________________
શ્રી જયકીર્તિસૂરિ
૨૬૩ આચાર્યોને કેવો મોટો હિસ્સો હતો એ વાતની પ્રતીતિ એ દ્વારા થાય છે. એમના પ્રતિક લેખ દ્વારા એમના શ્રાવકગણ વિશે અનેક માહિતી ઉપલબ્ધ બને છે. ઓશવંશીય, દુધડશાખીય સાહ લખમશી, સાહ ભીમલ, સાહ દેવલ, સાહ સારગ આદિ બંધુઓએ દેવકુલિકાઓ અને વાવ આદિ કરાવ્યાં. ખંભાતના વતની, શ્રીમાલી જ્ઞાતીય પરીખ કુટુંબે પણ એક દેવકુલિકા બંધાવી. એશવાળ જ્ઞાતિના મીઠડિયા શાખીય કુટુંબે ત્યાં ત્રણ દેવકુલિકાઓ બંધાવી. તેઓ પાટણના વતની હતા. શિલાલેખોમાંથી આ કુટુંબનું વંશવૃક્ષ આ પ્રમાણે મળી આવે છે. :–
( ઉશવંશ—મીઠડિયા શાખીય–પનનવાસી)
સંગ્રામ
સલખણ
તેજા-ભાય તેજલદે
નરસિંહ-ભાર્યા કઉતિગ
ડિ
ખીમાંભાર્યા ખીમાદે
કાલા
ગાગા
પાસદત્ત
વત્ત
નાગરાજ ભાય નારંગદે પાસા જીવરાજ છણદાસ
૧૧૨૭. ઉપર્યુક્ત બાબતો ઉપરાંત બીજી પણ અનેક માહિતીઓ જયકીર્તિસૂરિના પ્રતિષ્ઠા લેખો દ્વારા પ્રાપ્ત થાય છે. ગ્રંથકાર જયકીર્તિસૂરિ.
૧૨૮. જયકીતિમરિએ કેટલાક ગ્રંથ પણ રહ્યા છે. ધર્મમૂર્તિરિને નામે પ્રસિદ્ધ થયેલી પાવલી દ્વારા જાણી શકાય છે કે એમણે ઉત્તરાધ્યયનસૂત્ર, ક્ષેત્રસમાસ તથા સંગ્રહણી ગ્રંથો પર ટીકાઓ રચી છે. ઉત્તરાધ્યયનસૂત્રટીકા ઉપલબ્ધ છે. આ ટીકાની પ્રશસ્તિમાં ગ્રંથકર્તા જણાવે છે –
संशयांधतमसापहारिणी । सत्प्रकाश परमोपकारिणी ॥ उत्तराध्ययनदिपीकाचिरं । प्रथ्यतां मुनिजनैनिरंतरं ॥१॥ गच्छाधिपः श्री जयकीर्तिसूरीश्वरो विधिपक्षगण प्रहृष्टः ॥
सद्भाव सारः परमार्थहेतुमक्तृप्तवान् पुस्तकरत्नमेतत् ॥२॥ ૧૧૨૯. જયકીર્તિસૂરિત “પાર્ષદેવતવન” પણ ઉપલબ્ધ છે. ભૂજંગી છંદમાં રચાયેલી આ પ્રાચીન પદ્યકૃતિમાં ૧૨ કંડિકાઓ છે. ૧ર મા પદ્યમાં કવિ પોતાના ગુરુ મેરૂતુંગરિને આ પ્રમાણે ઉલ્લેખ કરે છે: “મેરતુંગ ગુરુ વાણિ સુમાડી ' જુઓ “જૈન સ્તોત્ર સંદેહ', પૃ. ૧૨૯-૩૮, જયકતિસુરિને એમના ગુરુ મેરૂતુંગરિ અને દાદા ગુરુ મહેદ્રપ્રભસૂરિની જેમ શ્રી પાર્શ્વનાથ પ્રભુ પર અનન્ય આસ્થા હતી એમ પણ આ કૃતિથી સચિત થાય છે.
૧૧૩૦. જયકીર્તિસૂરિના અન્ય ગ્રંથની ઉપલબ્ધતા વિશે જાણી શકાતું નથી. ગ્રંથોની નામાવલી
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com