________________
શ્રી જયકેસરીર
થાન નયર રિલીયામણ, સવિહું પરિ સહજિ સેહામણુઉં, તિહિં નિવસઈ વવહારીલ, ધન ધનનિ ધનદ સંભારીe. અલગ થિકા પ્રભુ સેવસી, તિણિ કારણિ તઉ નિશિ દેવસી, શ્રી સરસઈ ધરિ વેવસી, સુજિ વહુરઉ વનિસુનિસિ દેવસી. શ્રી શ્રીમાલી કુલતિલઉ, ગુણ ગુણ્યડિ ગુહિરિ ગુણ નિલઉ, તસુ વામાંગ વરવાણુઈ, સાસતી સરોમણિ જાણી ઈ. લાખણદેવિ સુલખણી, જિણિ જનમિઉ નંદનગછ ધણી,
જનમ દઈ એકÉત્તરઈ, સંજમ સિરિ વરી પંચધુત્તરઈ. ૧૧૪૧. મુનિ લાખા “ગુપદાવલી ” માં પણ થાન નગરમાં સં. ૧૪૭૧ વર્ષમાં જયકેસરીયુરિને જન્મ થયો હોવાનું નોંધે છે :
१३ तेरमा गणधर श्री जयकेसरसूरि । स्थाननगर । श्रेष्ठ देवसी पिता । लाखणदे माता । संवत् १४७१ वर्षे जन्म । संवत् १४७५ वर्षे दीक्षा आबुनगरे । संवत् १४९४ वर्षे सूरिपदं चंपकपुरे । संवत १५०१ वर्षे गच्छेशपदं चपकपुरे । संवत १५४१ वर्षे निर्वाण । सस्तंभतीर्थ मध्ये सर्वायु वर्ष ७२ ॥
૧૧૪૨. અન્ય પ્રાચીન યંત્ર અને નેધમાં પણ ઉક્ત હકીકતોનું સમર્થન હોઈને સિદ્ધ થાય છે કે જયકેસરીરિ થાન નગરમાં, શ્રીમાળી જ્ઞાતિમાં, સં. ૧૪૭૧ માં જન્મ્યા હતા. દીક્ષા અને પછીનું જીવન.
૧૧૪૩. ધનરાજ પ્રતિદિન વૃદ્ધિ પામતો હતો. પ્રજ્ઞા અને બુદ્ધિયુકત તેણે ખરેખર, પૂર્વ ભવના સંસ્કારથી જ જાણે, સં. ૧૪૫ માં વ્રતને ભાર સ્વીકાર્યો અને એમનું કેસરી નામ સ્થાપન કરવામાં આવ્યું. થોડા જ દિવસોમાં તેઓ આગમપી સમુદ્રના પારગામી થયા. ભાવસાગરસૂરિ “ ગવલી” માં નોંધે છે :
પના બહુ બુદ્ધિ જુઓ કિર પુલ્વે બ્લાસ વસ ગવ. પણહત્તરિ વય ભાર જયકેસરિ નામ ઠવિય મુણિરાય,
થવ દિણે સુય સાગર ભવ ગાહિય પર જાઓ. ૧૧૪૪. દીક્ષાના વર્ષ અંગે બધા જ ગ્રંથકારે સંમત છે. અલબત્ત, જયકેસરી સૂરિના જન્મ વર્ષ અંગે ભિન્ન મત છે. સ્વીકાર્ય મતાનુસાર તેઓ સં. ૧૪૭૧ માં જગ્યા હોઈને માત્ર પાંચ જ વર્ષની ઉમરે પંચમહાવ્રતો ધારણ કર્યા. વિશેષમાં મુનિ લાખા “ ગુરુપદાવલી” માં જયકેસરીરિની દીક્ષાનું સ્થળ આબૂ નગર સૂચવે છે. અન્ય ગ્રંથોમાં દીક્ષા–સ્થળ અંગે સ્પષ્ટ સૂચન નથી.
૧૧૪૫. ધર્મમૂર્તિસૂરિને નામે પ્રસિદ્ધ થયેલી પદાવલીમાં જણાવવામાં આવ્યું છે કે ધનરાજ અથવા કેસરે વૈરાગ્યથી જયકીર્તિરિ પાસે સ. ૧૪૭૫ માં દીક્ષા લીધી અને નવોદિત મુનિનું નામ જયકેસરી રાખવામાં આવ્યું. શાસ્ત્રોને અભ્યાસ કરાવ્યા બાદ સં. ૧૪૯૪ માં ગુરુએ તેમને સૂરિપદ પ્રદાન કર્યું.
૧૧૪૬. કવિવર કાન્હ “ગચ્છનાયક ગુરુ રાસ' માં રથળને નિર્દેશ કર્યા વિના માત્ર સં. ૧૪૯૪માં. જયકેસરીરિને સૂરિપદ પ્રાપ્ત થયું હોવાનું જ લે છે. મુનિ લાખા સ્પષ્ટ રીતે સૂરિપદ સ્થળ તરીકે
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com