________________
પ્રાકથન
નામથી ઓળખાય. પંદરમા પટ્ટધર વજીસ્વામીના સમયમાં તેમનો પરિવાર વયરી શાખાના નામથી ખ્યાતિ પામ્યો. સત્તરમા પટ્ટધર ચંદસૂરિથી ચાંદ્રકલ એ નામથી અનુક્રમે એનું નામાભિધાન થયું. છત્રીસમા પટ્ટધર સર્વ દેવસૂરિને એમના ગુરુ ઉદ્યોતનસૂરિએ વીરાત ૧૪૬૪ એટલે સં. ૯૯૪માં મેટા વડ નીચે અર્બુદાચલના ટેલીગ્રામ નજીક અન્ય શિષ્યો સાથે સુરિપદ આપ્યું. આ સંગવિશેષથી એમનો પરિવાર વડગચ્છનાં નામથી પ્રસિદ્ધ થયો. આ પાંચમું નામાભિધાન છે. સર્વદેવસૂરિના શિષ્ય પદ્યદેવસૂરિ શંખેશ્વર પાર્શ્વનાથની યાત્રાએ આવતાં, ત્યાં સાંખ્યદર્શનીઓને વાદમાં છવાથી તેમનું બીજું નામ સાંખ્યસૂરિ પડયું, અને શંખેશ્વરમાં એ ઘટના બની એટલે એમને પરિવાર શંખેશ્વરગચ્છનાં નામથી પ્રચલિત થયો. જર્મન વિધાન ડો. જહોનેસ કલાટ નોંધે છે કે–After his conversion of the samkhyadarsaninas, he received a second name, Sanmkhyasuri. The new gachchha obtained the name of Sankhesvara-gachchba from Sankhesvara-grama a place consecrated to Sankhesvara Parsvanath. 210948441 M er 24 સાંખ્યકુમારે સર્વદેવસૂરિ પાસે દીક્ષા લીધેલી તેથી તેમનું નામ સાંખ્યસૂરિ પાડવામાં આવ્યું હતું, પધદેવસૂરિ એમનું બીજું નામ હતું એમ હી. હું. લાલનને અભિપ્રેત
૩૪. પદ્મદેવસૂરિના પ્રશિષ્ટ પ્રભાનંદ મુનિને નાગક ગામમાં આચાર્યપદ મળ્યું તે પ્રસંગે ત્યાંના શ્રાવકેએ અઢળક નાણું ખરચ્યું. નાણકગામ કે નાણાં ઉપરથી આ ગછનું નાણુકગ૭ એવું નામ પડયું. ડે. કલાટ નોંધે છે કે-Under him arose the name Nanaka-gachcha, called so either because the Sravakas of Nanak-gram celebrated his visit, or because much money nana ka was expended.
આમ અચલગચ્છની સ્થાપના પહેલાનું આ સાતમું નામ પડયું. એ પછી અડતાલીસમા પધર આર્ય રક્ષિતસૂરિએ આગમોની પ્રધાનના સ્વીકારીને ૭૦ બેલની પ્રરૂપણ કરી વિધિપક્ષગછ પ્રકાશ્યો કે જે અંચલ કે અચલગચ્છ એવા નામથી આજ દિવસ સુધી ઓળખાતો રહ્યો. વિધિપક્ષગરછ નામ પાડવાનું કારણ એ હતું કે ચિત્યવાસીઓએ શાસનમાં જે અવિધિ કરી નાખે તેનો પુન:વિધિ કરનાર ગછ એ વિધિપક્ષગ૭. અંચલગચ્છને પક્રમ
૩૫. વિદ્યમાન ત્રણે મુખ્ય ગચ્છા ભગવાન મહાવીર સંતાનીય છે. પરંતુ ખરતરગચ્છ ભગવાન મહાવીરને પ્રથમ પટ્ટધર તરીકે દર્શાવે છે તેમ અંચલગચ્છ કે તપાગચ્છ ન દર્શાવતાં ભગવાનના પાંચમાં ગણધર આર્ય સુધર્માસ્વામીને આદ્યપટ્ટધર ગણાવે છે. કેટલાક ગાની પદાવલીઓમાં ભગવાનના મુખ્ય ગણધર ગૌતમસ્વામીનું નામ આઘપટ્ટધર તરીકે આવે છે. જો કે ભગવાન શ્રી વીરના નિર્વાણુ સમયથી ગૌતમસ્વામીના નિર્વાણકાલ વચ્ચે બાર વર્ષનું અંતર છે, તે પણ ભગવાનની નિર્વાણ રાત્રિમાં જ એમને કેવલ જ્ઞાન ઉત્પન્ન થયું હતું એટલે બધી ગ૭વ્યવસ્થા સુધર્માસ્વામી જ કરતા હતા. પ્રાચીન ગ્રંથામાંથી એવા પણ ઉલ્લેખ પ્રાપ્ત થાય છે કે ભગવાન મહાવીરે અગિયારે શિષ્યને ગણધર પદ દેતી વખતે બીજા સર્વ કરતાં દીર્ધાયુ હોવાથી સુધર્મા સ્વામીને ગણુની આજ્ઞા કરી.
૩૬. સુધર્મા સ્વામીને આઘપટ્ટધર તરીકે સ્વીકારતા અંચલગચ્છની પૂર્વ પટ્ટાવલી આ પ્રમાણે છે: (૧) આર્ય સુધર્માસ્વામી (૨) આર્ય જંબુસ્વામી(૩) પ્રભવસ્વામી (૪) સમ્ભવસ્વામી (૫) યશોભદ્રસુરિ (૬) સભૂતિ વિજય (૭) ભદ્રબાહુસ્વામી (૮) સ્થૂલભદ્રસ્વામી (૯) આર્ય મહાગિરિ (૧૦) આર્ય
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com