SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૨ અચલગચ્છ દિન કહેવાયા. લાલા શેઠે બાવીસ હજાર રૂપિયા ખરચીને આબૂ ઉપર અચલગઢના ચૌમુખમાં બે કાઉસગિયા કરાવ્યા. ગોદા નામના શ્રાવકે સવા લાખ રૂપિયા ખર્ચીને શત્રુંજયની યાત્રા કરી. ૧૨૨૮. ઓસવંશીય લાલગેત્રીય ભોજા શેઠ પીલુડામાં થઈ ગયા. તેમણે સં. ૧૫૫૭ ના ફાગણ સુદી ૮ ને દિવસે ત્યાં જિનમંદિર બંધાવ્યું. સિદ્ધાંતસાગરસૂરિના ઉપદેશથી તેની પ્રતિષ્ઠા કરાવી. ૧૨૨૯. મેરૂતુંગસૂરિ કૃત “કાતંત્રવ્યાકરણ ટિપ્પનિકાની એક પ્રત જાંબુગામમાં સં. ૧૫૫૦ માં લખાઈ જે અંચલગચ્છશ પાસે હતી, એમ પ્રતપુપિકા દ્વારા જાણી શકાય છે. સિદ્ધાંતસાગરસૂરિ પાસે એ પ્રત હોવી જોઈએ. ૧૨૩૦. સિદ્ધાંતસાગરસૂરિએ સં. ૧૫૪૧ માં “ચતુર્વિશતિજિન સ્તુતિ” નામની સંસ્કૃત પદ્યકૃતિ પણ રચી છે. આ કૃતિની પ્રત પાટણના ભંડારમાં વિદ્યમાન છે. ૧૨૩૧. સિદ્ધાંતસાગરસૂરિને ચક્રેશ્વરીદેવીની સહાય હતી, દેવી ઘણી વાર પ્રત્યક્ષ થયાં હતાં; એ પછી એમનું આગમન દુર્લભ બન્યું એ વિષે ધર્મમૂર્તિસૂરિને નામે પ્રસિદ્ધ થયેલી પઢાવલીમાં ઉલ્લેખ છે. આચાર્યને ચક્રેશ્વરીદેવીએ તંદુલ વહોરાવ્યા હતા એવો ભીમશી માણેકની પટ્ટાવલીમાં પણ ઉલ્લેખ છે. ૧૨૩૨. નાહટાજીના સંગ્રહની અજ્ઞાત કર્તક “અંચલગચ્છ-અપરનામ વિધિપક્ષગચ્છ–પદાવલી (વિસ્તૃત વર્ણનરૂપા)માંથી આ અંગે વિસ્તૃત વર્ણન આ પ્રમાણે પ્રાપ્ત થાય છે . એકસઠમેં પાટે શ્રી સિદ્ધાંતસાગરસૂરિ. તેણઈ ચક્રેશ્વરીનું આરાધન કર્યું. તિવારે ચક્રેશ્વરીઈ કહિઉ–અહ આવી પણિ તુમહે એલખી નહીં !” તિવારે ગઈ કહિઉં “માતાજી તમેને એલખીઈ નહીં કિમ ?” પછે. શ્રી સિદ્ધાંતસાગરસૂરિ વહરવા ઉડ્યા છે. સર્વે ઘરે પગલાં કરે છે. તેવા સમયે તે ચક્રેશ્વરીઈ નવું ઘર રચના કરી ગરઠી બાઈડીનું રૂ૫ કરી માર્ગે આડી ઊભી રહિને ગુરુને કહે–“સ્વામિ માહરે ઘરે પગલાં કરે.” ગુરુ તિહાં ગયા પછે તે ડેસી સેનઈયાની થાલી ભરી વહરાવા માંડ્યાં. તે ગુરુઈ સોનઈયા વુહર્યા નહીં. પછી ચેખાની થાલી ભરી તે મળે છુટક એક બિં સોનઈયા ઘાલી વહરાવા માંડવાં. પછે ગુરુ તેહને ભાવ જાણી ચોખા અચિત જાણી વહરા. પછં ગુરુ ઉપાશ્રય આવ્યા. પછે ચેનામાંહિથી સોનઈ નીકલ્યા તે ગુરુ ચેલા સાથું તે ડેસીને મોકલ્યાં પણિ તે ઠેકાણે ઘર તથા ડેસી મિલે નહીં. પછે ગુસઈ ફિર ચક્રેશ્વરી આરાધન કર્યા. ચકેશ્વરી આવ્યાં. ચક્રેશ્વરીઈ કહિઉં—“અમે આવીઈ પણિ તુમેં આલખે નહીં.” તિવારે ગુસઈ કહિઉં “માજી કિવારે આવ્યાં, અમે લખ્યા નહીં!” તિવારે ચક્રેશ્વરી કહે –“મેં સોનાને થાલ ભરી વકરાવવા માંડ્યો, તિવારે તમે મુઝને લખ્યા નહીં, ઈમ ન જાયું જે સેનઈ તે કુણ વહરાવતું હશે ? તે વહરા હોત તો ભલું અને પછે ચોખાની થાલી વુહરી તે મથે છુટક એક બિ સેનઈયા હતા. તે વતી તુમ્હારે ગામેગામ એક બિ સેનઈ સરિખા ગૃહસ્થ હોસ્પે.” ઈમ કહી ચક્રેશ્વરી ગયા. તે હવે પ્રગટ પણઈ તો આવતા નથી. સુહણે સ્વપનાંતરિ આવે છે તે શ્રી સિદ્ધાંતસાગરસૂરિ આહલપુર પાટણ નગરઈ સોની જાવડ, ભાર્યા પુરલદે સોનપાલ ૧૫૦૬ પંનર છિડરરે જન્મ, પનર બારોત્તરે દીક્ષા, એકતાલેં ગચ્છનાયકપદ, પનર સાઠે સ્વર્ગગમન.” ૧૨૩૩. નૃપપ્રતિબોધાદિ વાતો વિરે આધારભૂત રીતે જાણી શકાતું નથી પરંતુ એટલું તે સ્પષ્ટ છે કે સિદ્ધાંતસાગરસૂરિ પ્રભાવક આચાર્ય હેઈને તેમના ઉપદેશથી અનેક નૃપતિઓ જૈનધર્માભિમુખ થયા હશે. લાવણ્યચંદ્ર કૃત “વીરવંશાનુક્રમ માં માત્ર સંક્ષેપ ઉલ્લેખ જ છે કે–સિતાલુ Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy