________________
1
અચલગચ્છ દિગ્દર્શને ૧૪૯૪ મા સુદી ૧૧ ઓસવંશીય કાહણસિંહ ચુત કોવાપાએ શ્રી નેમિનાથબિંબ ભરાવ્યું, સૂરિએ
તેની પ્રતિષ્ઠા કરી. ૧૪૯૫ જેઠ સુદી ૧૪, ઓસવંશીય સા. વજા ભાર્યા વજલદે પુત્ર સારા વીરાએ સ્વશ્રેયાર્થે શ્રી
વિમલનાથબિંબ ભરાવ્યું. ૧૪૯૬ ફાગણ સુદી ૨, શુક્રવારે શ્રીમાલ જ્ઞાતીય મંત્રી કયા ભાય ગઉરી પુત્ર છેપર્વતે ભા૦ અમરી
સહિત સ્વમાતુ શ્રેયાર્થે શ્રી શીતલનાથબિંબ ભરાવ્યું, રત્નસિંહસૂરિએ તેની પ્રતિષ્ઠા કરી. ૧૪૯૮ (૧) પોષ સુદી ૧૨, શનિવારે ઉકેશવંશે વ્ય. સં. મંડલિક પુત્ર ઝાંઝણ ભા. મોહમુદે પુ.
નિસલ ભાઇ નાયકદેએ શ્રી શ્રેયાંસનાથબિંબ ભરાવ્યું, સૂરિએ તેની પ્રતિષ્ઠા કરી. (૨) ફાગણ સુદી ૨, શુક્રવારે શ્રીમાલ જ્ઞાતીય શ્રેત્ર કયા ભાર્યા ગણી પુરુ છે. પર્વતે ભા અમરી સહિત સ્વમાતુ શ્રેયાર્થે શ્રી શીતલનાથબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરી. (૩) ફાગણ સુદી ૭, શનિવારે શ્રીમાળી જ્ઞાતીય વ્ય૦ સૂટા ભા સૂવદે સુઇ દેવસી ભાહીરાદે
તથા માહણદે શ્રાવિકાએ શ્રી સુમતિનાથબિંબ સ્વશ્રેયાર્થે ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરી. ૧૪૯૯ (૧) કાતિક સુદી ૧૨ સોમવારે પ્રાધ્વંશીય વૃદ્ધ શાખીય કોણ ગોત્રીય સા• સોલા પુ. સા.
ખીમા, પુત્ર સાવ ઉદયસિ પુસાલડા, પુઝાંબટ ભાવ માટે પુ. સા. પારા, સા. પહિરાજે નિ જશ્રેયાર્થે શ્રી સુમતિનાથબિંબ ભરાવું, સંઘે તેની પ્રતિષ્ઠા કરી. (૨) શાખ વદિ ૫, ગુરુવારે શ્રીમાલ જ્ઞાતીય સાઇ પરબત પુત્ર સારા હરપતિ જયસિંહ ભ્રાતા, કડી શાખાય, પોતાના વડિલ બંધુ સિંધ ભાવ ગાંગી શ્રેયાર્થે શ્રી શાંતિનાથબિંબ ભરાવ્યું, સંઘે
તેની પ્રતિ કરી. ૧૪. (૧) જેઠ સુદી ૧ને દિવસે ઉકેશવશે મોટા ભાય વહિણદે પુત્ર રામા ભાર્યા રાહલદે સહિત શ્રી
પાર્શ્વનાથબિંબ ભરાવ્યું અને પ્રતિતી કરાવી. ૧૫૦૧ (૧) પોષ વદિ ૯, શનિવારે સા, કાજૂ ભા. કમલાદે, સુત સારુ હરિસેને પત્ની માહુણ શ્રેયાર્થે
શ્રી અજિતનાથબિંબ ભરાવું, સંઘે તેની પ્રતિષ્ટા કરી. (૨) ફાગણ સુદી ૧૨, ગુરુવારે શ્રીમાલી વંશીય છે. ધર્મા ભાર્યા ડાહી પુત્ર વેલા, અમીયા, સૂરા શ્રાતા સહિત શ્રેટ સાઈયાએ શ્રી સુમતિનાથબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરી. (૩) એ જ દિવસે ઉકેશવંશીય મંત્ર ગોપા ભાર્યા મે પુત્ર મંત્ર જાવડ શ્રાવકે ભાર્યા સંપૂરી સહિત શ્રી ધર્મના બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ટા કરી.
૧૧૨૬. ઉપર્યુક્ત પ્રતિષ્ઠા લેખની નોંધ પરથી જાણી શકાય છે કે ગચ્છનાયકપદે અલંકૃત થયા પછી જયકીર્તિસૂરિના લગભગ પ્રત્યેક વર્ષના પ્રતિકા લેખો ઉપલબ્ધ બને છે. બીજા લેખની શોધ પણ કરવી રહી. છેલ્લા ત્રણ લેખોમાં સેંધાએલું સં. ૧૫૦૧નું વર્ષ વિચારય છે. કેમકે સં. ૧૫૦૦ માં જયકીર્તિસૂરિ પરલેકવાસી થયા છે. પ્રતિકા લેખો પરથી બીજી એક વાત તરફ પણ આપણું ધ્યાન કેન્દ્રિત થાય છે અને તે એ કે આ ગચ્છનાયક જ્યાં જ્યાં ગયા હશે ત્યાં ત્યાં ધર્મભાવનાની ભરતી ભાવુક હૃદયમાં ઉછળતી, તેઓ ધર્મકાર્યોમાં સતત પ્રવૃત્તિશીલ રહ્યા. ગચ્છાધિપતિની ભારે ફરજોને દષ્ટિમાં રાખતાં જયકીર્તિસૂરિની આ સિદ્ધિ ખરેખર, અસાધારણ જ ગણાય. જીરાવલા પાર્શ્વનાથ તીર્થની કેટલીક દેવકુલિકાઓ એમના ઉપદેશનું જ પરિણુમ છે. જીરાવલા પાર્શ્વનાથ તીર્થના વિકાસમાં અંચલગચ્છીય
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com