________________
૧૫૮
અંચલગચ્છ દિદરશન થયેલા યશોવિજયના નામે ચડેલાં “કુમતિ ખંડન–૧૦ મત સ્તવન માં પણ એવું જ છે–પુન્ય વિષ્ણુ પુનમીઆ, ખર સરીખા ખરતર ” યાદિ. તત્ત્વજ્ઞ પુરૂને પણ ગચ્છાંધ અનુયાયીઓએ સંકુચિત અને અનિષ્ટ પ્રવૃત્તિમાં સંડોવ્યા છે!
આમ છતાં આવાં નામાંતરથી કે અયોગ્ય વિશેષણોથીયે આ ગષ્મા આચાર્યોએ કોઈ અન્ય ગચ્છને સંબોધ્યા નથી, હલકા પાડવાનો પ્રયાસ સુદ્ધા કર્યો નથી, પછી ખંડનાત્મક ગ્રંથને તો પ્રશ્ન જ કયાં રહ્યો ? આ ગચ્છનું સમદર્શી વલણ ખરેખર, જૈન ઈતિહાસમાં વિશેષ ધ માંગી લે એવું પ્રશસ્ય છે. ખંડનપટુ ધર્મસાગર પ્રભૂતિ સ્વગચ્છાંધ પ્રતિપાદકોની વિદ્વત્તા વિશે બે મત નથી. પરંતુ પાંડિત્ય, વિદ્યાવ્યાસંગ અને બહુશ્રુતત્વ, એ બધું ઉપયોગી હેવા છતાં જીવનમાં એના કરતાંયે ઉચ્ચતર સ્થાન નિષ્પક્ષ દૃષ્ટિ અને સ્વ કે પર ગચ્છ, પંથ યા સંપ્રદાયનો ભેદ રાખ્યા સિવાય દરેકમાંથી ગુણ તારવવાની દૃષ્ટિ, તેમજ પોતાના પંથના ન હોય એવા વિશિષ્ટ વિદ્વાનો અને સાધકે પ્રત્યે સમજદારનું બહુમાન ધ્યાન ખેંચાય એવી નિરુપણ શૈલીનું છે. આજે પણ એક શાસનમાં જ નહીં એક ગચ્છમાં પણ અને કયતાનું કલુષિત વાતાવરણ નીરખાય છે તે ધર્મસાગર જેવા સ્વમત દુરાગ્રહીઓને જ અનીવાર્ય વારસો છે ! સામાન્ય રીતે દાર્શનિક પરંપરાના બધા જ મોટા વિદ્વાનો પોતાથી ભિન્ન એવી પરંપરા, અથવા તો પિતાની પરંપરાની અંદરની પ્રતિસ્પધી ગચ્છ જેવી શાખાઓ પ્રત્યે અથવા તેનાં મંતવ્યો કે આચાર્યો પ્રત્યે પહેલેથી લાધવબુદ્ધિ અને ક્યારેક કયારેક અવગણના કૃત્તિ પણ કેળવતા અને પિતા આવેલા. અંચલગચ્છના આચાર્યો એ કથન માટે અપવાદ રૂપ જણાય છે. પોતે પિતાના ખંડનીય પ્રતિપક્ષના પુરસ્કર્તાને માટે અપમાનસૂચક શબ્દ પણ જતા નથી, એ દર્શાવે છે કે આ ગચ્છની આંતરિક ભૂમિકા ગુણગ્રાહી તટસ્થતાપૂર્ણ છે. આ ભૂમિકા જ સંશોધનના રાજમાર્ગે સૌને વાળી શકે. શાસનદેવીની કૃપા
૧૧૨૨. ભીમશી માણેક પટ્ટાવલીમાં નોંધે છે કે –મેરૂતુંગસૂરિએ શાસનદેવીનાં પ્રત્યક્ષ આવાગમનનો નિષેપ કર્યો હતો, કિન્તુ જયકીતિરિએ દેવીને પ્રત્યક્ષ કરવા માટે શત્રુંજયગિરિ પર ઘણાં વર્ષો સુધી આયંબિલ તપ કર્યું. દેવી મધ્ય રાત્રિએ પ્રગટ થઈને કહેવા લાગી કે હું તમારી પાસે આવીશ, પણ તમે મને ઓળખશે નહીં.' એમ કહી દેવી અદશ્ય થઈ. બીજે દિવસે પ્રભાતે ખંભાતથી સંધ આવ્યું. તેમાં દેવીએ શ્રાવિકાનું રૂપ ધારણ કરી સુવર્ણમુદ્રામિશ્રિત પઆ વહેરાવીને ગુરુના મરથ પૂર્ણ કર્યા.
૧૧૨૩. મુનિ લાવણ્યચંદ્રકૃત “વીરવંશાનુકમ' નામની પદાવલીમાં પણ એને મળતો નિર્દેશ આ પ્રમાણે પ્રાપ્ત થાય છે:
योध्यानोन तपोबलाद् गुरुनिषिद्धामप्यभीत्वासुरीं । दीनारान् शुचि तदुलान् सुगुरवे दत्वा तिरोधात्सुरी॥ भाद्धानुज्वल चेतसोमित महाभाग्या भविष्यत्यतो ।
शासीच्छ्री जयकीर्तिरि गणयः सौ भूत्प्रभावोत्धुरः ॥ ३६ ॥ ૧૧૨૪. ઉક્ત પ્રમાણને આધારે જાણી શકાય છે કે “ધ્યાન અને ઉગ્ર તપના પ્રભાવથી ગુરુમહારાજે નિષેધ કરેલી દેવી ભય ન પામીને પવિત્ર તંદુલ અને દીનાર–સોનામહોર આપીને અંતર્ધાન થઈ.” દેવીએ આચાર્યને વચન આપ્યું કે “ ઉજવળ ચિત્તવાળા અને અપરિમિત ભાગ્યવાળા શ્રાવકો થશે.' આ ઉલ્લેખ ભીમશી માણેકની પદાવલીથી જુદો તો પડે જ છે, કિંતુ તે દ્વારા જયકીર્તિરિના પ્રભાવને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com