________________
શ્રી જયકેસરીરિ
૨૭૭ ૧૧૯૧. ઉશવંશીય, બપ્પણું ગોત્રી, મીઠડીઆ શાખીય, પત્તનવાસી આ કુટુંબ વિશે આ પ્રમાણે માહિતી પ્રાપ્ત થાય છે –
(૧) નરસિંહના પુત્રો પાસદત્ત અને દેવદત્ત રાવલા તીર્થની દેવકુલિકા નં. ૩૦ થી ૩૨, જયકીર્તિ મરિના ઉપદેશથી કરાવી હોવાની માહિતી સં. ૧૪૮૩ ને પ્રથમ વૈશાખ સુદી ૧૩ ગુરુવારના, તે દેવકુલિકાના શિલાલેખ પરથી પ્રાપ્ત થાય છે.
(૨) ઉક્ત નસિંહની સંતતિમાં રૂડી શ્રાવિકાએ જીરાવાલા તીર્થની ૩૦મી દેવકુલિકા જયકીર્તિસૂરિના ઉપદેશથી કરાવી એમ તેને ખંડિત શિલાલેખ પરથી જાણી શકાય છે. શિલાલેખ સં. ૧૮૮૩ ના વર્ષનો જ છે.
(૩) ઉક્ત તેજાના દ્વિતીય પુત્ર ખીમાની ભાર્યા ખીમાદેએ કુટુંબના શ્રેયાર્થે જીરાવાલા તીર્થની ૩૫ મી દેવકુલિકા જયકીર્તિરિના ઉપદેશથી કરાવી, એમ તેના એજ તિથિ-મિતિના શિલાલેખ પરથી જાણી શકાય છે.
(૪) પ્રશતિ દ્વારા જાણી શકાય છે કે સલખણના પુત્ર સા. તેજા અને સા. નરસિંહ અભૂત ચારિત્ર્યવાળા હતા. તેમણે મહાતીર્થની યાત્રા કરી તેને ઉદ્ધાર કરાવ્યો અને એ રીતે પોતાનું ધન કૃતાર્થ કર્યું.
(૫) સા. તેજાના સા. ડીડા પ્રભૂતિ પાંચ પુત્રો થયા જેમને ગુજરાતના સુલતાન અહમદશાહે પણ સન્માનિત કરેલા. તેમણે અનેક સત્કાર્યો કર્યા હતાં.
(૬) ડીડાના પુત્ર નાગરાજ શ્રેષ્ઠીમંડલમાં ભૂષણસમાન થયા.
(૭) નાગરાજના પૌત્ર સા. પાસાને ગુજરાતના સુલતાન કુતુબુદ્દીને સન્માન આપેલું. તેઓ શ્રી સંઘમાં ખૂબ જ ઉચ્ચ સ્થાન ધરાવતા હતા તેમજ ખૂબ જ સમર્થ પુરુષ હતા. તેની પત્ની ચમકૂ પણ નિર્મળ શીલને ધારણ કરવાવાળી, દેવ અને ગુરુની ભક્તિમાં રસીક ચિત્તવાળી હતી, જેણે સાતે ક્ષેત્રોમાં ધન વાવરીને લક્ષ્મીને કૃતાર્થ કરી. શ્રાવિકા ચમકૂએ જયકેસરીરિના ઉપદેશથી સં. ૧૫૧૦ ના ફાગણ સુદી ૫ ને રવિવારે શ્રી કલ્પસૂત્રની પ્રતિ સ્વર્ણાક્ષરે લખાવી.
૧૧૯૨. ઉપર્યુકત મહત્ત્વપૂર્ણ બાબતો ઉપરાંત જીરાવાલા તીર્થની દેવકુલિકાના શિલાલેખોમાંથી તેમજ કપમાની પ્રશતિઓમાંથી એ રાજમાન્ય વંશની બીજી પણ કેટલીક માહિતી ઉપલબ્ધ બને છે.
આ વંશના સમર્થ પુરુષોને ગુજરાતના સુલતાનોએ પણ સન્માનિત કર્યા હતા, એ પરથી જ એમની મહત્તા જાણી શકાય છે. અંચલગચ્છના આચાર્યોના ઉપદેશથી તેમણે અનેક કાર્યો કર્યા અને પોતાનાં સુકૃત્ય દ્વારા ગચ્છની તેમજ શાસનની શોભા પણ તેમણે વધારી. શિષ્ય સમુદાય
૧૧૦૩. ભાવસાગરસૂરિ ગુર્નાવલીમાં નેરે છે કે જયકેસરીરિએ બે આચાર્યો, સાત ઉપાધ્યાય અને દશ મહત્તરાઓને પદસ્થાપિત કર્યા હતાં –
સૂરિ દુગ સત્ત પાઠગ મહત્તરા દસહસિરિ પયે દાઉં,
સિરિ જયકેસરસરી થંભપુરે લંકિઓ તતો. ૧૧૯૪. કવિવર કાન્હ “ગચ્છનાયક ગુરુ રાસ માં પણ એ પ્રમાણે જ સંખ્યા જણાવે છે –
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com