________________
શ્રી સિદ્ધાંતસાગરસૂરિ
૧૨૧૮. અણહિલપુર પાટણમાં ઓશવાળ જ્ઞાતીય સેની જાવા અને તેની પત્ની પૂરલદેને ત્યાં સં. ૧૫૦૬ માં એમને જન્મ થયો હતો. એમનું મૂલ નામ સેનપાલ હતું.
૧૨૧૯. ધર્મમૂર્તિસૂરિને નામે પ્રસિદ્ધ થયેલી પદાવલીમાં એમને સોનગિર ગાત્રીય કહ્યા છે તેમજ એમનું અપરનામ સાગરચંદ્ર દર્શાવાયું છે. ૧૨૨૦. ભાવસાગરસૂરિ “ગુર્વાવલી માં એમનાં પૂર્વ જીવન સંબંધે આ પ્રમાણે વર્ણવે છે
એવં વિહરતા વિહુ અણહિલવર પણશ્મિ સંપત્તા, તથયિ એસ વંશે સાવણિય જાવડ ભિહાણો. પૂરલદેવ ભજા સીલ દયા હાર ધારણે સજજા, તિસ ઉયરે ઉપને બારસ છઘુત્તરે જાઓ, સેનાભિહાણ કુમારે પણતિય જણચિત્ત મનિઝ રમલિકર,
બારૂત્તરિ વય ભારે ગુરુ કર કમલેય સંગહિઓ. ૧૨૨૧. દયાવને સિદ્ધાંતસાગરસૂરિ વિષે બે ગીતની રચના કરી છે, તે દ્વારા પણ એમનાં જીવન વિષે સારી એવી માહિતી ઉપલબ્ધ થાય છે. જુઓ -
(૧) વિધિપખિ સહ ગુરુ જાણીઈ રે, સખી અભિનવ ગેયમ સામિ, સિદ્ધાંતસાગર સુરિસરુ રે સખી, પામઈ નવ નિધિ નામિ. ૧ સાહેલડી નંદિવા શ્રી ગુરુરાય, તુહે અનિસિ પ્રણમઉ પાય; સાહેબે પદ. તપિ જગિ સંજમિ આગલુ રે સખી, પાલઈ સુદ્ધ આચાર, ગચ્છ નરિંદ મઈ પેખિયઉ રે સખિ વંછિત દાન દાતાર. ૨ સાહેબ અણહિલપુર વર પાટણિ રે સખિ, ચોપટ ચતુર સઉસાલ, જાવડસાહ સુત જાણિઈ રે સખિ જ્ઞાતિઈ શ્રી ઉસવાલ. ૩ સાહેબ પૂરલમાતા જનમિઉ રે સખિ, સોભાગી સવિચાર, ભણઈ ગુણ નિતુ અવગમઈ રે સખિ આગમ અંગ ઈગાર. ૪ સાહેબ જાં લગઈમેરૂ મહીં ધરૂ રે સખિ, જા લગઈ સસિકર ભાણુ, તાં લગઈ અડુ ગુરૂ ચિર ઉ રે સખિ, દયાવર્ધન કરે બખાન. ૫ સાહે
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com