________________
૩૦૪
અંચલગચ્છ દિગ્દર્શન આ પ્રમાણે ઉલ્લેખ છે : “પ્રથમતઃ સા કછુઆ નાંડલાઈ ગ્રામે મહં કહાનજી ભાર્યા બાઈકનકા. સંવત ૧૪૯૫ પ્રસુત પુત્ર નામતઃ મહું કહુઆ વૈરાગ્યવાન આંચલીયાકા શ્રાવક નિયાગી વેશધરકા ઉપદેશમે વૈરાગ્ય હુઆ.” માતાપિતાની આજ્ઞા ન મળવાથી તેઓ સં. ૧૫૧૪ માં અમદાવાદમાં આવ્યા. ત્યાં તેમને આગમીઆ પન્યાસ હરિકીનિ જે એકાકી ક્રિયા પૂર્વક રહેતા હતા તેમની સાથે સમાગમ થયો. શાસ્ત્રાધ્યયન કરી દીક્ષા લેવાનું મન થતાં હરિકીતિએ શાસે ભાખેલા શુદ્ધ ગુરુ આ કાલમાં દેખાતા નથી અને શાસ્ત્રોક્ત દીક્ષા પળે તેમ નથી એમ સમજાયું; તેથી સાધુ ધ્યાને શ્રાવક વેશે સંચરી ભાવસાધુપણે વર્તવું ઈષ્ટ ધારી “સંવરી' તરીકે જુદે જુદે સ્થળે વિહાર કર્યો. અનેકને ઉપદેશ આપી પોતાના મતમાં લીધા. ૬૯ વર્ષનું આયુ પાળીને પાટણમાં સં. ૧૫૬૪ માં તેઓ સ્વર્ગસ્થ થયા. તેમનાં નામ પરથી એમના અનુયાયી વર્ગ કડવાગચ્છથી પ્રસિદ્ધ થયા.
૧૨૩૮. કડવાગચ્છની મુખ્ય માન્યતા એ હતી કે વર્તમાનકાળમાં શાસ્ત્રોક્ત નિગ્રંથ આચાર પાળી શકાય એવા સંગો નથી અને જેઓ પોતાને નિગ્રંથ, મુનિ કે સાધુ તરીકે પૂજાવે–વંદાવે છે તે દેશના ભાગી છે, કારણ તેઓમાં એ યથાર્થ સાધુધર્મના ગુણો છે જ નહીં. આ કાળમાં સાધુ ધર્મનું પાલન અતિ દુષ્કર હેઈ તે વિચ્છિન્નપ્રાયઃ છે, માટે જેના મનમાં ભાગ ભાવના થતી હોય તેણે પિતાને “સંવરી'ના નામે ઓળખાવવું અને તેણે સંવરી તરીકે અમુક નિયમોનું પાલન કરવું પણ સાધુ તરીકે ઓળખાવવું નહીં. મૂર્તિ પૂજામાં એમની માન્યતા હતી, પરંતુ કડુઆએ શ્રાવક પ્રતિષ્ઠા કરે, સાધુ નહીં, પુનમની પાંખી, માલારોપણને નિષેધ ઈત્યાદિ વિષયક બોલ કહ્યા છે, જે અંચલગચ્છની સમાચારીને સંબંધિત છે. આવી પ્રરૂપણાથી કેટલાક વિદ્વાને તો “કડવા મતના અંચલગચ્છ” દ્વારા બતેની એક્તા સૂચિત કરવા પ્રેરાયા છે, પરંતુ વાસ્તવમાં કડઆને અંચલગચ્છનો ઉપદેશ થવા છતાં તેઓ તેથી વિભિન્ન મતના પુરસ્કર્તા થઈ ગયા, એટલું જ નહીં પિતાના મતના પ્રતિપાદન : અંચલગચ્છનું ખંડન પણ કર્યું.
૧૨૩૯. કડઆના સમયમાં વેશધારી શિથિલાચારીઓને બહુ પ્રચાર થઈ ગયો હતો અને તેઓ પોતે જે રીતે પોતાનું વર્તન ચલાવે તે બધું ભગવાન મહાવીરના શાસ્ત્ર સંમત જ છે એમ કેને સમજાવી પોતાની સ્વાર્થ સાધના કરી રહ્યા હતા. એવા જમાનામાં કછુઆ અને લંકા જેવા કેટલાક ? ભાવનાવાળા મમક્ષ ગ્રહો નીકળ્યા અને તેમણે પોતાના ધ્યેય પ્રમાણે પોતપોતાના નવા સંપ્રદાયો સ્થાપી સમાન વિચારવાળાઓની ચિત્તસમાધિ માટે નવાં સ્થાનકની એજના કરી, જૂના વાડામાં ફસાઈ રહેવાથી કંટાળેલાઓને સ્થાનાંતર કરવાની સગવડ આપી.
૧૨૪૯. જેમ હમેશાં બને છે તેમ રૂઢ સંપ્રદાયવાળાઓને આ નવા સંપ્રદાયો શત્રુભૂત લાગ્યા અને તેથી તેમણે એમના વિરુદ્ધ પોતાની હિલચાલ શરુ કરી. એ નવા સાંપ્રદાયિકોના વિચારે ઉપર ખંડનાત્મક પ્રહારે ચાલુ થયા. મોટા સમુદાયો બાથ ભીડીને આ અલ્પસંખ્યક નવા હરીફને સંઘ બહાર, નાતબહાર, વ્યવહાર બહાર વગેરે અનેક પ્રકારના ધાર્મિક તેમજ સામાજિક બહિષ્કારથી કસવા માંડયા. કેટલાક પ્રખર પંડિતોએ એમની ઉપર તીવ્ર આલોચનાત્મક વાગ્માણની વર્ષા ચલાવીને એમને નષ્ટચેતન બનાવવાના પ્રયત્નો કર્યા. એ બધા વિરોધ સામે ટકી રહેવા માટે આ નવા સંપ્રદાયે પણ પોતાની સાધન-સામગ્રી પ્રમાણે બનતું કર્યું, અને એમ કરતાં કાળાન્તરે એ પણ જૂના વાડાઓ પાસે પોતાના વાડાઓ બાંધી “વાડાઓના સંઘ માં દાખલ થઈ ગયા.
૧૨૪૧. સંપ્રદાયની છિન્નભિન્નતાના આ યુગમાં એક બાજુ પ્રતિમાનિધ, બીજી બાજુ સાધુજનનિષેધ અને સામાન્ય રીતે અન્ય સમાચારી પ્રરૂપણ ચાલુ થઈ ગઈ હતી. વળી સંપ્રદાયમાં ક્રિયાશિથિલતા
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com