________________
૫૬
અચલગચ્છ દિગ્દર્શન ગયા છીએ. જાંબૂનગર-જંબુસરમાં સાત વરસિંધકારિત ઉસવથી પદમહોત્સવ થયો હતો એમ “મેરતુંગસૂરિરાસ” દ્વારા જાણી શકાય છે –
શ્રી મહિમશ્રી મહતર એ માહંતડે થાપિયા મહત્તરા ભારિ,
સાહ વરસંધિ ઉચ્છવ કીયા એ માલ્ડંતડે નાબૂ નયર મઝારિ. ૧૧૧૦. પ્રવતિની સાધ્વી લક્ષ્મી પણ એ સમયે જ થઈ ગયાં હોવાનું અનુમાન થાય છે. તેમણે રચેલાં બે સ્તોત્રો શીલરત્નસૂરિ કૃત ચાર સ્તોત્રોની સાથે જ ઉપલબ્ધ થતાં હાઈ ને સંભવતઃ પ્રવા શીલરત્નસૂરિના સમકાલીન હેય. જુઓ–“જૈન સત્ય પ્રકાશ વર્ષ ૯, પૃ. ૧૪૦૧. પ્રવર્તિનીજીએ
આદિનાથ સ્તવનમ' અને તારંગામંડન શ્રી અજિતનાથ સ્તવન' રચ્યાં એ સિવાય એમના સંબંધમાં વિશેષ કંઈ જ જાણી શકાતું નથી. એમનાં સ્તવનના અંતમાં “પ્રવર્તિની” શબ્દ હોવાથી એટલું તે સ્પષ્ટ છે કે તેઓ ગણનાયિકા અવશ્ય હતાં તેમજ એ કૃતિઓ એમની પ્રૌઢાવસ્થાની જ હતી. અનુક્રમે સાત અને પાંચ સંસ્કૃત પદ્યની પ્રસ્તુત કૃતિઓ શ્લેક પરિમાણની દૃષ્ટિએ લઘુકાય હોવા છતાં પણ સરસ અને પ્રવાહપૂર્ણ છે. એની ભાષા પણ પ્રાંજલ છે. પ્રથમ સ્તોત્રમાં દુતવિલંબિત, વંશસ્થ, વસત્તતિલકા અને શાર્દૂલવિક્રીડિત આદિ છંદોની યોજના હેવાથી જાણી શકાય છે કે કવિયત્રી છંદ અને સાહિત્યના વિદુષો હતાં.
૧૧૧૧. આ સિવાય તત્કાલીન સાણી સમુદાય વિષે જાણું શકાતું નથી. અલબત્ત, સાળી સમુદાયની બહુલતાને નિર્દેશ તો મળે જ છે. ખંડનમંડનાત્મક પ્રથા
૧૧૧૨. અંચલગચ્છનું ખંડન કરતો સૌ પ્રથમ ગ્રંથ “અંચલમતદલન-પ્રકરણ” તપાગચ્છીય હર્ષ સેનના શિષ્ય હર્ષભૂષણ ગણિએ સં. ૧૪૮૦ માં ર. ૧૦૦૦ શ્લોક પરિમાણુના આ ગ્રંથમાં અંચલગચ્છની વિચાર–ધારાનું ઉગ્રખંડન કરવામાં આવ્યું છે. એ પછી અનેક ખંડનાત્મક ગ્રંથે ઈતિહાસને પાને નોંધાયા છે. પ્રો. વેલણકર “જિનરત્નકેશ'માં આ ગ્રંથ વિષે નેવે છે કે –
HITSATEI COT (Gram 1000 ) a refutation of the peculiar religious doctrines of the Ancal Gaccha, composed in Sam. 1480. by Harsabhusana gani, pupil of Harsasena of the Tapa Gaccha.'
૧૧૧૩. આ પ્રકારના ગ્રંથમાં “અંચલમત સ્થાપનએ નામના ગ્રંથ અમદાવાદના ચંચલબાઈ ભંડારની મૂચિમાં સેંધાયેલ છે, પણ તે સંબંધી ઐતિહાસિક બાબત પ્રકાશમાં આવી નથી, આ ગ્રંથનું પરિશીલન આવશ્યક છે.
૧૧૧૪. જીવણચંદ સાકળચંદ ઝવેરીએ પાંચમી ગુજરાતી સાહિત્ય પરિષદ માટે તૈયાર કરેલે લેખ જેનેનું પ્રાચીન ગદ્ય સાહિત્ય' જૈન શ્વેતાંબર કોન્ફરન્સ હેરલ્ડમાં પ્રકાશિત થયેલ છે. તેમાં “આંચલિયા ગ૭ની ચર્ચા સંબંધી' મળી આવેલી ગદ્યકૃતિનું આ પ્રમાણે અવતરણ છે: “અથ નિષ્કપતચિત્તિ, શ્રી પૂજ્યની આસ્તા ધરતા થિકા શ્રી પૂજ્યનઈ પ્રશ્ન કઈ કઈ સંવત ૧૧૬૯ અગ્યારસિં ઉગણસત્તરિ અંચલપક્ષની ઉત્પત્તિ વિધિપલ ઇસિઉં નામ સ્થાપના હવી. અનેરા મુખવઅિકા સ્થાપક સકલગચ્છ અવિધિ ચાલ, અવધિ પ્રરૂપઈ છઈ અંચલગચ્છીય ગીતાર્થ શુદ્ધ વિધિમાર્ગ સ્થાપક, એ આત્મીયગચ્છની વચન કલ્પના, તત્રાર્થે પ્રશ્ન એ અંચલપક્ષનું ધર્મ ૧૧૬૯ પ્રવત્તિઉ. તાં પહિલું ધમ્મ કિમ હતું ? સ્વામીનું ધર્મ દૂસમા આરા પર્યત અવ્યવચ્છિન્ન બેલિઉ છઈ સ્વામી નઉ ધર્મ એટલા કાલ લગઈ
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com