________________
શ્રી જયકીતિસૂરિ
૨૫૯ પરિચય તો મળી જ રહે છે. ધ્યાન અને ઉગ્ર તપના પ્રભાવથી શાસનદેવી સંતુષ્ટ થાય અને ઈચ્છિત વચન પણ આપે તે વાત પ્રાચીન પદાવલીમારોની પ્રસંગનિરૂપણની સર્વમાન્ય શૈલીને અનુરૂપ જ છે. ગચ્છનાયકોના લેકોત્તર પ્રભાવને નિરૂપવામાં પ્રાચીન ગ્રંથકારોએ લૌકિક મૂલ્યોનો આધાર તો લીધે જ હેય છે. આ બધું તાત્વિક દૃષ્ટિએ ખૂબ જ વિચારણીય છે. ચરિત્રનાયકોની મહત્તા વધારવાના ઉત્સાહમાં આવું ઘણું વાર બનતું હોય છે. અલબત્ત, આપણને તો આવા ઉલ્લેખમાંથી ઉપસી આવતા ચરિત્રનાયકના લેાકોત્તર પ્રભાવને જ દૃષ્ટિબિન્દુમાં રાખવાનું છે. સમાજમાં અત્યંત આદરણીય ગણાયેલી વ્યક્તિઓ માટે અનુશ્રુતિને સ્વભાવગત નિયમાનુસાર આવી દૈવી વાતો, ચરિત્રનાયકના ઉર્ધ્વગામી જીવનને યથેષ્ટ ચતાર આપવા કે એમનાં જીવનને માનવથી ઉચ્ચ સ્તર પર મૂકવા કર્ણોપકર્ણ વણાઈ ગયેલી નીરખાય છે. જયકીર્તિસૂરિના પ્રતિષ્ઠા લેખે
૧૧૨૫. જયકીર્તિસૂરિના ઉપદેશથી અનેક પ્રતિષ્ઠાકાર્યો થયા હોવાનાં પ્રમાણ ઉકીર્ણિત મૂર્તિ લેખ કે શિલાલેખે પૂરા પાડે છે. એ બધા ઉપલબ્ધ લેખની સંક્ષિપ્ત નોંધ આ પ્રમાણે છે – ૧૪૭૩ વૈશાખ વદિ ૭, શનિવારે શ્રીમાલ જ્ઞાતીય શ્રેણી દેદા તથા તેની ભાર્યા મચૂના પુત્ર સંઘવી
ખીમાએ પિતાની ભાર્યા ખેતલદે મુખ્ય વહુ પુત્ર સંગ્રામ સહિત, સ્વશ્રેયાર્થે શ્રી ધર્મનાથબિંબ
કરાવી તેની પ્રતિષ્ઠા કરી. ૧૪૭૬ (૧) માગશર સુદી ૧૦ રવિવારે ઉશ જ્ઞાતીય સા. ભડા ભા. રામી, પુત્ર સા. ખીમા ભા. રૂડી
સુત સા. નામસિંહ ભા. મટકુ. ભાર્યા નામલદે પુત્ર રત્નપાલ સહિત, સકલ કુટુંબ શ્રેયાર્થે શ્રી મુનિસુવ્રતસ્વામી બિંબ પ્રમુખ વીશી કરાવી તેની પ્રતિષ્ઠા સુરિદ્વારા કરવામાં આવી. (૨) વૈશાખ વદિ ૧, શનિવારે ઉકેશવશે વ્યવ. ચાહડ સુત આસપાલ સુત તા સુત મંત્રી ચરકા ભા. પાહણદે, તેમના પુત્ર મં. કોહા, મં. નેડા, મં. ખોદાએ પિતાનાં માતપિતાના શ્રેયાર્થે વીશી જિનપટ કરાવ્યું.
(૩) એજ દિવસે મં. ચડકા સુત મં. રાજાએ શ્રી પાર્શ્વનાથ બિંબ કરાવી તેની પ્રતિષ્ઠા કરી. ૧૪૮૧ (૧) માઘ સુદી ૫, સોમવારે ઉકેશવંશે સા. પૂના ભા. મેચૂ તેમના પુત્ર સા. સોમલ શ્રાવકે
પિતાના શ્રેયાર્થે શ્રી સુમતિનાથ બિંબ કરાવ્યું, તથા તેની પ્રતિષ્ઠા સુશ્રાવક પ્રવરે કરી.: (૨) ફાગણ વદ ૬, ગુરુવારે.....સુત લાખા ભા. ઝબકુ...સૂલેસરિ સુત મેરા, લખમણ, ધનપાલ સહિત.....શ્રી શાંતિનાથ બિંબ કરાવી તેની પ્રતિષ્ઠા કરી. (૩) વૈશાખ વદિ ૮, શુક્રવારે ઉકેશવંશે મણી સા. પાસડ ભા. પાહણદેવી સુત સા. સિવાએ સા. સિંધા પ્રમુખ પોતાના ચાર ભાઈઓ સહિત સ્વશ્રેયાર્થે શ્રી આદિનાથ બિંબ કરાવ્યું
તથા સંઘે તેની પ્રતિષ્ઠા કરી. ૧૪૮૨ ફાગણ..... રવિવારે ઉકેશ જ્ઞાતીય સંઘવી સહકલ ભા.......ણ શ્રી આદિનાથ બિંબ કરાવી
તેની પ્રતિષ્ઠા કરી. ૧૪૮૩ (૧) દિતીય વૈશાખ વદિ ૫, ગુરુવારે શ્રીમાલ જ્ઞાતીય મહાજનીય મહં. સાંગા ભાર્યા સુડા
પુત્ર નીંબાએ પોતાના પિતાના શ્રેયાર્થે શ્રી સુમતિનાથ બિંબ કરાવ્યું તથા તેની સંપે પ્રતિષ્ઠા કરી.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com