંચી ધાતુ પ્રતિમા ઉપર આ પ્રમાણે લેખ છે:
स्वस्तिश्री ॥० श्री मंडपमहादुर्गे। संवत १५५५ वर्षे ज्येष्ठ सुदी ३ सोमे श्री श्री वत्स सोनी मांडण भार्या सुश्राविका तोला सुन सो० श्री नागराज सुश्रावकेण भार्या श्रा० मेलादे पुत्र सोनी श्रीवर्द्धमान सो० पासदत्त द्वितीय भार्या श्राविका विमलादे पुत्र सोनी श्री जिणदत्त पुत्री श्राविका गुदाई वृद्ध पुत्री श्रा० पद्माई कुटुम्बसहितेन स्वश्रेयसे ॥ श्री अञ्चलगच्छेश श्री सिद्धांतसागरसूरीणामुपदेशेन श्री शांतिनाथ बिंवं कारितं ॥ प्रतिહિત છ સંદેન શ્રી
૧૨૫૦. માંડવગઢનાં જિનાલયની નીલ આરસની મૂર્તિ ઉપર આ પ્રમાણે લેખ છે:
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com