________________
શ્રી જયકેસરીરિ
૨૬૯ ૧૧૫૨. ઓશવંશીય વડેરાગોત્રીય ઉજલના પુત્ર માણિક શેઠ વીરમગામમાં થયા. તેમણે સં. ૧૫૧૫ માં શ્રી સુમતિનાથ આદિ ઘણાં જિનબિંબ ભરાવ્યાં તથા તેના ઉપર સોનારૂપાનાં ઇત્રો કરાયાં. જયકેસરીયુરિના ઉપદેશથી સંઘ કાઢી, પ્રતિષ્ઠા કરી ઘણું ધન ખરચ્યું. માણિક શેઠે મોગલેને ધન આપીને ઘણું બંદીવાનને પણ છોડાવ્યા છે. આ વંશમાં અમરકેટમાં થયેલા શાહ આસકરણ બાલબ્રહ્મચારી, બાલ વ્રતધારી શુદ્ધ શ્રાવક થયા, તેમણે પારકર વિગેરે દેશોમાં થાળી, પીઆ તથા સવા શેરના મોદકની કહાણી કરી ઘા ધન ખરવું. સં. ૧૫૪૧ માં ભૂજમાં થયેલા ચાંપા શાહે જયકેસરીરિના ઉપદેશથી પસૂત્રની ૮૪ પ્રતો લખાવીને સર્વ આચાર્યોને વહેરાવી. સં. ૧૫૫ માં દેવચંદ પ્રભુતિ વડેરા ગોત્રના વંશજે વાંકાનેરમાંથી જૂનાગઢ જઈ વસ્યા, ત્યાંના નવાબને જેતા કિંમતી વસ્ત્રો પહેરામણીમાં આપ્યાં ત્યારથી તેઓ દોસી ઓડકથી ઓળખાવા લાગ્યા. સં. ૧૪૯૯ માં પારકરમાં થયેલા ઠાકરસીના પુત્ર ખીમસીએ શરગંજય તથા ગિરનારના સંધ કાઢી બચું ધન ખરચ્યું હતું. સં. ૧૫૨૭ માં લોલાડાના રહીસ ભલા શેઠે શ્રી પાર્શ્વનાથ જિનબિંબ ભરાવી તેની જયકેસરીરિના ઉપદેશથી પ્રતિષ્ઠા કરાવી. સં. ૧૫૧૫ માં કોટડાના રહીસ ખીમા શેઠના પુત્ર શ્રીકણું, મહીકણું, કીડા તથા મેઘાએ મળી શ્રી શાંતિનાથ જિનપ્રસાદ શિખરબંધ કરાવ્યો.
૧૫૩. ઓશવંશીય પડાઈયા ગેત્રીય સમરર્સએ સં. ૧૪૫૨ માં લાડા નગરમાં શ્રી શાંતિનાથ જિનપ્રાસાદ કરાવ્યો. એક લાખ રૂપીઆ ખરચીને શત્રુંજયની યાત્રા કરી. સં. ૧૫૦૮ માં જયકેસરીમૂરિના ઉપદેશથી શ્રી શીતલનાથ બિંબ કરાવી બાહડમેરમાં પ્રતિષ્ઠા કરાવી.
૧૧૫૪. ઓશવંશીય વાહણી ગોત્રીય રોમિલ શેઠે ચાર લાખ પીરોજી ખરચાને શત્રુંજય તથા ગિરનારની યાત્રા કરી, બે લાખ પીરજી ખરચી દાનશાળા મંડાવી. સં. ૧૫૫ માં બીજામાં થયેલા ભીમા તથા રામાએ શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમા કરાવી ઘણું ધન ખરચ્યું.
૧૧૫૫. એશવંશીય ચૌહાણ ગોત્રીય વીરા શેઠે ઝાલરમાં શ્રી ચંદ્રપ્રભારવામાન જિનપ્રાસાદ બંધાવ્યું. સં. ૧૫૫ માં કોરડાના વતની મઢિરાજ શેઠે શ્રી અભિનંદન જિનબિંબ ભરાવ્યું, જેની પ્રતિષ્ઠા જયકેસરીરિના ઉપદેશથી થઈ
૧૧૫૬. શ્રીમાલી વંશીય આગ્નેય ગોત્રીય, આઉઆ ગામમાં થયેલા ઈલાક નામના શેઠ શ્રી વાસુપૂજ્ય જિનબિંબ કરાવ્યું, જેની પ્રતિષ્ઠા જયકેસરીરિના ઉપદેશથી થઈ. આ વંશમાં લેલીઆણ પાસે છબાલી ગામમાં થયેલા ખોખા શેઠથી ખાત્રા નામની ઓડક થઈ. તેણે પાટણમાં ચેયસી પૌષધશાળામાં ચોર્યાસી કલ્પસૂત્ર વંચાવ્યાં તથા ઘણું ધન ખરચીને સ્વામીવાત્સલ્ય કર્યા.
૧૧૫૭. કાશ્યપ ગોત્રીય ઝાંઝણ શેઠે મોડી ગામ પાસે ભાદ્રહડી ગામમાં સ. ૧૫૪૩ માં શ્રી વિમલનાથજીને જિનપ્રાસાદ જયકેસરીરિના ઉપદેશથી કરાવ્યો અને એમના જ ઉપદેશથી પ્રતિષ્ઠા કરાવી.
૧૧૫૮. શ્રીમાલી વંશીય ખોડાયણ ગોત્રીય શેઠ કુંભાએ જયકેસરીસૂરિના ઉપદેશથી બેલા ગામમાં પીત્તળની જિનપ્રતિમા સ્થાપના કરી.
૧૧૫૮. શ્રીમાલી વંશીય લાછિલ ગોત્રીય વીર શેઠે હરિયાપુરમાં શ્રી પાર્શ્વનાથ જિનાલય તથા પૌષધશાળા બંધાવ્યાં, જેની પ્રતિષ્ઠા જયકેસરીરિના ઉપદેશથી થઈ.
૧૧૬૦. ઓશવંશીય કાંટિયા-ગોખરુ ગોત્રીય સંધા શેઠે સં. ૧૫૨૧ માં જયકેસરીરિના ઉપદેશથી શ્રી આદિનાથ જિનબિંબની પ્રતિષ્ઠા કરી. આ વંશમાં સંગ્રામ સોનીએ શત્રુંજય ઉપર ચૌમુખ જિનપ્રાસાદ બંધાવ્યો.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com