________________
૨૦
શ્રી જયકેસરીરિ ધર્મશખરસૂરિ
૧૧૯૯. જયકે સરીસૂરિના સમયમાં ધર્મશેખરસૂરિની વિદ્યમાનતાનું પ્રમાણુ “નંદીસુવવૃત્તિ ની પ્રત પુષ્પિકા પૂરું પાડે છે. તેમાં આ પ્રમાણે નેધ છે –
संवत् १५०९ वर्षे ज्येष्ठ मासे शुक्लपक्षे बुधवासरे श्रीमदंचलगच्छे श्रीधर्मशेखरसूरीश्वराणां ग्रन्थोऽयं मोढ ज्ञातीय धमाकेन लिखितः ॥ शुभम् भूयात् ॥
આ ધમશેરરિ જયશેખરસૂરિના શિષ્ય સંભવે છે, જેમને વિષે આપણે આગળ જોઈ ગયા. ધર્મશેખરસૂરિના શિષ્ય ઉદયસાગર પણ સારા સાહિત્યકાર હતા. ભાવસાગરસૂરિ
૧૨૦૦. જયકેસરીરિના શિય ભાવસાગરસૂરિ સં. ૧૫૧૨ માં વિદ્યમાન હવાનું પ્રમાણ મૂર્તાિલેખ દારા પ્રાપ્ત થાય છે. મેવાડના ભંસગઢના શ્રી આદિનાથ જિનાલ્યની પંચતીથી ઉપર આ પ્રમાણે લેખ છે :– ___ॐ संवत् १५१२ वर्षे फागण सु० ७ सो० गांधीगोये ऊसर्वशे । सा० सारिंग सुत फेरु भा० सूहवदे पुत्री बाई सोनाई पुण्यार्थ श्री अजितनाथविध कारापितं भी अञ्चलगच्छे । प्रतिष्ठितं । श्री भावसागरसूरिभिः । કવિ પદ્ય
૧૨૧. સં. ૧૪૯૪ અને ૧૫૪ર વચ્ચે થઈ ગયેલા આ કવિની “પાર્શ્વનાથ દશભવ વિવાહ લ” નામની ગુજરાતી ભાષામાં લખાયેલી પદ્યકૃતિ ઉપલબ્ધ થાય છે. જુઓ 'જૈન ગૂર્જર કવિઓ' ભા. ૧, પૃ. ૬-૭ ગ્રંથને અંતે “મંત્રિ પથ દમ બોલઈ' એ પંક્તિ દ્વારા જાણી શકાય છે કે કવિ મંત્રપદે હશે. ગ્રંથ પુષ્પિકામાં આ પ્રમાણે નેધ છે–વિધિ પક્ષના સુશ્રાવક નિજ પરમ ભક્ત શ્રી જયકેસરીરિના પ્રતિબોધ્યા, શ્રી જાંબૂ ગ્રામે વાસ્તવ્ય શ્રીમાલ જ્ઞાતીય મહં. શ્રી પેથાત દશભવ–શ્રી પારિસ્વનાથ વિવાહલું કૃત.” આ પરથી જાણી શકાય છે કે કવિ જાંબૂ-જંબુસર ગામના વતની અને શ્રીમાળી જ્ઞાતીય હતા તેમજ જયકેસરીસૂરિને પ્રતિબોધ પામી તેઓ જૈન ધર્મમાં વિશેષ દઢ થયા હતા. તેઓ જાંબૂજંબુસર ગામમાં જ મંત્રીપદે હેય એમ પણ અનુમાન થાય છે. એમની મંત્રી તરીકેની કારકિર્દી વિશે માહિતી પ્રાપ્ત થતી નથી. પ્રથકાર તરીકે તેમણે બીજા પણ કેટલાક ગ્રંથની રચના કરી હોવી જોઈએ.
૧૨-૨. ખંભાતનાશ્રી મુનિસુવ્રત જિનાલયની ધાતુમતિ ઉપર આ પ્રમાણે લેખ પ્રાપ્ત થાય છે –
संवत् १५१२ फागुण शुदि ८ शनौ श्रीमालक्षातीय मं० नरूआ भार्या वाछी पुत्र कूरणा म...जणसी प्रमुखस्वकुटुंबसहितेन मं० पेथासुश्रावकेण भार्या वीरू संजितेन च निजश्रेयसे श्री अंचलगच्छे श्री जयकेसरिसूरीणामुपदेशेन श्री श्रेयांसनाथ विवं कारितं प्रतिष्ठितं संघेन ॥
આ લેખમાં કહેલા મંત્રી પેથા તે આ કવિ જ સંભવે છે. નામ અને વિશેષણ ઉપરાંત જ્ઞાતિ પણ પુષ્પિકા અને મૂતિ લેખમાં સરખી છે.
૧૨૦૩. અંચલગચ્છના પ્રાચીન પ્રમાણ-2માં જાંબૂ-જંબુસર ગામનો ઉલ્લેખ પ્રચુર છે. આ ગામના રાજ ગજમલ ગદૂઆને મેસુંગરિએ પ્રતિબંધિત કરેલ તથા સાધ્વી મહિમશ્રીને આ ગામમાં જ સાહ વરસિંધ ફારિત ઉત્સવમાં આચાર્યો મહત્તરા પદે અલંકૃત કરેલાં, જે વિશે આપણે આગળ ઉલ્લેખ
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com