________________
ર૭d
અંચલગચ્છ દિગ્દર્શન
૧૧૬૧. ઓશવંશીય સ્વાલ ગોત્રીય, સાયલાના વતની રૂપચંદ અને તેના પુત્ર સામંતસિંહે જયકેસરી સરિના ઉપદેશથી જૈન ધર્મ સ્વીકારેલ. ભટમાંથી જાણી શકાય છે કે સામંતસિંહને રાત્રિએ સર્પ કરડ્યો હોઈને તે મૂર્ણિત બની ગયેલું. તેને મૃત્યુ પામેલે જાણે અગ્નિદાહ માટે લઈ જતા હતા. એ વખતે જયકેસરીરિ સામા મળ્યા. તેમને તે હકીકત જણાવતાં મંત્રપ્રયોગથી તેમણે તેને સાજો કર્યો. આથી રૂપચંદે પોતાના તાબાનાં ચાર ગામો ગુરુને આપવા માંડ્યાં. પરંતુ નિસ્પૃહી ગુએ તે ન લેતાં તેમને જૈન ધર્મ સ્વીકારવા કહ્યું. તેઓએ પણ ખુશી થઈ કુટુંબ સહિત જૈનધર્મ સ્વીકાર્યો. તેઓ સાયલાના ઠાકોર હોવાથી સામંતસિંહના વંશજે સ્થાલ ગોત્રથી પ્રસિદ્ધ થયા. મરિના ઉપદેશથી તેમને ઓશવાળ જ્ઞાતિમાં મેળવી દેવામાં આવ્યા. ત્યાંથી તેના વંશજો કુંભલમેરમાં જઈ વસ્યા. તેમના વંશમાં મહિપા શેઠ ધનાઢય હતા. તેમણે ત્યાં વિશાળ જિનાલય બંધાવ્યું.
૧૧૬૨. શ્રીમાલીવંશીય, ભારદ્વાજ ગોત્રીય, વલાદ ગામના વતની મંત્રી નંદાએ શ્રી મલ્લિનાથબિંબ ભરાયું. એમના કુટુંબે બીજું પણ ત્રણ જિનબિંબો ભરાવ્યાં, જેમની પ્રતિષ્ઠા જયકેસરીરિના ઉપદેશથી થઈ. એક શ્રીમાળી જૈન કુટુંબની પ્રાચીન વંશાવલીમાં આ હકીકત આ પ્રમાણે નોંધાયેલી છે :
वलद्रि मं. नंदाख्येन मल्लिनाथ बिंब भराव्यो ए आदे कुटुवि बिंब ३ भराव्या । श्री अंचलगच्छे श्री विजयकेसरसूरीणामुपदेशेन प्रतिष्ठितं ॥ નૃપ પ્રતિબંધ
૧૧૬૩. જયકેસરીરિની કૃપપ્રતિબોધાદિ વિષયક અનેક વાતો પ્રસિદ્ધિમાં છે. અલબત્ત, એમાં ક્યાંક કિવદંતિ કે જનશ્રુતિને પણ સ્થાન મળ્યું હશે, પરંતુ એ વાતને પ્રાચીન ગ્રંથને પણ આધાર તો સાંપડે જ છે. આ બધી બાબતોમાંથી અતિહાસિક સાર કાઢીએ તોપણ જયકેસરીસૂરિના અસાધારણ પ્રભાવને પરિચય મળી રહે છે.
૧૬૪. ધર્મમૂર્તિસૂરિને નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાવલીમાં જણાવવામાં આવ્યું છે કે એક સમયે જયકેસરીરિ અમદાવાદમાં બિરાજતા હતા તે વખતે ત્યાં બાદશાહ તાવથી પીડાતો હતો. છ મહિના સુધી અનેક ઉપાયો કર્યા છતાં તે સાજો થયો નહીં, જયકેસરીરિના પ્રભાવની વાત સાંભળી તેણે સૂરિને પિતાની પાસે તેડાવ્યા, અને તાવ દૂર કરવા વિનંતી કરી. ગુએ શાસનની પ્રભાવના કરવાના ઉદ્દેશથી મંત્રના પ્રભાવથી બાદશાહની માંદગી દૂર કરી. પટ્ટાવલી જણાવે છે કે ગુરુએ “ જવરાપહાર' મંત્ર ભણીને તથા મહાકાલી દેવીનું સ્મરણ કરીને પોતાનો ઓ ત્રણ વખત તેમના મસ્તક પર ફેરવ્યો. તે જ વખતે બાદશાહ તાવરહિત થયો. ગુરુએ પોતાનું રજોહરણ પથ્થરની શિલા ઉપર ખંખેર્યું એટલે તે શિલાના બે ટુકડા થઈ ગયા. ચમત્કારથી પ્રભાવિત થઈને બાદશાહે આચાર્યના ઉપદેશથી અમદાવાદમાં ઝવેરીવાડમાં અંચલગચ્છના શ્રમણ માટે એક ઉપાશ્રય બંધાવી આપે.
૧૧૬૫. ઉપર્યુક્ત પ્રમાણમાં અમદાવાદના બાદશાહના નામને ઉલ્લેખ નથી, પરંતુ સૂરિપદ પ્રાપ્ત કર્યા પછી-એટલે કે સં. ૧૪૯૪ પછીને સમય તો એમાં સૂચવાયેલો છે જ. અમદાવાદના સુલતાનમાં અહમદશાહના રાયશાસનકાળ સં. ૧૪૫૪ થી ૧૪૮૫: મહિમુદન સં. ૧૪૮૫ થી ૧૫૦૭, કુતુબુદ્દીનના ૧૫૦૭ થી ૧૫૧૫ અને મહમદ બેગડાને સં. ૧૫૧૫ થી ૧૫૬૭ હતો. આ સુલતાનોમાં જયકેસરીસૂરિ મહિમંદશાહના સમાગમમાં આવ્યા હોવાની વિશેષ સંભાવના છે.
૧૧૬ ૬. ભીમશી માણેક પદાવલીમાં નવી જ વાત જણાવે છે. તેમના મતાનુસાર જયકેસરીરિએ નદીની ઉપર વૃક્ષો ચલાવી ગુજરાતના બાદશાહને ચમત્કાર દેખાડી મુલ્લાને હરાવ્યો. બાદશાહે નવો
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com