________________
અચલગચ્છ દિન ચંપકપુરને નિર્દેશ કરે છે. ભાવસાગરસૂરિ વિશેષમાં જણાવે છે કે રાજા ગંગદાસના વચનથી જયકીતિસૂરિએ જયકેસરીરિને સૂરિપદે અલંકૃત કર્યાઃ
ચઉદસ ચઉરાપૂએ રાઉણ સિરિ ગંગદાસ વયણેણ,
સિરિ જયકિત્તિગુરુહિં દિશે સૂરીસ પય ભારે. ૧૧૪૭. કાલેલ પાસે નાની ઉમરવાણ નામના ગામના કૂવામાંથી મળેલા શિલાલેખમાં ચાંપાનેરના ચૌહાણ રાજાઓનાં નામો ૧ રામદેવથી ૧૧ ચુંબક ભૂપ, ૧૨ ગંગરાજેશ્વર અને ૧૩ જયસિંગદેવ જણાવ્યાં છે, તેમાંના ૧૨ ગંગરાજેશ્વર એજ ભાવસાગરસૂરિએ કહેલા “રાઉ સિરિ ગંગદાસ”. ગંગદાસના પુત્ર જયસિંગદેવ પતાઈ રાવળ નામથી ઓળખાતો હતો. તેણે જયકેસરીરિને સન્માનિત કર્યા હતા એ વિશે પાછળથી ઉલ્લેખ કરીશું.
૧૧૪૮. પિતાના ગુરુ જયકીર્તિરિ સં. ૧૫૦૦ માં પાટણનગરમાં પહેલેકવાસી થયા પછી સં. ૧૫૦૧ માં ચાંપાનેરમાં જયકેસરીરિ ગટ્ટેશપદ પામ્યા. એ પ્રસંગે પાવાગઢના શ્રી વીરજિનાલયમાં શાલાપતિ જ્ઞાતીય સંઘવી કાલાગરે ઉત્સવ કર્યો. ભાવસાગરસૂરિ “ગુર્નાવલી"માં નોંધે છે
એગાહિય પન્નરસે વરસે ગણુ ભાર ધારણ સમન્વે, સિરિ વીરનાહ ભવણે પાવાગિરિ ચંપયપુરશ્મિ. સાલાવઈ સંઘવઈ કાળાગર કુણઈ ઉ તત્વ, સિરી વીર વંસ પદે ઉયણ સમ્મિ સે કવિઓ. સો નવ દીવ દીવઈ મિષ્ઠા મહંધયાર હરણ પરે,
સિરિ જિણ સાસણ હારે જયકેસરિસરિ ગણુહારે. ૧૧૪૯. જયકેસરીરિની ગુરુ પ્રત્યેની ભકિત પણ અહીં ઉલ્લેખનીય છે. તેઓ કહે છે કે ચતુર્વિધ સંઘની મધ્યમાં જે કાંઈ શાસ્ત્રોને અલ્પાંશ હું કહું છું તે મારા ગુરુમહારાજના ચરણે લાગેલી રજના સ્પર્શના પ્રભાવ થકી છે.'—
અંકિંચિ સન્થ લેચં ચઉવિત સંઘર્સ મન્ઝિ વચ્ચે હું,
તા નિય ગુરુ પથ લગ્નય રયસ્સ ફાસગ્ય ભાવાઓ. ૧૧૫૦. વિશેષમાં તેઓ ગુરુ વિશે જણાવે છે કે –“જે એક હજાર કરોડ જીભ હેય, એક કરોડ પૂર્વ તુલ્ય આયુષ્ય હોય અને બૃહસ્પતિ જેવા કવિરાજ હોય તો પણ તે સદ્દગુરુ મહારાજના ગુણની, કીર્તિની સ્તુતિ ન કરી શકે.'—
જહા કેડિ સહસં જઈવિ ભવઈ પુવ્ય કોડિ સમ આઉં,
સુર ગુરુ સમ કવિરાઓ તય ન થુણઈ સુગુરુ ગુણ કિંનિં. પ્રકીર્ણ પ્રસંગે :
૧૧૫૧. એશવંશીય નાગડા ગોત્રીય લખરાજ આદિ ચારે ભાઈઓએ સં. ૧૫૩૯ માં નગરપારકરમાં શ્રી અભિનંદન સ્વામીનું મંદિર બંધાવ્યું. ત્યાંના રાજા સાથે અણબનાવ થવાથી એ ચારે ભાઈઓ ત્યાંથી ચોરવાડમાં જઈ વસ્યા, અને એરવાડિયા કહેવાયા. તેમાંના કેટલાક પ્રભાસપાટણમાં પણ પાછળથી આવી વસ્યા. આ નાગડા વંશમાં થયેલા ઉદેસીને પરિવાર કચ્છમાં વસ્યો, અને તેઓ કચ્છી મહાજન થયા.
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com