________________
શ્રી સિદ્ધાંતસાગરસૂરિ
૩૦૩ ર્ચામાન્યૂઃ આ ટૂંકા ઉલ્લેખને આધારે કહી શકાય છે કે મુસલમાન બાદશાહે પણ સિદ્ધાંતસાગરસૂરિને સન્માનિત કર્યા હશે. જન શાસનના નૂતન સંપ્રદાય
૧૨૩૪. સિદ્ધાંતસાગરસૂરિના સમયમાં જૈન શાસનના બે મહત્વપૂર્ણ સંપ્રદાયોને ઉદ્ભવ થયો. (૧) કડવાગચ્છ (૨) કાગ૭. . ભાંડારકરે પ્રકાશિત કરેલી અંચલગચ્છીય પદાવલીમાં ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે–દ૨ સિદ્ધાંતવાફૂર . ધરૂર પ્રતિમોથાઇમત્ત છે આ બને નૂતન સંપદાએ અન્ય ગચ્છ પર પણ ભારે અસર કરી હોઈને એ વિશે સંક્ષિપ્ત ઉલ્લેખ વિવક્ષિત છે. કાગરછ
૧૨૩૫. આ સ્થાનકવાસી સંપ્રદાયને ઉદ્દભવ પિરવાડ વણિક લંકાશાહ સંબંધિત છે. સં. ૧૫૦૮ માં વીરાત ૧૯૪૫ પછી અમદાવાદના કાલુપુરમાં લહઆને વ્યવસાય કરતા લોકાશાહને સાધુઓ પ્રત્યે અણુરાગ થતાં અને સં. ૧૫૩૦ માં લખમશી નામના શિષ્ય મળતાં બન્નેએ સમાચારીમાં કેટલાક ફેરફાર દર્શાવ્યો, ખાસ કરીને પ્રતિમાને ઉગ્ર નિષેધ કર્યો. તદુપરાંત જૈનોની આવશ્યક ક્રિયાઓ જેવી કે પૌષધ, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન આદિ કરવામાં તથા દાન દેવામાં માન્યતા ન રાખી. દયા એ ધર્મ છે અને હિંસામાં અધર્મ છે એવી ઉઘણું કરી જે જે ક્રિયા કરવામાં કોઈ પણ અંશે હિંસા થાય તે અસ્વીકાર્ય છે અને ઉપરની બાબતો કરવામાં હિંસા થાય છે એ જાતની પ્રરૂપણા કરી જણાવ્યું કે મૂલ સૂત્ર માનવાં પણ તેમાં મૂર્તિપૂજા કહી નથી. એ વખતે મહમદ બેગડાના પ્રીતિપાત્ર પીરેજખાને દહેરાં અને પોશાળ તોડી જૈનોને ભારે પજવણી કરી હોઈને, તે સંજોગો મેળવી લંકાશાહે પિતાના મતની પ્રરૂપણ કરી. અસંખ્ય લોકો એમના મતમાં ભળ્યા. લાંબાશાહે દીક્ષા લીધી નહિ પણ તેમના ઉપદેશથી બીજાઓ દીક્ષા લઈને “ઋષિ' કહેવાયા. આ ગચ્છને વિસ્તાર વધતાં તેની અનેક શાખાઓ થઈ.
૧૨૬. સં. ૧૫૩૩ માં સીહી પાસેના અરધપાકના વાસી પ્રાગ્વાટ જ્ઞાતિના ભાણુથી પ્રતિભાનિષેધનો વાદ વિશેષ પ્રચારમાં આવ્યો. એ વાદને માનનારાઓને મૂર્તિપૂજકો તિરસ્કારપૂર્વક “લું પકવેશધર-ઉત્થાપક' કહે છે. તે પિતાને હૂંઢિયા કહેતા. તેમાં સં. ૧૫૬૮ માં રૂપજી ઋષિ થયા. સં. ૧૫૭૦ માં તેમાંથી નીકળી બીજા નામના ગૃહસ્થ બીજ મતની ઉત્પત્તિ કરી કે જેને બીજામત કે વિજયગચ્છ પણ કવચિત કહેવામાં આવે છે. સં. ૧૫૭૮ માં લેકામાં જીવાજી ઋષિ અને સં. ૧૫૮૭ માં વરસિંધજી થયા. સં. ૧૫૮૫ માં તેઓ ક્રિયાવંત બની ઉગ્ર આચાર પાળવા લાગ્યા હતા. તેથી લોકો પર વિશેષ પ્રભાવ પાડી શક્યા. તેઓ ક્રમે ક્રમે “લકા” “ઢંઢિયા'માંથી હવે “સ્થાનકવાસી” એ નામથી પોતાને ઓળખાવે છે. તે સંપ્રદાયને માનનારા ગુજરાત, કાઠિયાવાડ, મારવાડ, માળવા, પંજાબ અને ભારતના બીજા ભાગોમાં રહે છે. સ્થાપક લંકાશાહ મૂળ ગુજરાતી હતા અને તેમને સંપ્રદાય કડક આચાર પર અને સાહિત્યમાં મુખ્યત્વે શાસ્ત્રોના કરેલા ગુજરાતી બાલાવબોધ પર ટકયો. શ્વેતાંબરોમાં અત્યારે તેમની સંખ્યા લગભગ મૂર્તિપૂજકે જેટલી છે. લંકાશાહના વિચારોએ તે વખતે ખળભડાટ મચાવી મૂકેલે. કડઆ ગરછ
૧૨ ૩૭. કડવા શાહ નલાઇમાં વીસા નાગર જ્ઞાતિના કહાનજી અને તેની પત્ની કનકારોને ત્યાં સં. ૧૪૯૫ માં જન્મ્યા. તેઓ વૈરાયવાન અંચલગચ્છીય શ્રાવક નિયાણી વેશધરને ઉપદેશ સાંભળી વૈરાગ્ય પામ્યા. શક્ય છે કે તે વખતે જ તેમણે જૈન ધર્મ અંગીકાર કર્યો હોય. કઠુઆ ગચ્છની પદાવલીમાં
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com