SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સિદ્ધાંતસાગરસૂરિ ૩૦૫ હતી જ્યારે સામી બાજુ ક્રિયામાં કલકતાનો દેખાવ થે. લોકોની માન્યતામાં ભારે ઉથલપાથલ થઈ. એ અરસામાં પુષ્ટીમાર્ગ નામના વૈષ્ણવ સંપ્રદાયને ગુજરાતમાં પ્રવેશ પણ ઉલ્લેખનીય છે. આ મતના પ્રવર્તક વલ્લભાચાર્યું એ વખતે ભારે પ્રભાવ વર્તાવ્યો હતો. આ વૈષ્ણવ નવીન સંપ્રદાયે ગુજરાતના બીજા સંપ્રદાયો પર અસર કરી. જેન ધર્માનુયાથી મોઢ, ખડાયત, નાગર વાણિયાઓ હતા તે સર્વ અત્યારે આ સંપ્રદાયના જ જણાય છે; એસિવાળ, પિરવાડ, શ્રીમાલી, લાડ વાણિયામાં જૈન અને વૈષ્ણવ બંને ધર્મ પળાય છે ને સામાન્ય રીતે અનુક્રમે શ્રાવક અને મહેસરી એ નામથી ઓળખાય છે. ૧૨૪૨. માન્યતાઓની છિન્નભિન્નતાઓનું સુખદ પરિણામ એ આવ્યું કે અંચલગચ્છ, ખરતરગચ્છ, કોની પરિપી વિશુદ્ધ બની. સોળમા સૈકાના ઉત્તરાર્ધમાં તપાગચ્છીય આનંદવિમલસૂરિએ ધર્મશિથિલતા દુર કરવા ક્રિયે દ્ધાર કર્યો. પોતે ૧૪ વર્ષ લગી ઉગ્ર તપશ્ચર્યા આદરી હતી અને સ્થળે સ્થળે વિચરી ઉગ્ર વિહાર કર્યો હતો. તેથી લોકો પર તેમની સારી છાપ પડી. અંચલગચ્છીય ધર્મમૃતિસૂરિએ પણ એ પ્રમાણે જ ક્રિોદ્ધાર કર્યો. એ બધાના પ્રયાસોને પરિણામે પ્રાચીન ગચ્છાને સુદઢ પાયા પર મૂકવાના બધા જ પ્રયાસો કરવામાં આવ્યા. ગોરજીઓના ત્રાસથી લેકો પણ કંટાળી ગયા હતા. તેથી પ્રવર્તામાન સમાચારને અણીશુદ્ધ કરવા ભગીર પ્રયાસ કરવામાં આવ્યા. લેકશાહ અને એમના અનુયાયીઓ જ્યાં જિનાલયો નહોતાં ત્યાં પ્રથમ ફલા, આથી નવીન જિનપ્રાસાદનું નિર્માણ જુસ્સાભેર હાથ ધરવામાં આવ્યું. આમ સિદ્ધાંતસાગરસૂરિને સમય જેન ઇતિહાસમાં સંક્રાંતિકાળ બની ગયે. જે પ્રાચીન ગરએ ય પગલું ન ભર્યું હોત ને એમનું અસ્તિત્વ ભયમાં હતું. માંડવગઢ ૧૨૪૩. શ્રી સુપાર્શ્વનાથ ભગવાનનાં તીર્થ તરીકે માં-માંડવ–મંડપાએલ કે માંડવગઢના પ્રાચીન જૈન સાહિત્યમાં અનેક ઉલ્લેખો મળી આવે છે. પ્રસિદ્ધ ચિત્યવંદનની આ પંક્તિઓ લગભગ પ્રત્યેક જૈનને માંડવગઢને રાજિયા, નામે દેવે સુપાસ, ઋષભ કહે જિન સમરતાં, પહોંચે મનની આશ. સંસ્કૃત ભાષાના વિદ્વાન ભોજ રાજાની ધારા નગરીથી પણ ભાગ્યે જ કોઈ અપરિચિત હશે. માલવ દેશમાં આવેલું આ ધારાનગરીનું રાજ્ય ધાર સ્ટેટના નામથી ઓળખાતું, જેનું મધ્યપ્રદેશમાં વિલીનીકરણું થયું છે. ૧૨૪૪. એક વખત માંડવગઢ મહાન નગર હતું. તેની જાહોજલાલી અપૂર્વ હતી. જૈન સાહિત્યમાં એવા ઉલ્લેખ મળી આવે છે કે માંડવગઢમાં એક વખત સાત જૈનમંદિરે હતાં તેમજ ત્રણ લાખ જૈન કુટુંબો ત્યાં વસતાં હતાં. પેથડશાહે ત્રણસો જિનમંદિર ઉપર ધ્વજ-કળશ ચડાવ્યાં હતાં, એ ઉલ્લેખ પરથી પણ માંડવગઢમાં જેનોની જાહોજલાલીની પ્રતીતિ મળી રહે છે. ૧૨૪૫. શ્રી સુપાર્શ્વનાથ ભગવાનની આ પ્રભાવક પ્રતિમા વિશે વિક્રમની ૧૫મી શતાબ્દીમાં રચાયલા ઉપદેશ તરંગિની' ગ્રંથમાં આ પ્રમાણે વર્ણન છે : “ મહાસતી સીતાની પ્રભુ પૂજાની ભાવના પૂર્ણ કરવા માટે વનવાસમાં લક્ષ્મણકુમારે શ્રી સુપાર્શ્વનાથ ભગવાનની છાણની પ્રતિમા બનાવી હતી અને તે સીતા સતીના શીલના પ્રભાવથી વછે જેવી દૃઢ બની ગઈ હતી. આ પ્રતિમાની હમણાં પણ માંડવગઢમાં મુસલમાન આદિ જૈનેતર લોકો ફૂલ-ભોગ વિગેરે મોકલીને ભક્તિ કરે છે. આ મૂર્તિને ઘણા મહિમા છે અને તે સર્વ ઉપગને હરે છે.' Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy