________________
અચલગચ્છ દિન પરથી જ સ્પષ્ટ થાય છે કે તેઓ આગમ ગ્રંથોના નિષ્ણાત બહુશ્રુત વિદ્વાન હશે. ગચ્છનાયક તરીકેની ભારે ફરજ બજાવવા ઉપરાંત, જયકીર્તિસૂરિના ઉપદેશથી અનેક પ્રતિષ્ઠા કાર્યો થયાં છે. ધર્મકાર્યોમાં તેઓ અત્યંત પ્રયત્નશીલ હોવા છતાં, તેમણે ગ્રંથરચના માટે પણ ઘણો સમય ફાળવ્યો હતો, જે દ્વારા એમની વિદ્યાપ્રિયતા સૂચિત થાય છે.
૧૧૩૧. માણિક્યસુંદરસૂરિ કૃત “ગુણવર્મ ચરિત્ર'ની એક પ્રત સં. ૧૪૮૭ના પોષ સુદી ૭ને બુધવારે અણહિલપુર પાટણમાં જયકીર્તિરિને વહોરાવવામાં આવી એ વાતને નિર્દેશ પણ અહીં પ્રસ્તુત છે. સા. નાગડના પુત્ર સા. આકાએ, ભાર્યા વિણી, ભાઈ લિંબા, પુત્ર રાજા પ્રમુખ પરિવાર સહિત ઉક્ત પ્રત મહં. કર્માદ્વારા લખાવી અને આચાર્યને વહેરાવી એમ પ્રતપુપિકા દ્વારા સૂચિત થાય છે. જુઓ :
संवत् १४८७ वर्षे पोष शुदि ७ बुधे श्री अणहिल्लपत्तने सा० नागड सु० शा० आका श्रावकेण भार्या जीविण भ्रात लिंबा पुत्र राजा प्रमुख परिवार सहितेन सप्तदशमेद. पूजा कथा लेखयित्वा श्री अञ्चलगच्छे श्री मेरुतुंगसूरीन्द्र पट्टपयोनिधिचन्द्र श्री गच्छेश श्री जयकीर्तिसूरीश्वर गुरुणां प्रदत्ता। वाच्यमानाश्चिरं नन्दतु । यादृशं पुस्तके दृष्ठा तादृशं लिखितं मया । यदि शुद्धमशुद्ध वा मम दोषो न दीयते ॥ श्रीः । महं० कर्मा ટિવિત | સ્વર્ગગમન,
૧૧૩૨. સં. ૧૫૦૦ માં સડસઠ વર્ષની ઉમરે અંચલગચ્છના આ પ્રતિભાસંપન અને યશસ્વી પટ્ટધર જયકીતિસૂરિનું પાટણમાં સ્વર્ગગમન થયું. ધર્મભૂતિ સુરિને નામે પ્રસિદ્ધ થયેલી પટ્ટાવલીમાં જણુંવવામાં આવ્યું છે કે તેઓ ચાંપાનેર નામના નગરમાં સ્વર્ગસ્થ થયા. પદાવલીનું આ વિધાન અસ્વીકાર્ય છે. જયકીર્તિસૂરિ ચાંપાનેરમાં નહીં પરંતુ પાટણમાં સ્વર્ગથ થયા હતા. મુનિ લાખ ગુરુપટ્ટાવલીમાં નિવણસ્થળ તરીકે પાટણને જ ઉલ્લેખ કરે છે. ભાવસાગરસુરિ કૃત ગુર્નાવલીમાં પણ એ પ્રમાણે જ છે -
પનરસ સિરિ પણ સંપથ કાઉણું ભયલમ્મિ વિહરતો,
પણ દહ સએય વરિસે પણ નરખિ સબિ ગ. ૨૨. ૧૧૩૩. નાહટાજીના સંગ્રહની અજ્ઞાત કર્તક “અંચલગચ્છ – અપરના વિધિપક્ષગચ્છ – પદાવલી ( વિસ્તૃત વર્ણનરૂપ)માં પણ જયકીતિમરિનું સ્વર્ગગમન સં. ૧૫૦૦ માં પાટણમાં થયું હોવાનું સ્પષ્ટ ઉલ્લેખ છે. ઉક્ત પટ્ટાવલીની સમગ્ર નેંધ આ પ્રમાણે છે–૫૯ ઓગણસાઠમિં પાટે શ્રી જયકીર્તિસૂરિ. તિમિરપુર નગરી. ભુપાલ સેક, ભરમાદે ભાયાં, પુત્ર વીત્રા. ચઉદ ત્રેતસે જન્મ. સંવત ચઉદ વેતાલે દીક્ષા. સંવત ઓગણોતેરે આચાર્યપદ સ્થંભતીર્થે ચઉદ ત્રીજોરે ગચ્છનાયકપદ પાટણ નગરી ૧૫૦૦ નિર્વાણ. એવં સર્વાયુ વર્ષ ૬૭.”
૧૧૩૪. કવિવર કાન્હ “ગચ્છનાયક ગુરુરાસમાં જયકીર્તિરિના ગુણો વિશે સુંદર પ્રકાશ પાડે છે. એમના જ શબ્દોમાં તે જોઈએ :–
દસ બિહ ધમ્મ પયાસ ગરે, થિર થાપઈ જિણ ભાણ; જિણ સાસણ ઉદ્યોત કરે, પુહવિહિ પયડ પમાણુ.
Shree Sudhamaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com