________________
શ્રી જયકીર્તિસૂરિ
૨૫૭. વિછિન્ન નહીં પામઈ, તુ જે કઈ કઈ સંવત ૧૧૬૮ પહિલું વિધિધર્મ ન હિતુ. પચઈ અંચલગચ્છીય ગીતાર્થ ઉધ્ધારિ, વિધિપક્ષ નામ સ્થાપના કીધી તેહનઈ મહાંત પણ લાગઈ છે. જે વલી કિહાઈ વિધિધર્મ વ્યવચ્છેદ પામ્યા તણું પંચાંગી માંકિ અક્ષર દુત.”
ઉક્ત પ્રતમાં અંચલગચ્છની ચર્ચા સંબંધે વિચારણું છે એ વાત અવતરણ દ્વારા જ સિદ્ધ થાય છે, પરંતુ આ વિષયમાં પણ વિશેષ પ્રકાશ પડ્યો હોય એમ જણાતું નથી. ઉક્ત ગ્રંથનું નામ, એના કર્તા કે રચના સંવત વિશે સંશોધન કરવું આવશ્યક છે. ખંડન–મંડનાત્મક ગ્રંથ પ્રકારનો જ એ ગ્રંથ છે. તે ચોક્કસ વાત છે.
૧૧૧૬. તપાગચ૭ીય દેવસુંદરસૂરિના શિષ્ય ગુણરત્નસૂરિએ પંદરમી શતાબ્દીમાં “અંચલમત નિરાકરણ” નામને ખંડનાત્મક ગ્રંથ રચે. આ ગ્રંથ “વાસનિકા પ્રકરણ' એવા નામથી પણ ઓળખાય છે.
૧૧૧૭. હરિભકે “ તરબોધ પ્રકરણ” અપરનામ “નિજતીર્થિક કપિત કુમતિ નિરાસ' નામનો ૫૦૪૦ શ્લોક પરિમાણનો ગ્રંથ છે. આ ગ્રંથમાં પૂર્ણિમાગછ તેમજ અંચલગચ્છનું ખંડન કરવામાં આવ્યું છે. પ્રાચીન ગ્રંથસૂચિ “બૃહદિપનિકા માં આ ગ્રંથને ઉલ્લેખ આ પ્રમાણે છે:
१६१ निजतीर्थिककल्पितकुमतिनिरासाऽपरनामक तत्त्वप्रबोधप्रकरणं हरिभद्रीयम् अञ्चलिकपौणिममतच्छित् (प्रत्यन्तरे 'छिद्रम्') ५०४० ।।
આ ગ્રંથની પ્રત અત્યારે ઉપલબ્ધ જણાતી નથી. બહદિપનિકામાં એ ગ્રંથનો ઉલ્લેખ હોઈને તે વિક્રમના પંદરમા શતકમાં કે તે પહેલાં રચાયો હશે.
૧૧૧૮. “ આંચલિક મત ખંડન” તથા “આંચલિક મત વિચાર' નામના ગ્રંથોની પ્રત અમદાવાદના ડેલાના ભંડારમાં વિદ્યમાન છે. પરંતુ તે બાબત વિશેષ જાણી શકાયું નથી. ખંડનાત્મક ગ્રંથોના પ્રકારના જ એ ગ્રંથ છે.
૧૧૧૯. શાંતિસરિના શિષ્ય અમરચંદ્રના અજ્ઞાત શિવે અંચલગચ્છનું ખંડન કરતો ગ્રંથ “તત્વપ્રબોધ પ્રકરણ” રો. એવી જ રીતે ખરતરગચ્છીય જિનપ્રભસૂરિએ “તમિત મુહન” તથા ગુણવિનયે તપામતખંડન ” અપરનામ “
ઉ ઘદનકુલક ખંડન' (સં. ૧૬૬૫) તથા “અંચલમતસ્વરૂ૫ વર્ણન ” (સં. ૧૬૪) આદિ ખંડનાત્મક ગ્રંથો રચ્યા. એ સમયમાં જ થઈ ગયેલા ખંડનપટુ ઉપાધ્યાય ધર્મસાગરે
પ્રવચન પરીક્ષા ” અપનામ “કુપક્ષ-કૌશિક-સહસ્ત્રકિરણ” (સં. ૧૬૨૮)માં તપાગચ્છનું ખંડન કરીને અન્ય બધા ગચ્છનું એવું તો ઉગ્ર ખંડન કર્યું કે જેને સમાજમાં ખડભડાટ મચી ગયેલું. આથી ગચ્છાધિપતિ વિજયદાનસૂરિએ એ ગ્રંથ અપ્રમાણ કરાવ્યો. ધર્મસાગરને બહિષ્કૃત કરવામાં પણ આવ્યા.
૧૧૨૦. આ રીતે પંદરમા શતકથી ખંડનમંડનાત્મક ગ્રંથ લખવાનો પ્રારંભ થયો અને એ પછી દરેક શતાબ્દીમાં લખાયેલા આવા અનેક ગ્રંથે આજે ઉપલબ્ધ છે. તપાગચ્છ અને ખરતરગચ્છના આચાર્યોએ એક બીજા ગુચછનું ઉગ્ર ખંડન કર્યું. અન્ય ગચ્છાએ અંચલગચ્છનું પણ ઉગ્રતાપૂર્વક ખંડન કયું પરંતુ અંચલગચ્છના કેઈ આચાચે આજ દિવસ સુધી કઈ ગછનું ઉગ્રતાપૂર્વક ખંડન કરતો એકે ગ્રંથ રચ્યો નથી. આ ગચ્છના આચાર્યો નિષેધાત્મક પ્રવૃત્તિથી સર્વથા અલિપ્ત જ રહ્યા છે. એ હકીકત જૈન શાસનના ઈતિહાસમાં ખાસ નોંધ લેવા જેવી છે. , ૧૧૨૧. કોઈ પદાવલીમાં ૧૩ મી શતાબ્દીમાં “ સ્તનપક્ષગ૭ ” અંગેને ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. વાસ્તવિકમાં અચલગચ્છને વિડંબનાપૂર્વક આ નામાંતરથી સૂચિત કરવામાં આવેલ છે. ૧૮મી શતાબ્દીમાં
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com