________________
અંચલગચ્છ દિગ્દર્શન અલબત્ત, તીર્થકરોએ પ્રપેલા મૂળ સિદ્ધાતિ કે નવતો, પંચાસ્તિકાય હત્યાદિ તો અંગેની એમની માન્યતા તે એક સરખી જ રહી. અમુક પ્રકારની સમાચારીની માન્યતામાં પણ પાછળથી કેટલેક અંશે વિચારભેદ સર્જાતાં આવા ગરછામાં પણ પાગચ્છા કે શાખાઓની ઉત્પત્તિ થઈ. શતાબ્દીઓ જતાં આવા સૂક્ષ્મભેદથી રચાયેલી શાખાપ્રશાખાઓ મૂળગચ્છમાં વિલીન થઈ ગઈ. આ છે ગચ્છની મૂળભૂત માન્યતાઓમાં પણ કાળની ગતિ સાથે અમુક ફેરફારે તે પ્રવિષ્ટ થતા રહ્યા. આમ સ્થાપનાથી લઈને આજ દિવસ સુધીના સુદીર્ધકાળમાં આવી અનેક વિચાર પ્રક્રિયાઓ ઇતિહાસને પાને અંકાઈ છે. આ સૂક્ષ્મભેદ જતા કરતાં આ ગએ તીર્થંકરએ પ્રરૂપેલ મૂળ સિદ્ધાંત અને જેનશ્રતને પ્રસાર કરવામાં સૌથી અગત્યને ભાગ ભજવ્યો.
૩૦. વિક્રમની પંદરમી શતાબ્દી સુધી જૈનશાસનની એકતા ખંડિત કરવામાં ગચ્છે નિમિત્તરૂપ બન્યા નહીં. પરંતુ પછીની વિચારધારાઓએ નવો જ પલટો લીધો. આ અરસામાં રાજકીય અને સામાજિક પરિસ્થિતિને આધારે એવા મતે અસ્તિત્વમાં આવ્યા કે જેણે શાસને અનુભવેલાં અભૂતપૂર્વ સંગઠ્ઠન ઉપર કુઠારાઘાત કર્યો. તત્કાલીન પરિસ્થિતિને અનુકુળ બનવામાં આ અરસામાં થયેલા અભિનવ મતપ્રવર્તકોએ જૈનધર્મના અગત્યના સિદ્ધાંતને પિતાની રીતે ઘટાવવામાં પાછું વળીને જોયું નહીં. આશ્ચર્યની વાત તો એ છે કે માત્ર સમાચારીના ભેદે રચાયેલા મુખ્ય ગચ્છો પણ અંદર અંદરના વિખવાદોને લીધે નબળા પરીને અસ્તિત્વમાં આવતી આવી નવી વિચારધારાઓનો સામને કરવામાં કશું જ મહત્ત્વપૂર્ણ ન કરી શડ્યા. પરિણામે અસ્તિત્વમાં આવેલી નવી નવી વિચારધારાઓ ગાના રૂપમાં ખૂબ ફૂલી કાલી. કડવા
છે કે લોકાગચ્છે આ સમયમાં સાધેલી પ્રગતિ ખરેખર અભૂતપૂર્વ હતી. પ્રાચીન ગચ્છા પણ એમના પ્રભાવથી અલિપ્ત રહી શક્યા નહીં !
૩૧. વિક્રમના પંદરમાં સૈકામાં કે એ પછી પ્રચલિત થતી જતી નવી નવી વિચારધારાઓની સ્કૂરણામાં તત્કાલીન ઘણાં પરિબળોએ સંયુક્ત રીતે પોતાને પ્રભાવ વર્તાવ્યો હોઈ તે એ સંજોગોના ઉપલક્ષમાં સામાજિક, આર્થિક કે રાજકીય દૃષ્ટિને પૂતિકર બની; પરંતુ તીર્થકરોએ પ્રરૂપેલ આગમ વચનોને તે સર્વથા પ્રતિરોધક જ સાબિત થઈ. આ વિચારધારાઓ તદ્દન નવી જ હેઈને સમાચારી ભેદ વચ્ચે પણ જૈનશાસને અનુભવેલ વૈચારિક એકતા છિન્નભિન્ન થઈ કેમકે આ નવી વિચારધારાઓ તે સજતી જતી નવી નવી પરિસ્થિતિના પ્રત્યાઘાત કે એના ફાલ જેવી જ હતી. આ હકીક્તનો નિર્દેશ માત્ર અંચલગચ્છના ઉદગમ કે એના સ્વરૂપને સંબંધકારક છે એ દષ્ટિએ જ નહી: શાસનની એકતાના વિશાળ હિતને પણ સ્પર્શે છે એ દષ્ટિએ તે ઉલ્લેખનીય બને છે. અંચલગચ્છના પૂર્વ નામાભિધાને,
૩૨. આપણે ગણ અને કુલ વિશે જોઈ ગયા. ગણ એટલે વાચના લેનાર મુનિસમુદાય; કુલ એટલે એક આચાર્યને પરિવાર અને શાખા એટલે એક આચાર્યની સંતતિમાં જ પ્રભાવક આચાર્યોનાં જુદાં જુદાં અવય અથવા વિવક્ષિત આદ્ય પુરુષની સંતતિ. ગણે, કુલે અને શાખાઓ એનાં પ્રાચીન સ્વરૂપમાં આજે વિદ્યમાન નથી. પરંતુ ગચ્છ સ્વરૂપે જ એનું કાંઈક અસ્તિત્વ આજે જળવાઈ રહ્યું છે.
૩૩. અંચલગચ્છ એ શબ્દ વસ્ત્રાંચલ ઉપરથી રૂઢ થયે, તે પહેલાં આ ગચ્છનાં સાત નામાભિધાને થયાં. પ્રાચીનકાળમાં શ્રમણે નિગ્રંથ એ નામથી ઓળખાતા હતા. અગિયારમા પટ્ટધર આય સુસ્થિત તથા આર્ય સુપ્રતિબુબ્ધ કરાવાર સૂરિમંત્રનું આરાધન કર્યું એટલે એમને શિષ્ય પરિવાર કટિક ગચ્છના
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com