SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જયકેસરીસૂરિ ૧૯૧ નૂ ઉપાશ્રય કરાવી દીધા, જે હજીયે અમદાવાદના ઝવેરીવાડમાં વિદ્યમાન છે. ભીમશી માણેક તાવની વાત પણ જરા ફેરફાર સાથે આ પ્રમાણે નૈધે છેઃ બાદશાહને છ માસ પર્યંત તાવ આવતો હતો. તે કોઈ વૈદ્યથી સા। ન થયા, પણ એમણે મંત્રખળે તાવને દૂર કર્યાં. બાદશાહે કહ્યું—એ તાવ કયાં છે? અમને દેખાડો! આથી ગુરુએ પેાતાના રજેહરણને શિલા ઉપર ખખેતુ', એટલે શિલા બળીને ભસ્મ થઈ ગઈ તથા પેાતાની કણી શેષ પાસેથી પાછી લીધી. જિનશાનની ઉન્નતિ થઈ તેમજ શ્રી સંઘની ઈચ્છા પૂર્ણ થઈ. ૧૧૬૭, ઉક્ત પ્રસંગેામાં જયદેસરીરના સમાગમમાં આવેલા સુલતાન મહિમંદ હેવાનું સૂચન લાવણ્યચંદ્રની પટ્ટાવલીમાંથી જ આ પ્રમાણે મળે છેઃ— यस्याहम्मद गुर्जरावनि सुरत्राणोऽभजच्छिष्यतां । हृत्वात द्विपमज्वरं गुरूशिलां तत्तापतोऽचूर्णयत् ॥ हर्षात्साहिगिराप्त शासनगणौनत्यः क्रियासन्प्रभुः । सोभूच्छ्रीजयकेसरीति गणभृद्वावींद्र चूडामणिः || ૧૧૬૮. અર્થાત્ જેમને અહમદ નામના ગુજરાતના સુલતાન શિષ્યપણે ભજ્ગ્યા—જેના વિષમ વરને હરણ કરીને, તેના તાપથી ભારે શિલાને ફૂ કરી દીધી તથા જેમણે હ`પૂર્ણાંક રાજ્યપ્રશંસા પ્રાપ્ત કરી છે, શાન અને ગહની ઉન્નતિ કરી છે; એવા ક્રિયામાં સમ, ગચ્છને ધારણ કરનાર, વાદીન્દ્રોને માટે ચૂડામણિ સમાન શ્રી જયકેસરી થયા. ૧૧૬૯. આપણે જોયું કે અમદાવાદના સ્થાપક અહમદશાહના રાજ્યત્વકાલ સ`. ૧૪૫૪-૮૫ હોઇને એના અનુગામી મુલતાનના જ ઉક્ત પ્રમાણમાં ઉલ્લેખ હાવાનું સ્પષ્ટ થાય છે. એના પછીના સુલતાને માં કુતુબુદ્દીન અને મહમદ બેગડા થયા. આ બન્નેમાં મહમદ બેગડાનુ નામ ઉક્ત ઉલ્લેખના અહમદ નામ સાથે જરા સામ્ય ધરાવતું હોવા છતાં તેની શકયતા તેનાં ધર્માંધ અને અમાનુષી મૃત્યાથી જ સ્વાભાવિક રીતે જ દૂર થઈ જાય એમ છે. આમ બધી રીતે વિચારતાં જયકેસરીસુરિના સમયમાં થઈ ગયેલા ઉપર્યુક્ત અધા સુલ્તાનેામાં મહિમુદ જ જયકેસરીરિના સમાગમમાં આવ્યા હોવાનું માનવામાં કાઈ હરકત નથી. આચાર્યની અલૌકિક શક્તિથી પ્રભાવિત થઈ તે તેમને પૂત્યભાવથી વદ્યા હશે તેમજ અમદાવાદમાં એક ઉપાશ્રય પણ તેણે બંધાવી આપ્યા હશે. આ ઉપાય પાસે શ્રી પાર્શ્વનાથ ભગવાનનું દનીય જિનાલય પણ આજે છે, જે લાકડાની કાતરણી માટે મશ્નર છે. ૧૧૭૦. પાવાગઢના રાજા ગંગરાજેશ્વર ચૌહાણના કહેવાથી જયકેસરીમૂરિ સં. ૧૪૯૪ માં ચ ંપકપુરચાંપાનેરમાં આચાય પદ પામ્યા. એ વિશે પણ આપણે જોઈ ગયા. આ રાજાની પદામાં જયકેસરીસૂરિ તેમના ગુરુ સાથે ખૂબ જ સન્માન પામ્યા હશે, એ વાતની પ્રતીતિ આ દ્વારા થઈ જ જાય છે. ૫. લાલચંદ્ર ‘ તેજપાલને વિજય ’માં આ રાન્ત વિશે જણાવે છે કે વિજયનગરના રાન્ત દેવરાય—મલ્લિકાન ખીજાના દરબારના કાતિર્થંકર કવિ ગગાધરે ‘ ગંગદાસ પ્રતાપવિલાસ' નામનું નાટક રચ્યું હતું, તેમાં સૂચવાયા પ્રમાણે ઉક્ત નાટકકાર, દારકાની યાત્રા કરી, અમદાવાદ નગરમાં ગુજરાતના સુલતાનની સભાના વિદ્વાનેને ચૂપ કરી, છ મહિના સુધી ત્યાં રહ્યો હતો. પછી ત્યાંથી નીકળીને પાવાચલ-પાવાગઢના અધીશ્વર અને ચંપકપુરના કેંદ્ર ઉપર્યુક્ત ગંગદાસ રાજાને મળ્યો હતો. તે કવિની કવિતાથી સ ંતુષ્ટ થયેલા તે રાજાએ બહુમાન–દાનેદારા પરંતુષ્ટ કરી કવિને પોતાના ચરિત્રના અભિનયવાળુ નાટક કરવા કહ્યું હતું. તે પ્રમાણે રચાયેલું: લેકેત્તર તે નાટક, ચાંપાનેર જઈ મહાકાલીના મહેાસવ ઉપર પૂર્વોક્ત રાજાની સમક્ષ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034740
Book TitleAnchalgaccha Digdarshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorParshwa
PublisherMulund Anchalgaccha Jain Samaj
Publication Year1968
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size72 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy